SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આને સ્મરણયાત્રા ન કહેતાં, ખરેખર તો જીવનયાત્રા જ કહેવું જોઇએ, પણ પૂજ્યશ્રીના જીવનની ઘટનાઓ જે અમને અમારા કે બીજાના સ્મરણમાંથી મળેલી છે, એ જ ઘટનાઓ અહીં ટપકાવી છે. આ સિવાય પણ બીજી અનેક ઘટનાઓ હોઇ શકે. વળી, પૂજ્યશ્રીની જીવનયાત્રા તો ખરેખર પરમાત્મા તરફની હતી. એમનો આત્મા સતત પરમાત્મા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. સાચી યાત્રા એ જ હતી, પણ એ આંતરયાત્રાને શબ્દો દ્વારા વર્ણવવી અશક્ય છે. અહીં તો અમે એ પ્રભુ-યાત્રિકની આસપાસ ટેલી બાહ્ય ઘટનાઓ જ સ્મરણની સહાયથી કાગળ પર કંડારી છે. આવા પ્રભુ-યાત્રિકે કયાં કયાં પગલાં પાડ્યાં ? તે દરમિયાન શું થયું ? – વગેરે જાણવા ચાલો, આપણે પણ આ સ્મરણયાત્રામાં જોડાઇએ.) વિ.સં. ૧૯૮૦, ઇ.સ. ૧૯૨૪, વૈ.સુ.૨ ની સાંજે ફલોદી (રાજ.) માતા ક્ષમાબેનની (પિતા : પાબુદાનજી) કુક્ષિએ અક્ષયરાજજીનો જન્મ થયો. આ દિવસે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શિન - આ ચાર ગ્રહો ઉચ્ચના હતા. અક્ષયરાજના જન્મ પહેલાં ચાર ભાઇ તથા બે બહેનો ગુજરી ગયેલાં. = વિ.સં. ૧૯૮૩, ઇ.સ. ૧૯૨૭, નાનકડા અક્ષયરાજ આંગણામાંના ખાટલા પર સૂતેલા ત્યારે જુગારમાં હારેલા કાકા લાલચંદજીએ એમના જમણા કાનની સોનાની બુટ્ટી ખેંચીને કાઢી લીધી. આથી જમણા કાનની બુટ્ટી તૂટી ગઇ. એક વખત કોઇની સાથે જતાં રસ્તામાં અક્ષયરાજજી ખોવાઇ ગયા. ઘણી શોધખોળના અંતે ઘરના પાછળના ભાગમાંથી મળ્યા. વિ.સં. ૧૯૮૫, ઇ.સ. ૧૯૨૯, સ્કૂલનો અભ્યાસ શરૂ. હિસાબકિતાબ તથા અંકજ્ઞાન ભણાવનાર માસ્તર કુંદનમલજી તથા પારસમલજી. બીજા ધોરણથી ઈંગ્લિશ શરૂ. ત્રીજા ધોરણમાંથી સીધા પાંચમા ધોરણમાં ચડાવાયા. ભણવામાં પ્રથમ હરોળમાં નંબર રહેતો. જિનાલયમાં ભણાવાતી પૂજામાં અક્ષયરાજની અચૂક હાજરી રહેતી. પૂજ્યશ્રીને તે વખતે ભણવામાં બે મિત્રો હતા : (૧) મંગલચંદજી વૈદ (લાભુજીના પુત્ર), (૨) પાબુદાનજી સુથાર (અજ્જૈન). મંગલચંદજી અત્યારે મુંબઇ-અંધેરી રહે છે. પાબુદાનજી સુથાર નાગપુર (મહારાષ્ટ્ર)માં પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૧૬ રહે છે, એન્જીનીયર તરીકે કામ કરે છે. એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે. ત્રણેય મિત્રો ત્યારથી છૂટા પડ્યા પછી ઠેઠ વિ.સં. ૨૦૫૪માં પૂજ્યશ્રી નાગપુર પધાર્યા ત્યારે મળ્યા; ૬૬ વર્ષ પછી. એ પહેલું અને છેલ્લું મિલન હતું. વિ.સં. ૧૯૮૮, ઇ.સ. ૧૯૩૨, ફલોદીમાં કોઇ સ્થળે નવું મકાન બનતું હતું. ત્યાં ચૂનાની ભઠ્ઠીમાં થતો આરંભ-સમારંભ જોઇ અક્ષયરાજનું કાળજું કકળી ઊઠ્યું. વૈરાગ્યનાં સામાન્ય બી પડ્યાં. મામા માણેકચંદ અક્ષયરાજને હૈદ્રાબાદ લઇ ગયા. ૧૨ મહિના પછી ત્યાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળતાં પિતાજીએ અક્ષયરાજને પાછો ફલોદી બોલાવી લીધો. નેમીચંદ બછાવતની બા મોડીબાઇ (સમાજનિ તથા કહે કલાપૂર્ણસૂરિ-૪માં આપેલા જીવનચરિત્રમાં મણીબાઇ નામ આપેલું છે તે ભૂલ છે. ખરેખર ‘મોડીબાઇ’ જોઇએ.) પાસેથી રાસ-ચરિત્રાદિનું શ્રવણ કરતાં શાલિભદ્ર, અઇમુત્તા વગેરે જેવા થવાનું મન થતું. વિ.સં. ૧૯૯૩, ઇ.સ. ૧૯૩૭, મામા માણેકલાલ ફરી હૈદ્રાબાદ લઇ ગયા. ત્યાં અક્ષયરાજ અઢી વર્ષ રહ્યા. મામા ખરતરગચ્છીય હોવા છતાં ઉદાર હતા. અક્ષયરાજ પાસેથી સવારે પ્રતિક્રમણમાં સકલતીર્થ બોલાવતા. (ખરતરગચ્છના પ્રતિક્રમણમાં સકલ તીર્થ નથી હોતું.) નાના બાગમલજી ગોલેચ્છાનો પણ અક્ષયરાજ પર પૂરો પ્રેમ. કલકત્તાથી દિગંબરનું ‘જિનવાણી’ છાપું આવતું. તેમાં આવતી વાર્તાઓ વગેરેનું વાંચન. કાશીનાથ શાસ્ત્રીનાં કથા-પુસ્તકોનું પણ પુષ્કળ વાંચન. વિ.સં. ૧૯૯૫, ઇ.સ. ૧૯૩૯, ફરી લોદીમાં આગમન. પ્રથમ સગપણ થયું. પણ અક્ષયરાજજીનું કદ નાનું હોવાથી તોડી નાખવામાં આવ્યું. બીજું સગપણ મિશ્રીમલજી વૈદની પુત્રી રતનબેન સાથે થયું. વિ.સં. ૧૯૯૬, ઇ.સ. ૧૯૪૦, મહા સુદ-૫ ના અક્ષયરાજજીનાં રતનબેન સાથે લગ્ન. લગ્ન વખતે પણ રાત્રિભોજનનો ત્યાગ. વૈશાખ મહિને મામા માણેકચંદજીનું સ્વર્ગગમન. કચ્છ વાગડના કર્ણધારો - ૧૧૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy