SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત જતાં રસ્તામાં પાલી થોડા દિવસ રોકાયા. ઇતિહાસવેત્તા મુનિ શ્રી જ્ઞાનસુંદરજી ત્યારે ત્યાં હતા. પાલી રોકાણ દરમિયાન પૂ. કંચનવિ.નાં જાહેર પ્રવચનો રહ્યાં, વૈશાખ સુ.૭, રાધનપુર મુકામે પૂ. કનકસૂરિજીના વરદ હસ્તે સૌની વડી દીક્ષા થઇ. ત્યારે કલધૌતવિજયજીનું કમલવિજયજી અને કલાપવિજયજીનું કલાપ્રભવિજયજી રૂપે નામ બદલાવવામાં આવ્યું. વડી દીક્ષાનો આ દિવસ ઉત્તમોત્તમ હતો. ત્યારે શનિ, ગુરુ, સૂર્ય ઉચ્ચના ગ્રહો હતા. ચંદ્ર સ્વગૃહી હતો. તે દિવસે પ્રાયઃ ૩૭ જેટલા પુરુષોની દીક્ષાઓ પણ અન્યત્ર થઇ હતી. કારણ કે આ દિવસ અતિશ્રેષ્ઠ હતો. - વડી દીક્ષા વખતે મુનિ શ્રી કલર્ધાતવિજયજી તથા મુનિ શ્રી કલાપૂર્ણવિજયજીના ગુરુ તરીકે પૂ. મુનિ શ્રી કંચનવિજયજી સ્થાપિત થયા. તે વર્ષનું ચાતુર્માસ આમ પૂ. કનકસૂરિજીની સાથે જ કરવાનું હતું, પણ સંયોગવશાતુ પૂ. ગુરુદેવોની આજ્ઞાથી રાધનપુર થયું. ત્યાં હરગોવિંદ શિક્ષક પાસે કર્મગ્રન્થ આદિનો અભ્યાસ કર્યો. કર્મગ્રંથની પરીક્ષાનું પેપર પૂ. ઓંકારસૂરિજીએ કાઢેલું. તેમાં પૂજયશ્રી પ્રથમ નંબરે આવ્યા હતા. વ્યાખ્યાનનો પ્રારંભ પણ રાધનપુરમાં આ જ વર્ષે ચાતુર્માસમાં થયો. શરૂઆતમાં પાઠશાળામાં વ્યાખ્યાનો આપ્યાં. પર્યુષણમાં ત્રણ દિવસ સંઘમાં વ્યાખ્યાનો આપેલાં. આ ચાતુર્માસમાં પૂ. બાલમુનિ શ્રી કલ્પતરુવિ, સાંતલપુરમાં પૂ. કનકસૂરિજી સાથે રહ્યા હતા. પૂ. બાલમુનિ શ્રી કલાપ્રભવિજયજી રાધનપુરમાં પૂજયશ્રી સાથે રહ્યા હતા. વડીલ તરીકે પૂ. રત્નાકરવિ., દેવવિ., તરુણવિ. વગેરે હતા. સાગરગચ્છના ઉપાશ્રયની બાજુમાં શાન્તિનાથ ભગવાનના દેરાસરના ભોંયરામાં ધર્મનાથ ભગવાન સમક્ષ પૂજયશ્રી ધ્યાન-કાઉસ્સગ્ન વગેરેની સાધના કરતા. વિ.સં. ૨૦૧૨, ઇ.સ. ૧૯૫૬, કચ્છ-વાગડના ચિત્રોડ ગામમાં એક વખત પૂજ્ય કનકસૂરિજીની સાથે પૂજ્યશ્રી હતા. રાત્રે પ્રતિક્રમણ પછી પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૨૨ સંથારા પોરસી ભણાવવાના સમયે બાલમુનિ શ્રી કલ્પતરુવિ. ઊંઘી ગયેલા. પૂ. કનકસૂરિજીએ વારંવાર કહેવા છતાં સંથારા પોરસી ન જ ભણાવી. ગુરુ મહારાજની આવી અવગણનાથી ગુસ્સામાં આવી ગયેલા પૂજયશ્રીએ પુત્ર બાલમુનિને હાથ પકડી દાદરામાં ફેંક્યા. ગબડતા-ગબડતા બાલ મુનિ ઠેઠા નીચે પહોંચ્યા. ઊંઘ ઊડી ગઇ. નીચે પડવાં છતાં ખાસ કાંઇ વાગ્યું નહિ. પુત્ર મુનિએ ગુરુની વાત ન માની માટે પૂજયશ્રીને અહીં ગુસ્સો આવ્યો હતો. પૂજયશ્રીને મન, પુત્ર-પ્રેમ કરતાં ગુરુની આજ્ઞા વધુ મહત્ત્વની હતી. આ પ્રસંગે પૂ. કનકસૂરિજીએ આ રીતે ગુસ્સો કરવાની ના પાડતાં ગુરુઆજ્ઞા તહત્તિ કરી પૂજ્યશ્રીએ આ રીતે જીવનમાં કદી ગુસ્સો કર્યો નથી. આ વાત કહીને પૂજયશ્રી વાચના વગેરેમાં ઘણી વખત “હું કેટલો ગુસ્સાવાળો હતો ?” એ જણાવતા. એવા પણ ગુસ્સાનું નિયંત્રણ થઇ શકે છે, એમ તેઓશ્રી પોતાના અનુભવથી કહેતા. ફતેગઢમાં એક વખત પૂજયશ્રી તિથિના દિવસે ભૂલથી લીલોતરીનું શાક લાવ્યા. વાગડ સમુદાયમાં ૧૨ તિથિ લીલોતરી-ફળ વગેરેનો સંપૂર્ણ ત્યાગ હોય છે. આજે પણ એ ત્યાગ ચાલુ છે. લીલોતરીનું શાક જોતાં પૂજયશ્રીને પૂ. કનકસૂરિજીએ સહેજ ટકોર કરી. આવી જ ભૂલ ત્રીજી વાર થઇ ત્યારે પૂ. કનકસૂરિજીએ ગુસ્સે થઇને કહ્યું : “કેમ ? ભાન નથી પડતી ? ત્રીજી વાર હું આ જોઇ રહ્યો છું. હું... તમે આ જાણી જોઇને જ લાવો છો. ખાવાનો શોખ છે.” પૂજ્યશ્રીએ મૂંગા રહીને પૂ. આચાર્યશ્રીનો ઠપકો સાંભળી લીધો. ત્યાર પછી આવી ભૂલ કદી થઇ નહિ. આ પ્રસંગ યાદ કરીને પૂજયશ્રી વાચના વગેરેમાં ઘણી વાર કહેતા : વડીલો કડક શબ્દોમાં ટોકે નહિ તો આપણી ભૂલ સુધરે નહિ. એમની કડકાઇમાં પણ અંદર કોમળતા છુપાયેલી હોય છે. જે આ કોમળતા જુએ તેને ગુરુની કડક વાત પણ મીઠી જ લાગે. આ વર્ષનું ચાતુર્માસ પૂ.પં. મુક્તિવિજયજી મ.ની પાસે ભણવા માટે લાકડીયા (કચ્છ-વાગડ)માં થયું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૨૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy