SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 બીજના ચંદ્ર જેવી કાયા તેમણે તેટલી કૃશ બનાવી જેથી ઉષા (કામદેવની પુત્રવધુ) તુલ્ય રૂપવાળી કામધેનુ જેવી પત્નીઓએ પણ શાલિભદ્ર મુનિને જોયા નહિ. || ૧૭૯ // તે મહેલના જલસામાં જરાવાર રહી અગાધ મધ્યસ્થતા રૂપ ક્ષીર સમુદ્રમાં હાથી સમા તે બંને મુનિઓ ત્યાંથી નીકળી ગયા. || ૧૮૦ || ભગવાન શ્રી મહાવીરદેવના આદેશથી સમચિત્તપણે ભદ્રાના મહેલમાં પ્રવેશતા કે નીકળતા સમતાથી શોભતા ધન્ના અને શાલિભદ્ર મુનિની આકૃતિમાં કોઇ જ ફેરફાર થયો નહિ, જેમ શ્રીરામ લક્ષ્મણને થયો ન્હોતો. ગૌણાર્થ : દશરથના આદેશથી રાજ્યાભિષેક માટે રાજમહેલમાં પ્રવેશતા કે વનવાસ માટે નીકળતા, સીતાથી શોભતા શ્રીરામ અને લક્ષ્મણની આકૃતિમાં કોઇ જ ફેરફાર થયો નહિ. || ૧૮૧ || ૧૮૨ || રાજાના સત્કારમાં પણ દુ:ખદાયી સુકોમળતા ક્યાં ? અને માતાના અપમાનમાં પણ સુખદાયી કઠોરતા ક્યાં ? (રાજાએ વહાલથી તેને ખોળે બેસાડ્યો તે પણ તેનાથી સહન થઇ શક્યું નહોતું અને હવે ભદ્રા માતા તરફથી ઘરે આવવા છતાં કોઇ સન્માન નહિ-છતાં સમતાભાવ અખંડ છે.) | ૧૮૩ || સૂકા લાકડા જેવા નીરસ-નીરાગી થઇ ગયેલા તે બે મુનિઓમાં ત્યારે રાગના અંકુરા ભલે ન ફૂટે પણ ક્રોધની આગ પણ પેદા ન થઇ તે આશ્ચર્ય કહેવાય. (નહિ તો સૂકા લાકડામાં તો ઘર્ષણ થતાં જ આગ પ્રગટે.) || ૧૮૪ || યુગલિક કાળની જેમ તે મુનિઓનું મન શું વિશ્વમૈત્રીથી અતિસ્નિગ્ધ બની ગયું હતું ? કે નિર્મમત્વના કારણે છઠ્ઠી-આરાની જેમ અતિરૂક્ષ બની ગયું હતું ? અથવા સંયમના અતિશય રાગથી સ્વર્ગની સૃષ્ટિ જેવું બની ગયું હતું ? જેથી તે મનને ઊઘાડીને જોનાર માણસને પણ અહીં ક્રોધની આગ જોવા ન મળી ? || ૧૮૫ / ૧૮૬ .. 8A%A88888A YAUAAAAAAAA / ૪૮૭ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy