SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ધર્મસ્થાપનાની પૂર્વે યુગની આદિમાં જેમ દૂધના વાદળ વરસે તેમ તે વખતે મુનિના દર્શનથી તે ઉત્કર્ષપૂર્વક દૂધ વરસાવવા લાગી. // ૧૯૯ // દાનની ઇચ્છાવાળી કુશલાશયવાળી તે મહિયારીએ શાલિભદ્ર મુનિને વિનંતી કરી : હે પ્રભુ ! ગરીબ હું આપનો શો સત્કાર કરી શકું ? / ૨00 // તો પણ સન્માર્ગના પ્રવાસી હે પ્રભુ ! હું આપનું મંગળ ઇચ્છું છું. તેથી ઓ ધીર ! શુકનરૂપે આ દહીં ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો. || ૨૦૧ // આ પ્રમાણે કહી, મુનિશ્રીને પ્રકૃષ્ટ ભાવથી દહીં વહોરાવી પોતાને ધન્ય માનતી વિકસ્વર રોમાંચના કંચુકવાળી ધન્યાએ આનંદથી નમસ્કાર કર્યા. // ૨૦૨ // એ મહિયારી પહેલા દૂધના પ્રશ્નવણથી દુશ્વમેધ બની વરસી પડી. આંખના આંસુથી મહામેળ બની વરસી પડી. દહીંના દાનથી દધિમેઘ બની વરસી પડી અને મધુર-વાણીથી અમૃત-મેઘ બની વરસી પડી. || ૨૦૩ //. પુણ્ય-બીજને દાનના પાણીથી સિંચીને તે વૃદ્ધા પોતાના સ્થાને ગઈ અને તે બે મુનિઓ સર્વપ્રકારે શુદ્ધનિર્દોષ તે જ દહીંને લઇને ચાલતા થયા. // ૨૦૪ || ત્યાર પછી ઇરિયાવહિયં કરી ભ. શ્રી મહાવીરદેવને વંદન કરી શાલિભદ્ર મુનિ બોલ્યા : ભગવન્! મારું પારણું માતાથી કઈ રીતે ? (આપે કહ્યું હતું ને ? “માતાથી થશે ?' ભદ્રા માતાએ તો સામુંય નથી જોયું.) || ૨૦૫ II 8282828282828282828282828282828888 | ૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy