SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ગૌણાર્થ : અમે તો ઘોડાને પ્રિય જવ છીએ. સ્થાનભ્રષ્ટ થયેલા અમે દળવા વગેરેનાં દુ:ખો સહન કરીએ છીએ, પરંતુ સર્વ ધાન્યોમાં ચોખો કદી ખંડાતો નથી. || ૧૬૬ //. ના... ના... ખોટી વાત નથી. પ્રશસ્ત લક્ષ્મીપતિઓમાં શિરોમણિ આ શાલિભદ્ર જ છે, જેના પુણ્યની સ્પૃહા મારા જેવા રાજાઓ પણ કરે છે. ગૌણાર્થ : ના... ના.. ખોટી વાત નથી. ધાન્ય-લક્ષ્મીઓમાં શિરોમણિ આ ચોખો જ છે, જેના પવિત્ર કણની ઇચ્છા પોપટરાજ પણ કરે છે. જે ૧૬૭ // તેથી, જેમ જિનમૂર્તિનાં દર્શનથી કૃતાર્થતા થાય, તેમ શાલિભદ્રનાં અણધાર્યા દર્શનથી મારી પણ કૃતાર્થતા થઇ-એમ હું માનું છું. // ૧૬૮ / હવે આ પ્રમાણે ભદ્રાએ, કલ્પવૃક્ષનાં મધુર ફળોથી, અમૃતના મિશ્રણ સમા દેવનિર્મિત ભોજનોથી, અગ્નિથી પાકેલાં, ધુમાડાથી પાકેલાં, સૂર્યથી પાકેલાં અને સૂર્ય-અગ્નિથી પાકેલાં ભોજનોથી, નવા દિવ્ય અલંકારોથી, માળાઓથી, ગોશીર્ષ ચંદનથી તેમજ વસ્ત્રોથી, શહેરમાં આવેલા મારવાડી ગામડીયાની જેમ આશ્ચર્ય અનુભવતા વિસ્મિત થયેલા રાજાને પરિવાર સહિત સંતોષ આપ્યો. // ૧૬૯ || ૧૭૦ || ૧૭૧ // શ્રેણિકનું સ્વસ્થાનમાં ગમન : ઉન્નત આનંદની રચનાની નદીના પૂરની ગરિમામાં જેનું હૃદય તરી રહ્યું હતું, તે મગધસમ્રાટ શ્રીશ્રેણિક મહારાજા , પછી તરત જ પર્વતના શિખર જેવા, પોતાના ઊંચા મહેલમાં પહોંચ્યા. / ૧૭૨ / 828282828282828282828282828282828482
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy