SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. સ્તુત્યા મયો ન વાઃ | સ્વપ્રશંસાથી અહંકાર કરવો નહિ” ર૪)૨ છે બનીશું તો દ્વેષી બનવું પડશે. કારણ કે રાગની પાછળ જ દ્વેષ છુપાયેલો છે. રાગ અને દ્વેષ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. રાગ તુટે એટલે દ્વેષ થાય. ઘડિયાળના લોલકની જેમ આપણું ચિત્ત સતત રાગ અને દ્વેષ (ગમાં અને અણગમા) તરફ ઢળતું રહે છે. ગમાં અને અણગમા વિનાની અસંગની સાધના એક બહુ મોટી કલા છે. પ્રભુની કૃપા વિના એ કોઇને મળતી નથી. ઉપનિષદોમાં કહ્યું છે : સ હૈ :' આત્મા રસમય છે. એ ક્યાંક સંગ કરીને રસ મેળવવા માંગે છે. પ્રભુના પ્રેમમાંથી જો રસ આવવા માંડે, આનંદ અનુભવાતો રહે તો બીજે ક્યાંય સંગ કરવાનું મન થાય નહિ. પ્રભુ-ભક્તિ, સંગ-દોષને દૂર કરનારું અમોઘ રસાયણ છે. પ્રભુને છોડીને બીજો કોઇ જ ઉપાય નથી, એમ કહીએ તો પણ ચાલે. જો આપણું ચિત્ત પ્રભુમાં ન ચોંટ્યું તો બીજે ચોંટવાનું જ. ચિત્ત ક્યાંકથી તો રસ મેળવવા પ્રયત્ન કરશે જ. सङ्गः सर्वात्मना त्याज्यः स चेत् त्यक्तुं न शक्यते । सद्भिः सह कर्तव्यः सन्तः सङ्गस्य भेषजम् ॥ સંગ સર્વથા છોડવો જોઇએ. જો છોડી શકાય તેમ ન હોય તો સંતો સાથે સંગ કરવો જોઇએ. સંતો જ સંગની ઔષધિ છે. સંતોનો સંગ થતાં તેઓ આપણને પ્રભુ સાથે સંગ કરાવી આપે છે. પેલી પ્રસિદ્ધ વાર્તા સાંભળી હશે ! એક વખત કાગડાને પુરી મળી; ઘીથી લચપચતી અને મીઠી-મીઠી ! કાગડાના આનંદનો પાર ના રહ્યો. કાગડાના મોઢામાં રહેલી પુરીને જોઇને નીચે રહેલી શિયાળના મોંમાં પણ પાણી આવી ગયું : કોઇ પણ ભોગે આ પુરી મેળવવી જ. શિયાળનો આ નિર્ધાર હતો. પણ કાગડાના મોઢામાંથી પુરી પડાવવી શી રીતે ? ભોળું કબૂતર નહિ, આ તો ઉસ્તાદ કાગડો છે, પણ હં... કંઇ જ વાંધો નહિ, એની નબળાઇ પણ હું જાણું છું. લાવ, જરા પ્રયોગ કરી લઉં. શિયાળે નીચેથી કહ્યું : કાકભાઇ ! આજ સુધી તમારી પ્રશંસા ઘણીવાર સાંભળી છે, પણ કદી જોવાનો મોકો મળ્યો ન્હોતો. આજે પહેલી જ વાર તમને જોવાનું સૌભાગ્ય મળ્યું. ઓહ ! શું અદ્ભુત રૂપ ! સાંભળ્યું હતું તેથી પણ અધિક ! ખરેખર વિધાતાએ તમારું સર્જન કરીને હાથ ધોઇ નાખ્યા છે. પણ રે... રૂપ તો આપ્યું... પરંતુ અવાજ ક્યાં ? અવાજ હશે તો એ કેટલો મીઠો હશે ? કોઇ દિવસે કોઇની પાસેથી પોતાની પ્રશંસા સાંભળી નહિ હોવાથી કાગડો રાજીરેડ થઇ ગયો ! સાચે જ સ્વપ્રશંસાથી મીઠું બીજું કાંઇ નથી. આપણે હજુ મુક્તિમાં કેમ ગયા નથી .? એ જ કારણ કે આપણે ક્યારેય મુક્તિની ઇચ્છા જ કરી નથી. જીભથી વાત કરવી જુદી વાત છે અને હૃદયથી ઈચ્છા હોવી જુદી વાત છે. આપણી જીભમાં તો મુક્તિ છે, પણ હૃદયમાં શું છે ? એ જાણવાની જરૂર છે. - કહે કલાપૂર્ણસૂરિ ઉપદેશધારા ૪ ૨૦૨ ઉપદેશધારા ૪ ૨૦૩
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy