SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 સૂર્ય પ્રાપ્ત કરીને પૂર્વ દિશા વિકસ્વર થાય તેમ વિકસ્વર મુખ-કમળવાળી અસીમ આનંદથી ભરપૂર અંગવાળી તે મહિયારી મનમાં વિચારવા લાગી. || ૧૯૨ / શું આ અમૃતના કૂવાસમો બંધુ છે ? કે શું આ સુંદર ભાઇ છે ? કે શું આ મારા દિશા જેવા મોટા મનોરથોના વિસ્તારને રહેવા માટે દિગ્ગજ સમો મારો દીકરો છે ? || ૧૯૩ || - શું હું રાજયને પામી ? શું હું સ્વર્ગમાં આવી ચડી ? અથવા શું હું ભરપૂર આનંદના ક્ષીર સમુદ્રમાં જળસુંદરી બની છું ? / ૧૯૪ || હું મારી જાતને જાણતી નથી. આ કોણ છે તે પણ હું જાણતી નથી. પણ એટલું હું જરૂર જાણું છું કે આ મુનિ મારા માટે સર્વોત્કૃષ્ટ આનંદનો તહેવાર છે. // ૧૯૫ //. આ પ્રમાણે મહિયારીના નેત્રમાર્ગથી વિકલ્પોની હારમાળારૂપી નીક વાટે થઇને આવેલા આનંદના પાણીએ ખેતરની જમીન સમાં શરીરને ભરી દીધું. અર્થાત્ આનંદના આંસુથી આંખો છલકાઈ ઊઠી અને આનંદથી શરીર રોમાંચિત થઈ ઊડ્યું. ૧૯૬ || ત્યાર પછી તે મહિયારીને ઘડપણમાં પણ દૂધના ઝરા સમા સ્તનોમાં પ્રેમના સર્વસાર-સમું દૂધનું પૂર રેલાયું. || ૧૯૭ || જમીનમાં દેવની પ્રભાવિક પ્રતિમા રહેલી હોય ત્યારે ઉપર ગાયમાંથી સ્વયં દૂધ ઝરે છે, તેમ અજાણ્યા પુત્ર પર અજાણી તે વૃદ્ધમાતાનું દૂધ ઝરી રહ્યું. / ૧૯૮ /. 82828282828282828282828282828282888 / ૪૮૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy