SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282 દેવતાઈ આભૂષણો આપ્યા, જાણે શાલિભદ્રના ભાગ્યરૂપી સૂર્યના ચમકતા કિરણો આપ્યા ! જાણે ચંદ્રના કિરણોથી વણેલાં નિર્દોષ દેવતાઇ વસ્ત્રો આપ્યા. ગોશીષ ચંદનના વિલેપનો આપ્યા. કલ્પવૃક્ષના ફૂલોની માળા આપી. જાણે અત્યંત ખુશ થયેલા ત્રાયન્નિશ દેવોએ મોકલેલા ચાર પ્રકારના ૩૩ અલંકારો આપ્યા. // ૮૪ || ૮૫ || ૮૬ // ૮૭ . જયાં સુધી પુત્રની માતા જીવતી હોય છે, ત્યાં સુધી ભાગ્યે જ કોઇ પિતા પુત્રના કાર્યો કરનારો હોય છે. કારણ કે તેને પરમાર્થથી પત્ની જ પ્રિય હોય છે, પણ પુત્ર નહિ. || ૮૮ || સામાન્ય લોકોમાં દીકરાને પરણાવી બાપ સુખે સૂઈ જાય છે. એમના મનમાં લોકલજજા જ કારણ હોય છે. પણ પુત્ર પર પ્રેમ નથી હોતો. || ૮૯ || કોઇક બાપ સંપત્તિનો ભાગ વહેંચાય ત્યાં સુધી પ્રેમાળ હોય છે. પછી તો જુદા થયેલા પુત્ર વિષે બાપ જે બોલે છે તે આપણાથી તો) બોલી પણ ન શકાય. || ૯૦ || કોઈ વિરલ જ સરલ પુણ્યવાન પિતા હોય છે, જે ધર્મની જેમ જીવનપર્યત પુત્રના કાર્યોનો પોષક હોય છે. || ૯૧ //. નીતિના ધન સરખા પુત્ર માટે, કામથી નહિ કંપેલા કોઇક પિતા હોય છે, જે અનીતિ સરખી બીજી પ્રિયાને પરણતા નથી. // ૯૨ // કોઇક પિતા, પુત્ર માટે પોતાના પ્રાણોને તણખલાની જેમ છોડી દે છે. જેમ રામના વિરહમાં દશરથ રાજાએ પ્રાણ છોડી દીધા હતા. (લૌકિક રામાયણની અપેક્ષાએ આ વાત સમજવી.) | ૯૩ // 8A%A88888A YAUAAAAAAAA / ૬૬i
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy