SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ ત્તિમદ્ર | महाकाव्यम् AURORA 8282828282828282828282828282 હવે આ બાજુ (શાલિભદ્રની અંદર) સુસેવકની જેમ સરળ બની શરીરે મહાબળવાન હોંશિયારે મહારાજા શ્રીમનને કહ્યું : / ૩૯ / હે સ્વામી ! હું સ્વભાવથી ટાઢ-તડકો સહી શકવા અસમર્થ છું. શ્રેણિક મહારાજાના શ્વાસથી પણ દુભાઇ ગયેલા મને આપ ઠેઠ ધર્મઘોષાચાર્યની દેશના ભૂમિ સુધી લઇ ગયા. / ૪૦ || તેથી આજે “મારી બીજો કોઇ રાજા માલિક છે.' આવી બાતમીથી દુભાયેલા આપ જો મોહરાજા તરફ સર્વ લશ્કર સાથે ચેડાઇ કરવાની ઇચ્છાવાળા હો, // ૪૧ | તો વીર પુરુષોને પ્રિય મારે મન તો આ મોટો ઉત્સવ થશે. મારા પર આપ ૬િ સ્વામીની કૃપાનું ખૂબ જ ઋણ છે. તે હવે મારે વ્યાજસહિત આપી દેવાનું થશે. || ૪૨ // ઓ પ્રબુદ્ધ રાજન્ ! આપ મને વિકારયુક્ત કે વૈક્રિય દેહ ગણશો નહિ. બહુ ખાનાર કે આહારક દેહ પણ માનશો નહિ. પરંતુ માત્રાથી વધુ ખૂબ જ કામ કરનાર કે મોક્ષ પુરુષાર્થને સાધી આપનાર ભદ્રા માતાથી પોષણ પામેલું, પેટમાં પેદા થયેલું ઔદારિક શરીર જાણજો . | ૪૩ || તો હું કષ્ટને સહન કરીશ. નાખેલા ભારનું વહન કરીશ. આપના હુકમપૂર્વક ચાલીશ. આપને અપકીર્તિમાં નહિ પાડું. આપના સમસ્ત પ્રયોજનની સિદ્ધિ માટે-સર્વાર્થસિદ્ધ વિમાનની પ્રાપ્તિ માટે હું તે રીતે પ્રયત્ન કરીશ, જેથી આપ અહમિન્દ્રપણું (જયાં કોઇ સ્વામી ન હોય તેવા દેવલોકની અવસ્થા-કલ્પાતીતપણું) મેળવશો અને આપણા બંનેના (મન-શરીરના) સ્વામી શાલિભદ્ર કોઇ વ્યથા પ્રાપ્ત નહિ કરે. || ૪૪ || ૪૫ // દેહનો ઘોડો અને મનનો ઘોડેસવાર-બંનેની આવી મૈત્રી જોઇને શાલિભદ્ર આશ્વીન (એક દિવસમાં ઘોડાથી ચાલી શકાય તેવો માર્ગ) તુલ્ય સંસારને આજકાલમાં થનારો વિજય મહોત્સવ માનવા લાગ્યો. (એટલે કે દેહનો ઘોડો અને મનનો અસવાર મને હમણાં જ સંસારમાર્ગથી પાર ઉતારી દેશે.) || ૪૬ // ARRARAUAYA8A82828282828282888 || ૪૪૨ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy