SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં ચાતુર્માસ રહેલા ખરતરગચ્છીય મુનિ શ્રી સુખસાગરજીએ પણ એવી જ સલાહ આપી : કોઇ મહાત્માનો પરિચય કરી બાળકોને તૈયાર કરી અભ્યાસ કરીને દીક્ષા લેવી. દીક્ષા લેવા તૈયાર થયેલા સંસરા મિશ્રીમલજીએ વાગડવાળા પૂ. કનકસૂરિજી પાસે દીક્ષા લેવાની પોતાની ભાવના જણાવી, કારણ કે તેમણે વિ.સં. ૧૯૯૬માં ફલોદીમાં ચાતુર્માસ રહેલા પૂ. લબ્ધિસૂરિજી મહારાજ પાસે પૂ. કનકસૂરિજીની પ્રશંસા સાંભળેલી ને ત્યારે જ મનમાં ગાંઠ વાળેલી : દીક્ષા લેવી તો પૂ. કનકસૂરિજી પાસે જ. અક્ષયરાજજી ૬-૮ મહિના રસોડું ખોલીને માધવલાલની ધર્મશાળામાં પાલીતાણા રહ્યા. ૯૯ યાત્રા કરી, સાધુઓનો પરિચય કર્યો, સુપાત્ર દાનનો પણ લાભ લીધો. વિ.સં. ૨૦૦૯, ઇ.સ. ૧૯૫૩, અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. બાપજી મ. (પૂ. સિદ્ધિસૂરિજી મ.) સાથે બિરાજમાન વાત્સલ્યમૂર્તિ પૂ. કનકસૂરિજીને પ્રથમ વખત જોતાં જ અક્ષયરાજજીનું મને આનંદના હિલોળે ચડ્યું. ‘આ જ મારા ગુરુ છે’ એમ મન પોકારી ઊઠયું. એ ચાતુર્માસ અભ્યાસ માટે બાળકો સાથે ત્યાં જ વીતાવ્યું. રતનબેન ભાવનગરમાં પૂ.સા. નિર્મળાશ્રીજી સાથે ચાતુર્માસ રહ્યાં. અમદાવાદમાં જમવા ભોજનશાળાએ જતા. આ ચાતુર્માસમાં આવશ્યક સૂત્રો, પ્રકરણ ગ્રંથો આદિનું અધ્યયન કર્યું. પૂજા કરવા જગવલ્લભ, મહાવીરસ્વામી વગેરે દેરાસરોએ જતા. ધ્યાન માટે જગવલ્લભ પાર્શ્વનાથને ત્યારથી પકડેલા. ભોંયરામાં કાઉસ્સગ્ન કરતા. વિ.સં. ૨૦૧૦, ઇ.સ. ૧૯૫૪, વૈશાખ મહિને ફલોદી મુકામે દીક્ષા નક્કી થતાં પૂ. કનકસૂરિજીને ફલોદી લઇ જવા ભદ્રેશ્વર તીર્થે વિનંતી કરવા અઠ્ઠમના પચ્ચકખાણ પૂર્વક અક્ષયરાજજી આવ્યા, પણ પૂ. કનકસૂરિજીએ અક્ષયરાજજીને સમજાવીને પારણું કરાવ્યું ને “રત્નાકરવિ. તથા કંચનવિ. દીક્ષા માટે ફલોદી પધારશે. હું ફલોદી નહિ આવી શકે.” એમ સમજાવ્યું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૨૦ પૂજયશ્રીની દીક્ષાની પત્રિકા છપાઇ ગઇ, પણ અમદાવાદથી ફલોદી આવતાં રસ્તામાં ગુમ થઇ ગઇ હતી. લાગે છે કે અક્ષયરાજજી ધ્યાનમાં બેસી ગયા હશે ! ઉપકરણોનું પાર્સલ પણ ગુમ થઇ ગયું હતું. એટલે પાલીથી તાત્કાલિક નવાં ઉપકરણો મંગાવવાં પડેલાં. વૈ.સુ.૧૦, ફલોદી મુકામે ભક્તિપ્રેમી પૂ. મુનિશ્રી રત્નાકરવિજયજીના વરદ હસ્તે પાંચ સામૂહિક દીક્ષા થઇ. (પૂ. કંચનવિજયજી પણ સાથે હતા.) - પૂજ્યશ્રીના દીક્ષા-દાતા આ પૂ. રત્નાકરવિજયજી પરમ તપસ્વી અને પરમ પ્રભુ ભક્ત હતા. પોતાની જાત પર તેમનું ખૂબ જ નિયંત્રણ હતું. સ્વાધ્યાયમાં કે જાપમાં ઊંઘ આવી જાય તો જાતે જ પોતાને લાફો મારી દેતા. મિશ્રીમલજી - કલધૌતવિજયજી. એક્ષયરાજજી – કલાપૂર્ણવિજયજી . જ્ઞાનચંદજી - કલાપવિજયજી. આસકરણ - કલ્પતરુવિજયજી. રતનબેન - સુવર્ણપ્રભાશ્રીજી બન્યાં, કલધૌતવિજયજી તથા કલાપૂર્ણવિજયજી બંને પૂ. કનકસૂરિજીના શિષ્ય તરીકે જાહેર થયા. બંને બાલમુનિઓ પિતા મુનિના શિષ્ય બન્યા. સી. સુવર્ણપ્રભાશ્રીજી, સા. સુનંદાશ્રીજીના શિષ્યા બન્યાં. એ વર્ષનું ચાતુર્માસ ફલોદીમાં જ થયું. - પૂજ્યશ્રીએ આ ચાતુર્માસમાં સંસ્કૃત ૧લી બુક ફલોદીના કોઇ શિક્ષક પાસે કરેલી. ત્યારે રોજ ગોડીજી દેરાસરે દર્શનાર્થે જતા. તળાવના કિનારે નેમિનાથ પ્રભુના દર્શનાર્થે દરરોજ જતા, કાઉસ્સગ્ગ આદિ કરતા. સા. સુવર્ણપ્રભાશ્રીજીએ માસક્ષમણ કર્યું. વિ.સં. ૨૦૧૧, ઇ.સ. ૧૯૫૪-૫૫, ફલોદી ચાતુર્માસ પછી માગ.સુ.૫ ના મુનિ શ્રી કલધૌતવિજયજીના સંસારી પુત્ર નથમલજીની દીક્ષા થઇ. નામ પડ્યું : કલહંસવિજયજી. ગુરુ : કલધૌતવિજયજી. કચ્છ વાગડના કર્ણધારો + ૧૨૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy