SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 જાં ગુલી મંત્રના પદ જેવી પડી ગયેલી સોનાની વીંટીથી રાજા વિષાદ પામ્યો. ગૌણાર્થ : પ્રધાન અક્ષરોથી ભરેલું જાંગુલી મંત્રનું પદ ભુલાઈ જતાં ગાડિક વિષાદ પામ્યો. || ૧૫૩ // વીંટી પડી જવાથી બિચારા જેવા બની ગયેલા, બેચેન રાજાને જોઇ, જાગૃત બુદ્ધિવાળી ભદ્રાએ દાસીને આદેશ આપ્યો. || ૧૫૪ || ભદ્રાની આજ્ઞાથી દાસીએ યંત્રપ્રયોગથી કૂવાનું પાણી ખેંચી કાઢ્યું ત્યારે રાજાએ પ્રયાસ વિના કૂવાની અંદર વીંટી જોઇ. || ૧૫૫ / શહેરીઓમાં ગામડિયો, બહાદૂરોમાં ડરપોક, શ્રીમંતોમાં ગરીબ, વિદ્વાનોમાં મૂરખ-ઝાંખા લાગે, તેમ કૂવામાં રહેલા બીજા અલંકારોમાં તે વીંટી રાજાને ઝાંખી લાગી. || ૧૫૬ // પર્વત સમા રાજા પર જે (વીંટી) કાંતિરૂપી પાણીનું વહન કરનારી નદી હતી, તે વીંટી શાલિભદ્રના આ અલંકારના દરિયામાં તરંગનો દરજજો પણ મેળવી શકી નહિ. // ૧૫૭ || રાજાએ દાસીને પૂછ્યું : આ અલંકારોનો ગંજ શા માટે છે ? તે બોલી : જગતમાં આશ્ચર્યકારક સાચી વાત સાંભળો. || ૧૫૮ || રાવણને જેમ દેવો દાસ બન્યા. રામચંદ્રજીને જેમ દરિયો જમીન બન્યો, નળરાજાને જેમ સૂર્ય રસોઇઓ થયો, બલિરાજાને જેમ વિષ્ણુ યાચક થયા, એ પ્રમાણે હે રાજન્ ! મારા સ્વામીને સોનું પણ નિર્માલ્ય થાય છે, જે ચક્રવર્તી અને ઇન્દ્રોમાં પણ દુર્ઘટ છે. || ૧૫૯ // ૧૬૦ || 8A%A88888A YAUAAAAAAAA | ૪ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy