SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ઘેબરમાં આવી ગયેલો એક કાંકરો પણ જો પીડા આપવા સમર્થ હોય તો થીજેલા ઘી જેવા વિશાળ સુખમાં પર્વત જેવો આ રાજા દુ:ખ માટે કેમ ન બને ? || ૧૦૬ . સામાન્ય માણસોને કાંકરા પગમાં વાગે છે... પણ સુકોમળ માણસોને તો ચોખાના કણીઓ પણ પગમાં વાગે છે. તેમ સામાન્ય માણસોને દુ:ખ વૈરાગ્ય માટે બને છે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિમાનને તો સુખ પણ વૈરાગ્ય માટે બને છે. || ૧૦૭ || ઓ મા ! આના કરતાં મોટું બીજું કોઇ વૈરાગ્યનું કારણ જાણીશ નહિ. કારણ કે સામાન્ય માણસોને પણ થોડા ઉપદ્રવમાં પરાધીનતા વૈરાગ્યનું કારણ બનતી હોય છે. (તો શાલિભદ્રની શી વાત ?) || ૧૦૮ || સોનાના મુગટ સમી કલ્યાણકારી પ્રભુશ્રી મહાવીરદેવની આજ્ઞા મસ્તક પર હોય તો પછી ઇંઢોણી જેવી શ્રેણિક રાજાની આજ્ઞા મસ્તક પર કઇ રીતે શોભે ? || ૧૦૯ || રાજાની આજ્ઞા તો ગરોળી જેવી છે. સદા હિંસાના ધ્યાનમાં જ રહેનારી છે. હે મા ! એ જો ઓચિંતી માથે પડે તો સંતાપની સૂચક છે. || ૧૧૦ || બહાદુરોની અવજ્ઞા કરનાર, અનેક રીતે બદલાતા જતા, કાચીંડા જેવા મસ્તક પર રહેલા રાજાના હુકમે ન અટકે તેવો માથાનો દુઃખાવો (ચિતા) પેદા કર્યો. ગૌણાર્થ : સૂર્યની અવગણના કરનાર, અનેક રૂપ ધરનાર માથા પર રહેલા કાચીંડાએ ન અટકે તેવી મસ્તકની પીડા કરી છે. || ૧૧૧ // 828282828282828282828282828282828482 | ૨ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy