SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ લેશ્યાની આલિ, તે બગપંક્તિ બની રે II તે∞ II શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગુણ મુનિ રે | વ૦ ॥ ચઉગતિ મારગ બંધ, ભવિક નિજ ઘર રહ્યા રે | ભ૦ ॥ ચેતન સમતા સંગ, રંગમેં ઉમહ્યાં રે | ૨૦ | ૩ || જિનભક્તિરૂપ વરસાદ વરસે છે, ત્યારે શુભ-પ્રશસ્ત લેશ્યા રૂપ બગલાની પંક્તિ રચાય છે, મુનિરૂપ હંસ ધ્યાનારૂઢ થઇને ઉપશમ અથવા ક્ષપક શ્રેણીરૂપ સરોવરમાં જઇને વાસ કરે છે, ચાર ગતિ રૂપ માર્ગો (ચાલતાં) બંધ થઇ જાય છે, તેથી ભવ્ય આત્માઓ પોતાના આત્મ મંદિરમાં રહે છે અને ચેતન પોતાની સમતા સખી સાથે રંગમાં આવીને આનંદપૂર્વક રમણ કરે છે. સમ્યગ્દષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે ॥ તિ II દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે ॥ ૫૦ ॥ પ્રભુગુણનો ઉપદેશ, તે જલધારા વહી રે || તે॰ ધર્મરુચિ ચિત્ત ભૂમિ, માંહે નિશ્ચલ રહી રે || માં૦ || ૪ || જિનભક્તિરૂપ વર્ષો વેળાએ, જિનેશ્વર પ્રભુનું અદ્ભુત - અનુપમ રૂપ જોઇને સમ્યગ્દૃષ્ટિરૂપ મોર અત્યંત હર્ષિત બની જાય છે. તેમ જ જિનગુણ સ્તુતિરૂપ મેઘની જલધારા વહેવા માંડે છે અને તે તત્ત્વરુચિ જીવોની ચિત્ત-ભૂમિમાં સ્થિર થઇ જાય છે. ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે || ક૦ || અનુભવરસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે II સ૦ I. અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતા રે । તૃo II વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે II તે૦ | ૫ || જિનભક્તિરૂપ જલધારા પ્રવાહિત બને છે, ત્યારે તત્ત્વરમણ કરનારા શ્રમણ સમૂહરૂપ ચાતક પારણું કરે છે. એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે તત્ત્વ સ્વરૂપે પોતાના અનુભવની પિપાસા થઇ હતી, તે પિપાસા જિનભક્તિના યોગે આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનરૂપે અનુભવરસનું આસ્વાદન કરીને કંઇક શાંત થાય છે. ખરેખર ! તત્ત્વપિપાસાના શમનરૂપ આ પારણું એ સર્વ સાંસારિક વિભાવરૂપ દુઃખનું વારણ - નિવારણ કરે છે. પ્રેમ તો પરમતત્ત્વની ઉપાસના * ૧૨૮ વો જેમ વર્ષાકાળમાં તૃણ-લીલું ઘાસ ઊગે છે, તેમ અહીં અશુભ આચારનું નિવારણ થયું એ તૃણ - અંકુર ફૂટવા બરાબર છે અને વર્ષાકાળે ખેડૂત જમીનમાં બીજ વાવે છે, તેમ અહીં સમ્યગ્દષ્ટિ જીવમાં વિરતિના પરિણામરૂપ બીજની પૂર્તિ-વાવણી થાય છે. પંચમહાવ્રત ધાન્ય તણાં કર્ષણ વધ્યાં રે || ત∞ || સાધ્યભાવ નિજ થાપી, સાધનતાયે સધ્યાં રે || સા૦ ॥ ક્ષાયિક રિસન જ્ઞાન, ચરણ ગુણ ઊપના રે ॥ ૨૦ ॥ આદિક બહુ ગુણ સસ્ય, આતમઘર નીપનારે ॥ આ૦ || ૬ | વર્ષાકાળે વાવેલાં બીજ જેમ ઊગીને વધે છે, તેમ અહીં જિનભક્તિરૂપ જળધારાના પ્રભાવે પાંચ મહાવ્રતરૂપી ધાન્યનાં કરશણ (કણસલાં) વધવા લાગે છે અને તે શુદ્ધાત્મ-સ્વરૂપની પૂર્ણતારૂપ સાધ્યને સિદ્ધ કરવાનાં સાધન બની જાય છે, તેથી ક્ષાયિક સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રાદિ અનંત-ગુણરૂપી ધાન્ય આત્મમંદિરમાં પ્રગટ થાય છે. પ્રભુ દરિસણ મહામેહ, તણે પ્રવેશમેં રે II તo || પરમાનંદ સુભિક્ષ‚ થયો મુઝ દેશમેં રે II થ૦ II દેવચંદ્ર જિનચંદ્ર, તણો અનુભવ કરો રે II તo || આદિ અનંતો કાલ, આતમ સુખ અનુસરો રે | આ૦ || ૭ || જિનદર્શનરૂપ મહામેઘના આગમનથી અસંખ્યાત પ્રદેશરૂપ મારા આત્માના દેશમાં પરમાનંદરૂપ સુભિક્ષ - સુકાળથયો છે, માટે હે ભવ્યાત્માઓ ! તમે સર્વ દેવોમાં ચંદ્ર સમાન ઉદ્ભવલ એવા શ્રી જિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણોનો આદર-બહુમાનપૂર્વક અનુભવ કરો, તો તે અનુભવ જ્ઞાનના પ્રભાવે તમો સાદિઅનંતકાળ સુધી આત્માના અક્ષય, અનંત, અવ્યાબાધ સુખનો અનુભવ કરી શકશો. એકવીસમા સ્તવનનો સાર : પ્રસ્તુત સ્તવનમાં સ્તવનકાર મહાત્માએ કેવી કમાલ કરી છે ! પ્રભુસેવા-જિનભક્તિને વર્ષાઋતુ સાથે સરખાવી તેની મહાનતા અને મંગલમયતાનું વાસ્તવિક વર્ણન કર્યું છે. વર્ષાઋતુમાં મેઘરાજાની પધરામણી થાય છે ત્યારે લોકો હર્ષમાં આવી જઇને નાચવા લાગે છે, કોઇને દુષ્કાળનો ભય રહેતો નથી. મોટાં પરમતત્ત્વની ઉપાસના * ૧૨૯ !!!
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy