SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૧ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 વાગેલો એક કાંટો પણ મોટે ભાગે ધર્મરંગમાં ભંગ પાડે છે, પરંતુ સંગમને તો પ્રાણનો સંશય પણ ધર્મનો ભાવ તોડી શક્યો નહીં. || ૧૩૯ // મૃત્યુ-સમયે સંગમની વિચારણા : ધીરોમાં અગ્રેસર, સુપાત્ર-દાનના બળથી નિર્મળ સંગમ વિચારવા લાગ્યો : અવશ્યભાવિ મૃત્યુથી તત્ત્વજ્ઞોને ભય શાનો ? || ૧૪૦ || જેની પાસે ભાથું નથી હોતું તે મુસાફર માર્ગમાં દુઃખી બને છે. મારી પાસે તો સુપાત્રદાન દ્વારા મજબૂત ભાથું છે. હવે ચિંતા શી ? || ૧૪૧ //. કામળીનો કટકો પહેરનાર હું ! સાચે જ કોઇ ભાગ્યથી મને પાત્ર-દાનનું મહાપુણ્ય મળ્યું ! ખરેખર મારે તો કપૂરથી મોટું પુરાયું. || ૧૪૨ // સર્વ લોકોથી બહિષ્કૃત થયેલો, પશુનો દાસ પશુ જેવો હું સંગમ ક્યાં ? અને પ્રાજ્ઞ પુરુષોમાં પ્રધાન (દેવોના રાજા) ઇન્દ્ર શા તે મુનિ - ભગવંત ક્યાં ? || ૧૪૩ || ક્યાં હું સર્વ વસ્તુથી ખાલી સંગમ ? અને ક્યાં તે ચિત્ત-વિત્ત અને પાત્રથી સંપૂર્ણ ધર્મ-સામગ્રી ? ખરેખર આ તો ઘાસની ઝૂંપડી પર વિશાળ આગાશી આવી પહોંચી. || ૧૪૪ || મને પારકું અન્ન ખાનારો બનાવી માતાએ પરમાન્ન (ખીર) બનાવ્યું, પરંતુ મેં મારા કાર્યો કરીને તેને પરમાર્થાન્ન (પરલોકનું ભાથું) બનાવ્યું. / ૧૪૫ // 8A%A88888A YAUAAAAAAAA // રૂ ? |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy