SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષની રુચિ ઉત્પન્ન કરવા માટે, જગતના ઇશ – જગતના નાથ અને દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ, એવા શ્રી જિનેશ્વર પરમાત્માનાં વંદન, નમન, સેવન, પૂજન, સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવા જોઇએ, જેથી આત્મામાં રહેલા સંપૂર્ણ સુખનો તથા અનંત ગુણનો નિધાન પ્રગટ થાય છે. જ વીસમા સ્તવનનો સાર : પૂર્વના સ્તવનમાં વર્ણવેલા પકારકનાં સ્વરૂપનું અહીં લક્ષણ બતાવવા દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. તેમ જ પુષ્ટ અને અપુષ્ટ નિમિત્ત કારણનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે. શ્રી અરિહંત પરમાત્મા એ મોક્ષના પુષ્ટ નિમિત્ત છે, તેમનાં દર્શનપૂજન, વંદન અને સેવા વિના મોક્ષની રુચિ પ્રગટતી નથી, અને મોક્ષની અભિલાષા જાગ્રત થયા વિના મોક્ષરૂપ કાર્ય થઇ શકતું નથી. તે માટે ભવ્યાત્માઓએ પરમાત્માને વંદન - બે હાથ જોડવા, નમન - મસ્તક નમાવવું, સેવના – આજ્ઞા માનવી, પૂજના - પુષ્પાદિથી પૂજા કરવી, સ્મરણ - તેમના ગુણોને સંભારવા, સ્તવન – વાણી દ્વારા તેમના ગુણો ગાવા, ધ્યાન - પ્રભુનાં ગુણોમાં ચિત્તને એકાગ્ર કરવું જોઇએ. જેથી પૂર્ણાનંદમય શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. શ્રી જિનેશ્વર પરમાત્માની સેવા-ભક્તિનું આ જ મહાન ફળ છે. (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન (પીઠીલારી પાલ, ઊભા હોય રાજવી રે... એ દેશી). શ્રીનમિ જિનવર સેવ, ઘનાઘન ઊનમ્યો ૨. | ઘ0 || દીઠાં મિથ્યા રોરવ, ભવિક ચિત્તથી ગમ્યો . // ભo | શુચિ આચરણા રીતિ તે, અભ્ર વધે વડાં રે / અO | આત્મપરિણતિ શુદ્ધ, તે વીજ ઝબૂકડા રે II તેo || 1 || શ્રી નમિ જિનેશ્વરની સેવા રૂપ મેઘ ઘટા ચડી આવે છે ત્યારે તેને જોઇને ભવિ જીવોનાં હૃદયમાંથી મિથ્યાત્વ-અવિદ્યા રૂપ દુભિક્ષદુષ્કાળનો ભય ભાગી જાય છે. તથા અવિધિ-આશાતનાદિ દોષ રહિત અને વિધિપૂર્વકની પવિત્ર આચરણા રૂપ મહાન મેઘ (વાદળાં) વૃદ્ધિ પામે છે. તેમ જ આત્મપરિણતિની શુદ્ધિ રૂપ વીજળીના ઝબકારા થાય છે. વાજે વાયુ સુવાયુ, તે પાવન ભાવના રે // તેo || ઈન્દ્રધનુષ ત્રિમયોગ, તે ભક્તિ એક મના રે II તેo . નિર્મળ પ્રભુ સ્તવઘોષ, ધ્વનિ ઘન ગર્જના રે // ધ્વO || તૃષ્ણા ગ્રીષ્મકાળ, તાપની તર્જના રે || તાળ | ૨ | વરસાદ સમયે અનુકૂળ પવન હોય છે, તેમ અહીં – જિનભક્તિમાં પવિત્ર ભાવનારૂપ વાયુ ચાલે છે. વર્ષાઋતુમાં ત્રણ રેખાયુક્ત ઇંદ્રધનુષ હોય છે, તેમ અહીં મન, વચન કાયાના ત્રણ યોગોની એકાગ્રતા હોય છે. વરસાદ સમયે ગર્જનાનો ધ્વનિ હોય છે; તેમ અહીં પ્રભુગુણસવનાનો ધ્વનિ હોય છે, વરસાદથી ગ્રીષ્મઋતુનો તાપ શમી જાય છે, તેમ અહીં જિનભક્તિથી તૃષ્ણાનો આંતરિક તાપ શમી જાય છે. જિક, શક, કઈક કa e Bક પરમતત્વની ઉપાસના * ૧૨૭ ક.ક. જો કે, ક્યાંથી મળે ? સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું વષાનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુના વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌગલિક પદાર્થોમાં આસક્ત છે, તેને આ વચન ક્યાંથી શીતળતા આપે ? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે ? ક.we le le ja.pક પરમતત્ત્વની ઉપાસના * ૧૨૬ ક. ek ja #l #ક #l,
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy