SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યા જવાથી એનું કુટુંબ નિરાધાર બની ગયું છે, એવા સમાચાર મળતાં પૂજયશ્રીની પ્રેરણાથી સારી એવી રકમ એના કુટુંબને આપવામાં આવી હતી. પૂજયશ્રીનું હૃદય હંમેશ કરૂણાથી ભર્યું ભર્યું રહેતું. આવા પ્રસંગે એ કરુણા સક્રિય બની જતી. (આ વર્ષે સિંહસ્થ ગુરુ હોવાથી કોઇ દીક્ષા-પ્રતિષ્ઠા વિગેરે કાર્યો થયાં નહોતાં.) આ વર્ષે પાલીતાણામાં આધોઇ સંઘ તરફથી ચાતુર્માસ હતું. માલશી મેઘજી, હીરજી પ્રેમજી, હરખચંદ વાઘજી વગેરે મુખ્ય દાતાઓ હતા. આ ચાતુર્માસમાં ૮00 આરાધકો તથા ૨૦૦થી વધુ સાધ્વીજીઓ હતા. પ્રવચનમાં સૂયગડંગ સૂત્ર રહેલું. વાચનામાં ઉત્તરાધ્યયન દશવૈકાલિક વગેરે ના વિનય વિષયક અધ્યયનો હતાં. આ અરસામાં પૂજ્યશ્રીએ વિનય વિષયક આગમાદિના પાઠો એકત્રિત કર્યા હતા. તેના પર પુસ્તક પણ લખવાની ભાવના હતી, પણ સંયોગવશાત્ એ કાર્ય થઇ શક્યું નહિ. ચાતુર્માસ દરમ્યાન પૂજયશ્રી આગમપ્રજ્ઞ પૂ.આ. શ્રી વિજય માનતુંગસૂરિજી પાસે (સાંડેરાવ ભવન) ભગવતી સૂત્રનું વાંચન કરવા જતા. વિ.સં. ૨૦૩૭, ઇ.સ. ૧૯૮૦-૮૧, પાલીતાણા, ચાતુર્માસમાં દિવાળી પછી ત્રિદિવસીય અર્ધપૂજન રહેલું ત્યારે પૂજ્યશ્રીની પ્રેરણાથી સાધર્મિકો માટે સારી એવી ટીપ થયેલી. હરખચંદભાઇ વાઘજી (આધોઈ) તરફથી તથા અન્ય તરફથી ૯૯ યાત્રા પૂજયશ્રીની નિશ્રામાં થઈ. કા.વદ-૨ થી ઉપધાન તપ પણ શરૂ થયા. પોષ સુદ-૧૨ ના માળ થઇ. કા.વદ-૧૨ થી સર્વોદય સોસાયટીના નવનિર્મિત જિનાલયમાં અંજનશલાકા પ્રતિષ્ઠાથે મહોત્સવ શરૂ થયો. માગ.સુદ-૬ ના અંજનશલાકા પ્રતિષ્ઠા થઇ. પોષ સુદ-૬ ના સા. નિત્યાનંદાશ્રીજીનું ૧00 ઓળીનું પારણું થયું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૮૪ દીક્ષાઓ : પોષ વદ-૫, પાલીતાણા, મુનિશ્રી હેમચન્દ્રવિજયજી (હસમુખભાઇ, બકુત્રા). સા. દેઢશક્તિશ્રીજી (પન્નાબેન, અમદાવાદ), સા. જયનંદિતાશ્રીજી (ચેતનાબેન, લાકડીઆ), સા. ચરણગુણાશ્રીજી (લીલાવતીબેન, જવાહરનગર), સા. તત્ત્વદર્શનાશ્રીજી (તબેન, મુંબઈ), સા. જયદર્શિતાશ્રીજી (વસુમતીબેન, પલાંસવા) આ દિવસોમાં પૂ. મહાબલવિ., પૂ. પુણ્યપાલવિ. (પછીથી આચાર્ય) આદિને રાત્રે પૂજ્યશ્રી આનંદઘનજીના સ્તવનોના અર્થો સમજાવતા હતા. મહા સુદ-૫ થી મહા વદ-૬, અમદાવાદ, આ વખતે વિદ્યાશાળામાં પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિજી આદિ, જ્ઞાનમંદિરમાં પૂ.આ.શ્રી વિ. રામચન્દ્રસૂરિજી આદિ અનેક મહાત્માઓને મળવાનું થયું. અનેક વિષયો પર ચર્ચા ચાલી. અમદાવાદમાં ત્યારે તોફાનો ચાલુ હતાં. આથી પૂ. રામચન્દ્રસૂરિજીની નિશ્રામાં નીકળનાર શંખેશ્વરનો છ'રી પાલક સંઘ બંધ રહ્યો હતો. મહા વદ-૯-૧૦, કડી-ભોયણી : અહીં વિહારમાં બે દિવસ પૂ. રામચંદ્રસૂરિજી સાથે રહેવાનું થયું હતું. કડીમાં કવિરત્ન પૂ. પદ્મવિ.એ (પૂ. લબ્ધિસૂરિજીના) પૂ. રામચન્દ્રસૂરિજીને સ્વરચિત સ્તુતિઓ સમર્પિત કરી હતી. મહા વદ-૧૪ થી ફા.સુ.૭, શંખેશ્વર, અહીં ફા.સુદ-૪ ના આઠ દીક્ષાઓ તથા પાંચ વડી દીક્ષાઓ હતી : સા. મિતપૂર્ણાશ્રીજી (અમિતાબેન, રાધનપુર), સા. સંવેગપૂર્ણાશ્રીજી (રતનબેન, મનફરા), સા. જીતકલ્પાશ્રીજી (મીનાબેન, મુંબઈ), સા. મોક્ષદર્શિતાશ્રીજી (મયૂરીબેન, મુંબઈ), સા. સમ્યગુરત્નાશ્રીજી (સુરેખાબેન, મુંબઇ), સા. અમીગિરાશ્રીજી (લલિતાબેન, વાંઢીયા), સા. વિશ્વનંદિતાશ્રીજી (શાંતાબેન, આધોઈ), સા. નયપધાશ્રીજી (મંજુલાબેન, રાપર).. આ દીક્ષા પ્રસંગે વડીલ તરીકે પૂ.આ.શ્રી વિ. રામચન્દ્રસૂરિજી હતા, પણ સમુદાયની પરંપરા પ્રમાણે મુમુક્ષુઓને ઓઘો પૂજ્યશ્રીએ આપ્યો હતો. કચ્છ વાગડના કર્ણધારો + ૧૮૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy