SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् SHORT કેળના સ્તંભથી મહેલ શી રીતે થાય ? કોમળ કપડાથી વહાણનો સઢ શી રીતે થાય ? કમળના નાળચાથી હાથીને બાંધવાની સાંકળ શી રીતે થાય ? કેવડાના પાનથી બન્નર શી રીતે બને ? ચંપાની કળીઓથી ફોતરાની ભડભડતી આગ શી રીતે હટાવી શકાય ? કપૂરના ફાડીઆથી મંદિરનું શિખર શી રીતે થાય ? ઓ કામ વિજેતા વ્હાલા પુત્ર ! તારા સુકોમળ શરીરથી કઠોરવ્રત શી રીતે સાધી શકાય ? ચતુરાઇમાં બ્રહ્મા જેવા ઓ બેટા ! લાંબા કાળ સુધી આ બધું સારી રીતે વિચારી લે. ॥ ૧૩૦ || ૧૩૧ || ૧૩૨ || શાલિભદ્ર બોલ્યો : હે મા ! પૈસાના સાંસા હોય ત્યારે જો વહાણવટી વેપારીઓ પુત્ર-પત્ની વગેરેને છોડી ખારા દરિયામાં પ્રવેશે છે. તો પ્રશમામૃત સાગરનું અવગાહન કરવાની ઇચ્છાવાળો, આત્યંતિક એ એકાંતિક મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ માટે કૃત નિશ્ચયી થયેલો, પંડિતો દ્વારા ચિત્તમાં પરીક્ષિત થયેલો, પરાક્રમના પ્રારંભમાં મૂકેલા પગવાળો હું શાલિભદ્ર, સ્ત્રીઓથી અથવા શરીરના મોહથી કઇ રીતે ઘેરાઇ જઉં ? | ૧૩૩ || ૧૩૪ || ૧૩૫ || મનીષિઓના સ્નિગ્ધ અને સુકોમળ વસ્ર અને શરીર અગ્નિથી ધોઇ શકાય તેવા હોય છે અને તે (શરીર વસ્ત્ર) તપની આગથી શુદ્ધ થાય છે. ॥ ૧૩૬ || પુત્રનો દીક્ષા માટેનો આગ્રહ છૂટવો મુશ્કેલ છે એમ જાણીને ટાઇમ પસાર કરવાની ઇચ્છાવાળી ભીરુ માતા પુત્રને પ્રેમથી કહેવા લાગી. ।। ૧૩૭ || બેટા ! તું ઐરાવણ હાથીની જેમ સદા દેવતાઇ ભોગોની સુખ સાહેબીથી ઊછરેલો છે. તો પહેલા માણસોની ગંધ, માણસોનું શયન, માણસોનો આહાર, માણસોનો વિહાર-વગેરેનો અભ્યાસ કર. ॥ ૧૩૮ || ** K TET પ્રક્રમ-૫ ॥ ૪૭ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy