SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ બહેન, માસી, માસા - આ બધાંની સાથે કઇ રીતે વ્યવહાર કરવો એ આ જ ગતિમાં શીખવા મળે છે. માનવ ગતિ એટલે વિદ્યાશાળા. અહીં આના પાઠ ભણાવવામાં આવે છે. જે એ પાઠ બરાબર ભણી લે તેને કર્મસત્તા ઊંચે લઇ જાય છે, નાપાસ થનારને પાછળ ધકેલે છે.” પોતે મોટા હોવા છતાં પૂજ્યશ્રીની પ્રશંસા કરવામાં જરા પણ અચકાતા નહિ. ચૈત્ર વદ-૪, અમદાવાદ (પાલડી, અમૂલ સોસાયટી), અહીં એક ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે તથા એક પૂ. સાધ્વીજીના સંયમજીવનની અનુમોદનાર્થે જિન-ભક્તિ મહોત્સવ રહ્યો હતો. ચૈત્ર વદ-૬, અમદાવાદ (વિદ્યાશાળા) અહીં જ્ઞાનમંદિર બિરાજમાન પૂ.આ.શ્રી વિજયરામચન્દ્રસૂરિજીને વંદન કરવા ગયા. પાત્રા આસન વગેરે કાંઇ લાવેલા ન હોવા છતાં પૂજ્ય આચાર્યશ્રીએ પ્રેમપૂર્વક અમને બધાને ત્યાં રોક્યા, એકાસણા કરાવ્યા. ચૈત્ર વદ-૭, અમદાવાદ (શાહપુર) અહીંથી લાલભાઇ નામના એક મહાનુભાવે પૂજ્યશ્રીની નિશ્રામાં ભોયણીનો છ’રી પાલક સંઘ કઢાવ્યો હતો. પોતે નોકરી કરતાં કરતાં બચાવેલા નીતિપૂર્વકના શુદ્ધ દ્રવ્યથી આ સંઘ કઢાવ્યો હતો. ચૈત્ર વ.૧૧ ના ભોંયણીમાં આ સંઘ પૂર્ણાહુતિને પામ્યો હતો. વૈ.સુદ-૪, તારંગા તીર્થ, પૂજ્યશ્રીએ આ તીર્થમાં ભાવવિભોર હૃદયે ભક્તિ કરી. પૂજારીએ અમને ઉપરના માળે કેગનાં લાકડાં બતાવ્યાં, આગ સમીપમાં આવતાં અંદરથી પાણી જેવું નીકળતું બતાવ્યું. ૯૦૦ વર્ષ પહેલાં કુમારપાળ મહારાજે આવાં લાકડાં વાપરીને કેવી દીર્ઘદ્રષ્ટિ લગાવી હશે ? ત્યાર પછી પૂજ્યશ્રી તારંગામાં ક્યારેય નથી આવ્યા. વૈ.સુદ-૬, દાંતા, અહીંની પ્રાચીન પ્રતિમાઓ વિષે શ્રાવકોએ કહેલું : આપને ક્યાંય પણ જરૂર હોય તો જણાવો. અમે પ્રતિમાઓ જરૂર મોકલીશું. પૂજ્યશ્રીને એ પ્રતિમાઓ ખૂબ જ ગમી ગયેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૮૨ વૈ.સુદ-૭, કુંભારિયાજી તીર્થ, આ તીર્થે પણ પૂજ્યશ્રી ત્યાર પછી નથી આવ્યા. વૈ.સુદ-૧૩ થી વૈ.વદ-૬, બેડા, પુખરાજજી રાયચંદ પરિવાર તરફથી અહીં ૫૧ છોડના ઉજમણાપૂર્વક ભક્તિ મહોત્સવ હતો. અહીં વૈ.સુદ-૧૪ ના સમાચાર મળ્યા : પૂ. પં.મ. પાટણમાં કાળધર્મ પામ્યા છે. પૂજ્યશ્રીએ દેવવંદન પછી ગદ્ગદ્ હૃદયે ગુણાનુવાદ કર્યા. બેડામાં તે નિમિત્તે મહોત્સવ ગોઠવાયો. વૈ.વદ-૩ ના બેડામાં ગુણાનુવાદ સભા ગોઠવાઇ. સિદ્ધચક્ર-પૂજન પણ રહ્યું. વદ-૪ ના દિવસે વરઘોડો તથા શાંતિસ્નાત્ર પૂજા ગોઠવાયા. પ્રથમ જેઠ સુદ-૮ થી સુદ-૧૪, પાટણ, સુદ-૧૪ ના દિવસે અહીં પૂ.પં.મ.ની પ્રથમ માસિક તિથિએ તેમના ભક્તો તરફથી ગુણાનુવાદ સભા હતી. બધા ભક્તો ગુરુ-વિરહથી દુ:ખી દુ:ખી હતા, કહેતા હતા : હવે આપણું શું થશે ? પૂજ્યશ્રીએ એ સભામાં કહેલું : સાચા ભક્તને કદી વિયોગ પડતો જ નથી. પૂ.પં.મ. ક્યાંય ગયા નથી, એ આપણા હૃદયમાં જ છે. સદા કાળ માટે હૃદયમાં જ રહેશે. તમે શા માટે ચિંતા કરો છો ? પૂજ્યશ્રીનાં આ વાક્યોએ ભક્તોના સંતપ્ત હૃદય પર આશ્વાસનના અમૃતનું કામ કરેલું. અહીં રસ્તામાં પૂજ્યશ્રીએ સાધુઓને ષોડશક વંચાવેલું. દ્વિ.જેઠ સુદ-૪, પાલીતાણા (મહારાષ્ટ્ર ભુવન), મહારાષ્ટ્ર ભુવનમાં પ્રવેશ પહેલાં અમે પાલીતાણા મોટી ટોળીના ઉપાશ્રયે જઇ રહ્યા હતા ત્યારે સામૈયામાં એક ઘટના ઘટી. બેન્ડ વગાડનારાઓમાં પીપૂડી વગાડનારો મુખ્ય મુસ્લિમભાઇ અચાનક જ નીચે ઢળી પડ્યો. અમે સૌ ચોંકી ઊઠ્યા : આ શું થયું ? એના મુખમાંથી ફીણ નીકળી રહ્યાં હતાં. તરત જ એને મોટરમાં લઇ જવામાં આવ્યો. અમને સમાચાર મળ્યા કે એનું મૃત્યુ થઇ ગયું છે. પીપૂડી વગાડતી વખતે જ એને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તરત જ એ મૃત્યુ પામ્યો હતો. એના કચ્છ વાગડના કર્ણધારો ૦ ૧૮૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy