SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તે દિવસે સવારે એક ભાઇ (નામ પ્રાયઃ ચીનુભાઇ)નું મૃત્યુ થયેલું. નાકોડા પછી રેતાળ પ્રદેશ શરૂ થઇ ગયો હતો. રેતીમાં તંબુ લગાવવા ઘણા મુશ્કેલ હોય. રાત્રે ૧૨.૦૦ વાગે અચાનક ભયંકર પવન સાથે વરસાદ પડ્યો. આમ તો ચોમાસામાં વરસાદ ન પડે એવો આ પ્રદેશ હતો, પણ અમારા ‘ભાગ્યે” મહા મહિનામાં પડ્યો. (જો કે, ત્યાંના લોકો ઘણા રાજી થયા અને માનવા લાગ્યા કે આવા સંઘના પવિત્ર પદાર્પણથી મેઘરાજા રીઝુયા. નહિ તો અહીં વરસાદ ક્યાં ? પણ અમારી હાલત ભૂંડી થઇ ગઇ.) અમે તો તંબુમાં સૂતેલા હતા. અચાનક જ તંબુઓ ધડાધડ પડવા માંડ્યા. અમે સફાળા જાગી ઊઠ્યા. પણ નીકળવું કેમ ? અમારા પર તંબુની ઉપરનું મોટું જાડું કપડું છવાઇ ગયું હતું. અમે આમતેમ સરકવા લાગ્યા. સંઘના ગુરખા વગેરેએ દોરડાં કાપીને અમને બહાર કાઢ્યા. અમારા સંથારા-કપડાં વગેરે ભીંજાઇ ગયા. આમ પણ ઠંડીનો સમય હતો. એમાં પણ મારવાડનો પ્રદેશ અને મધ્યરાત્રિનો સમય ! અધૂરામાં પુરું પવનના સુસવાટા સાથે વરસાદ પડે. અમે સંથારા વગેરે ઉપધિનો વીંટો વાળી બહાર નીકળ્યા. પણ હવે જવું ક્યાં ? પૂજ્યશ્રી તે વખતે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા. કેટલાક મુનિઓએ તેમની જગ્યા પર રહેલો બાંબુ માંડ માંડ પકડી રાખ્યો હતો. કાયોત્સર્ગ પૂર્ણ કરી પૂજયશ્રી પણ બહાર આવ્યા. ચારેબાજુ ભયંકર અંધારું ! શું કરવું ? કોઇને કાંઈ સૂઝે નહિ. આ બાજુ બધા યાત્રિકોના પણ તંબુ પડી જવાથી ચારેબાજુથી શોર-બકોર અને ચીસાચીસનો અવાજ આવતો હતો. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે અહીં ચવા નામનું ગામ છે ખરું, પણ અહીંના ગામ એવાં કે એક કિલોમીટરના અંતરે એક મકાન હોય ! મકાનું તો શું પણ ઝૂંપડું જ સમજોને ! પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૬૬ આખરે કોઈકે કહ્યું કે અહીંથી Olી-વની કિ.મી. દૂર એક સ્કૂલ છે. પૂજયશ્રી સાથે અમે સૌ મધ્યરાતે ત્યાં જવા ઊપડ્યા; વરસાદથી ભીંજાતા, ઠંડીથી ધ્રૂજતા. ત્યાં ગયા પછી ખબર પડી કે સ્કૂલના રૂમમાં છાપરું જ નથી. મારી નાખ્યા ! અમે મનોમન બોલી ઊઠ્યા. માત્ર અધું છાપરું હતું. ત્યાં અમને સૌને સૂવા માટે અર્ધી અર્ધી જગ્યા મળી. અમારા જેવા નાના મુનિઓ જેમતેમ કરીને થોડી વાર સૂઇ ગયા, પણ પૂજ્યશ્રી તો સકલ સંઘના યોગક્ષેમની ચિંતા કરતા જાગતા જ રહ્યા, સાધના કરતા રહ્યા. શ્રાવકો વગેરેએ પ્રવચનના મોટા મંડપમાં રાત વીતાવી. અમે સવારે તૈયાર થઇને વિહાર કરવા નીકળ્યા તો ફરી સવારે વરસાદ ચાલુ ! હવે શું કરવું? પૂજ્યશ્રી સાથે અમે સામુદાયિક ચૈત્યવંદન, ભક્તામર પાઠ વગેરે (રોજ આટલું થયા પછી જ સંઘનું પ્રયાણ થતું) કર્યું, પણ વરસાદ હજુ ચાલુ જ હતો. અમે સૌ નવકારનો જાપ કરતા મંડપમાં બેઠા રહ્યા. સવારે ઠેઠ નવ વાગે વરસાદ બંધ રહ્યો ત્યારે અમે વિહાર શરૂ કર્યો. પણ તે વખતે ફરી આંચકો આપે તેવા સમાચાર મળ્યા : આગળના જે મુકામે સંઘ જવાનો છે, એ મુકામના મંડપો પણ પલળી ગયા છે, માટે સીધા બાડમેર જવું પડશે, જે ૩૦ કિ.મી. થાય. સાંભળતાં જ કેટલાકના મોતિયા મરી ગયા. આવા અણીના સમયે પૂજયશ્રીએ અત્યંત સ્વસ્થતા જાળવી રાખી. સહેજ પણ વિચલિત ન થયા. સૌ સાધુ-સાધ્વીજીઓને આશ્વાસન અને હિંમત આપ્યાં. સંઘના આયોજકોએ ૩૦ કિ.મી. સીધું ચાલી ન શકે તેવા તમામ યાત્રિકો માટે વાહનની સુવિધા કરી. તેઓ વાહનમાં ગયા. કેટલાક હિંમતવાળા અમારી સાથે ચાલ્યા. અમે બપોરે ઠેઠ ૩.૦૦ વાગે બાડમેર પહોંચ્યા. અમારામાંથી કોઇક ચાર કે પાંચ વાગે પણ પહોંચ્યું. ત્યાં જઇને અમે એકાસણા કર્યો. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy