SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૧ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 દાન પછી માતાની પાસે સંગમે જે મૌન સેવ્યું ત્યારે જ ખરેખર “મૌનું સર્વાર્થસાધકમ્’ એ લોકપ્રસિદ્ધ સૂત્ર સત્ય બન્યું એમ હું માનું છું. || ૧૩૧ // સંગમની તે સરળતા ! તે ઉત્કૃષ્ટ ભાવના ! કલિયુગમાં માણસોને ભલે દુર્લભ હોય, પરંતુ દાન આપ્યા પછી જે તેનું મૌન હતું, એ પણ આજે દુષ્કર છે. || ૧૩૨ //. તેના આવા મહાદાનમાં પણ દેવોએ જે સોનૈયા ન વરસાવ્યા તે તો આવતા ભવમાં વધુ આપવા માટે વિલંબ કર્યો હતો. || ૧૩૩ // મોહરાજાએ વિચાર્યું હશે : આની પાસે કોઈ ધર્મનું સ્થાન નથી. નિર્મળ કુળ નથી, કોઈનો ઉપદેશ નથી. પુણ્યનો લેશ નથી. ધનનો કે બુદ્ધિનો ખજાનો નથી-(આ બાપડો શું કરવાનો છે ?) આમ અસાવધાન રહેલા મોહરાજાથી ઉપેક્ષિત થયેલા તે સંગમે કર્મવિવર પામીને પોતાનું કામ કરી લીધું-એમ હું માનું છું. // ૧૩૪ / ૧૩૫ // ખીરનો આપનારો આ ‘દાનવીર’ ખવાયેલી ખીરને તો તણખલા જેવી નથી ગણતો-આમ અતિક્રોધથી પેટમાં રહેલી નહિ પચેલી ખીરે જાણે બળવો કર્યો. (વિકાર પામી) . || ૧૩૬ / સંગમને પેટનો રોગ થયો : હવે તેને ગૂઢ વિશૂચિકા (પેટનો રોગ) થઇ. તે પુણ્યરૂપ તિજોરીની ચાવી સમી અને ગુણ (દોરા)ના યોગની સૂચક (સોય) હતી, પરંતુ દોષની સૂચક નહોતી. || ૧૩૭ || મા ન હોવા છતાં ઘણું કરીને દુ:ખી બાળક ‘વોય મા !' એમ બોલી માને યાદ કરે છે. પરંતુ તેને તો મુનિધ્યાનના પ્રભાવથી નજીકમાં રહેલી મા પણ ભુલાઇ ગઇ. // ૧૩૮ || 828282828282828282828282828282828282 // રૂ૬૦ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy