SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 82828282 8282828282828282828282828282 મહેલ અને અગાશીમાં રહેવા મળે છે. પરંતુ “આ મારું છે' એવી અધિકારની ભાવના-સત્તાની ભૂખ જ રાજાઓને પણ સુખ આપનારી છે ! આમ હોવા છતાં પણ જો લક્ષ્મી બીજા કોઇ માલિકથી દબાયેલી હોય તો ગજબ થયો ! આંખ તો નીરોગી છે, પણ માત્ર કીકી જ ઢંકાયેલી (બગડેલી) છે ! || ૫ || ૬ || 9 || જેમ બીજાઓથી સુંઘાયેલી ફૂલની માળાઓ દેવોને ચડાવવા કામ લાગતી નથી, તેમ મનસ્વી (સ્વાભિમાની) પુરુષોને પ્રખ્યાતિયુક્ત સંપત્તિ પણ પરાધીન હોય તો કામ લાગતી નથી. || ૮ || ઉત્તમ પુરુષો બીજાએ સ્વીકારેલું ભક્ષ્ય ઇચ્છતા નથી, પરંતુ પોતાના સ્થાનમાં રહી બીજા પર દ્વેષ કરનાર કૂતરા જેવા માણસો તો લડાઇ કરીને પણ તે લે છે. ગૌણાર્થ : બીજાએ કરેલો શિકાર સિહો કદી ઇચ્છતા નથી, જયારે ગોઠ (ગાયને રહેવાનું સ્થાન)માં રહેલા કૂતરાઓ તો લડાઇ કરીને પણ તે લઇ લે છે. || ૯ ||. એક દિવસ વપરાયેલું સોનું પણ જો નિર્માલ્ય ગણાય તો ખરેખર આ મારી બધી સંપત્તિ પણ નિર્માલ્ય ગણાવી જોઇએ, કારણ કે એ પણ મહાદેવ જેવા શ્રેણિકની નિર્માલ્ય છે. (કારણ કે એ માલિક છે ને ?) || ૧૦ ||. તો જીતવાની ઇચ્છાવાળાની જેમ મોહ શત્રુને જીતવાની ઇચ્છાવાળો વિકસિત બુદ્ધિવાળો હું, મારા પુણ્યની તિજોરી સંસારના ભોગો પાસે નહિ રાખું, કારણ કે તેઓ બંને બાજુની ચેતનાવાળા-મારી પાસે અને મોહ શત્રુ પાસે કામ કરનારા છે. (ફૂટેલા માણસને તિજોરી કોણ સોપે ?) || ૧૧ | 8A%A88888A YAUAAAAAAAA રૂ૭ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy