SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 શાલિભદ્ર-ભદ્રાનો સંવાદ : જલદી આવેલો હોવા છતાં લાંબા કાળથી જોયો હોય તેમ તે શાલિભદ્રને ઉત્સુકતાના પાણીની તળાવડી સમી ભદ્રાએ જાતે આવીને કહ્યું. // ૪૭ || ઓ બેટા ! તેં આટલો સમય કયું સ્થાન વસંતની શોભા-સહિતના બગીચામાં રહેનારી દશાને પમાડ્યું ? (અર્થાતુ તું આટલો સમય ક્યાં હતો ?) | ૪૮ || હવે ધરતી પર કામદેવ જેવી લીલાવાળો શાલિભદ્ર બોલ્યો : હે મા ! આજે મેં સુખહેતુ ધર્મ સાંભળ્યો. / ૪૯ // ગુરુદેવશ્રી ધર્મઘોષાચાર્યની ચોમેર વહેતા પાણીના પ્રવાહમાંથી મારા કાનના કુંડમાં પહેલાં તો ઉપદેશરૂપી પાણીનું પૂર આવ્યું : ગૌણાર્થ : પર્વતની આસપાસ વહેતા નદીના પ્રવાહમાંથી પહેલાં તો બે કુંડમાં પાણી પડ્યું. || ૫૦ || ત્યાર પછી વિચારણાના કુંડમાં અત્યંત નિર્મળતા પામેલું વાણીરૂપી પાણીનું પૂર જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ત્રણ ગરનાળા દ્વારા મનના માનસરોવરમાં ફેલાઈ ગયું. || પ૧ ||. ત્યાં મનના સરોવરમાં શાંતરસના તરંગોમાં સ્નાનના આનંદથી પૂર્ણ, અનંત પરબ્રહ્મની લક્ષ્મી સહિત શ્રી જિનેશ્વરદેવ શોભી રહ્યા છે. ગૌણાર્થ : ક્ષીર સાગરમાં ઊંચા પાણીના તરંગોમાં સ્નાનના આનંદથી અભિનંદિત, શેષનાગ પર સૂતેલા, પરબ્રહ્મમય, લક્ષ્મીસહિત શ્રીવિષ્ણુ શોભી રહ્યા છે. || પર // 82828282828282828282828282828282888 || ૪ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy