SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 કારણ કે જિનેશ્વર દેવને અપવિત્ર અંગવાળી ઋતુમતી સ્ત્રીઓ જેમ પોતાના હસ્ત-કમળથી પૂજવામાં દૂર રહે છે, તેમ પાપથી ભરેલી અમે પણ અમારા નાથને અમારા કર-કમળથી પૂજવામાં દૂર રહીશું. // ૧૭૨ // મૂળનાયકની સ્નાત્ર-પ્રતિમાની જેમ આપણા નાથ શ્રીશાલિભદ્રની માનસ-પ્રતિમા હૃદયમાં સ્થાપીને જે હર્ષના પાણીથી નવડાવીએ તો એ પણ આપણું મોટું સૌભાગ્ય છે. // ૧૭૩ //. તે વખતે જો પતિ સાથે જ આનંદપૂર્વક દીક્ષા લીધી હોત તો લોકનિંદાથી આપણું સુખ ભાંગી પડત નહિ. | || ૧૭૪ || આપણે તો હમણા ગૃહ-દુઃખના સરોવરમાં રહેલી કમલિની જેવી પદ્મિની સ્ત્રીઓ છીએ. કારણ કે સૂર્ય જેવા પતિનું પ્રકાશ જેવું અસ્તિત્વ જ માત્ર આપણને મળે છે. પણ સહવાસ મળતો નથી. || ૧૭૫ // એ પ્રમાણે હર્ષાશ્રુયુક્ત વિરહની આગથી જાણે પેદા થયેલા ધૂમાડાથી વ્યાકુળ થયેલી પત્નીઓએ નક્કી ઘરઆંગણે આવેલા શાલિભદ્ર મુનિને જોયા નહિ. || ૧૭૬ છે. મને વિચાર આવે છે કે પ્રચંડ જોગણી જેવી તપશ્ચર્યા રૂપી પત્નીએ પૂર્વ પત્નીઓના ભયથી શું શાલિભદ્ર મુનિને અદેશ્ય કર્યા હશે ? | ૧૭૭ // દેવીનું જ નામ જપનારી સત્ત્વહીન સ્ત્રીઓને સામેથી આવેલું જેમ દેવીનું વરદાન ન મળે તેમ શાલિભદ્રના નામનો જાપ કરતી હોવા છતાં પણ સત્ત્વહીન એ સ્ત્રીઓને પતિ શાલિભદ્ર મુનિવર ન મળ્યા. / ૧૭૮ || ARRARAUAYA8A82828282828282888 || ૪૮૬ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy