SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. પાશા: વ સક઼મા: જ્ઞેયા: । સંગ માત્ર બંધન જેવા જાણવા' ૨૩ આપણને સંગ-સંબંધ ખૂબ જ ગમે છે. આ ‘ગમવું’ એ જ આસક્તિ છે, બંધન છે. શ્લેષ્મમાં ફસાયેલી માખીની જેમ આસક્ત માનવી સ્વતંત્રતા ગુમાવી બેસે છે. સ્વતંત્રતાની સાથે જ સુખ પણ ભાગી છુટે છે. જન્મ્યો ત્યારે જીવ એકલો હતો. મરશે ત્યારે એકલો જ મરશે. સ્વર્ગ કે નરકમાં પાપ-પુણ્યના ફળો એકલો જ ભોગવશે. જન્મમાં આપણે એકલા ! મૃત્યુમાં પણ એકલા ! જ્યારે વચ્ચેના જીવનમાં અનેકોનો સંપર્ક ! અનેકોનો સંગ ! ગાડીમાં ચડીએ ત્યારે એકલા ! સ્ટેશન આવતાં ઊતરીએ ત્યારે પણ એકલા ! પણ વચ્ચેની મુસાફરીમાં અનેકો સાથે રહેવાનું ! આ જીવન પણ એક મુસાફરી છે ! મૃત્યુનું સ્ટેશન આવતાં જ આપણે જીવનની ગાડીમાંથી ઊતરી જવું પડશે. કોઇ મુસાફર ગાડીમાં ઘર બનાવતો નથી. ગમે તેટલી સારી જગ્યા મળે તો પણ ત્યાં આસક્ત થતો નથી. પણ આપણે આ વાત ભૂલી જઇએ છીએ. ૨૫-૫૦ વર્ષની આ જીવનની સફર દરમ્યાન કેટલીયે જગ્યા પર આપણે આસક્ત થતા હોઇએ છીએ. મુસાફરીના સ્થળને મંઝિલ સમજી લઇએ છીએ. અનેકોની સાથે રહી-રહીને આપણે ટેવાઇ ગયા છીએ કે ‘હું એકલો છું' એ વાત લગભગ ભૂલાઇ ગઇ છે. ઉપદેશધારા * ૨૦૦ નિમરાજાને ભૂલાઇ ગયેલી આ વાતને એક પ્રસંગે યાદ દેવડાવી. વાત એમ બનેલી કે નિમ રાજાને શરીરમાં ભયંકર દાહ થયેલો. છછ મહિના વીતવા છતાં અનેક ઉપચારો કરવા છતાં દાહ જવાનું નામ લેતો ન્હોતો. એમની ઠંડક માટે રાણીઓ ચંદન ઘસતી હતી. આથી બંગડીઓનો મધુર અવાજ આવી રહ્યો હતો. પણ નમિ વેદનાથી એટલા વિહ્વળ હતા કે આ મધુર અવાજ પણ ભયંકર લાગતો હતો. એમણે ત્રાડ પાડી : આ અવાજ અત્યારે જ બંધ થઇ જવો જોઇએ. મહારાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! અવાજને બંધ થવું જ પડે. નિરવ શાંતિ પથરાઇ જતાં રાજાએ પૂછ્યું : ‘હવે કેમ અવાજ નથી આવતો ?’ ‘રાજન્ ! ચંદન ઘસતી રાણીઓએ હવે એક જ બંગડી પહેરી છે. બે બંગડી હોય તો અવાજ આવે. એકમાંથી અવાજ શી રીતે આવે ?’ આ જવાબથી મહારાજાનું મન બીજે જ ફંટાઇ ગયું. અંદર વિચાર-ક્રાંતિ પેદા થઇ : એકડે એક, બગડે બે. એકમાં શાંતિ હોય છે, અદ્વૈતમાં આનંદ હોય છે. બે થતાં, દ્વૈત થતાં, સંગ થતાં બધું બગડે છે. તો મારે પણ અસંગની વાટે જવું જોઇએ. દાહ જાય તો હે ભગવન્ ! તારો રાહ મારે પકડવો છે. દાહ મટી ગયો અને નિમ રાજાએ અસંગનો રાહ પકડી લીધો. ‘એકલા જન્મ્યા છીએ. એકલા જ મરવાના. શા માટે બીજાની માથાકૂટમાં પડવું ? આપણે ભલા ! આપણું કામ ભલું' આમ વિચારીને એકલપટ્ટા થવાની અહીં વાત નથી. અહીં આપણે બધાની સાથે રહેવું છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ બધા સાથે જ જીવવું પડશે. એકત્વભાવનાનો અર્થ કોઇ એકલપટ્ટાપણું ન કરે. પરોપકારના કાર્યો વગેરે કરવાના જ છે. એકત્વભાવના દ્વારા માત્ર એટલું જ શીખવાનું છે કે આપણે ક્યાંય એકદમ ચોંટી ન જઇએ... ક્યાંય આસક્ત બની ન જઇએ, રાગી ન બનીએ. રાગી ઉપદેશધારા × ૨૦૧
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy