SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીના કેટલાક શિષ્યો અંગે # પૂઉપા. શ્રી પ્રીતિવિજયજી : વિ.સં. ૧૯૮૦, ચૈત્ર મહિનામાં આધોઇ-કચ્છમાં જન્મેલા પોપટભાઇ વૈરાગ્ય પામીને વિ.સં. ૨૦૦૧માં પાલીતાણામાં દીક્ષા લઇને પૂજયશ્રીના શિષ્ય બન્યા. મુનિશ્રી પ્રીતિવિજયજી અત્યંત સરળ અને ભદ્રિક હતા. આંટીઘૂંટી કોને કહેવાય ? તે પણ સમજતા નહોતા. પૂ. બાપજી મ.ના પરમ કૃપાપાત્ર હતા. પૂ. બાપજી મ. એમને લાડથી ‘કુંચી મહારાજ’ કહેતા. કારણ કે પ્રીતિવિ.મ. માંડલીમાં સૌથી છેલ્લે આવતા, એમના વિના પ્રતિક્રમણ શરૂ ન થાય. કુંચી એટલે ચાવી. પ્રતિક્રમણનું તાળું પ્રીતિવિ. રૂપ ચાવીથી જ ખુલે ! પૂ. બાપજી મ. સાધ્વીજીઓના જોગ વગેરેની ક્રિયાઓ પણ તેમને જ મોટાભાગે સોંપતા. ત્યારથી માંડીને ઠેઠ છેલ્લે સુધી સાધ્વીજીઓના જો ગની ક્રિયાઓનું કામ તેઓ શ્રી જ સંભાળતા. પૂ. પ્રીતિવિ. સેવાભાવી પણ એટલા જ, પૂ. પં. મુક્તિવિ., પૂ. રત્નાકરવિ., પૂ. દેવવિ., પૂ. કંચનવિ., પૂ. કિરણવિ. વગેરેની એમણે ખૂબ જ સુંદર રીતે સેવા કરેલી. પૂજ્ય ગુરુવર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.ના પરમ કૃપાપાત્ર હતા. પ્રભુભક્તિના જબ્બર રસીયા હતા. દેરાસરમાં જાય તો એક-બે કલાક પણ થઇ જાય, સ્તવનો પર સ્તવનો બોલતા જાય. ૧૪ વગેરે તિથિના દિવસે નવા ચૈત્યો જુહારવાની તેમને ઘણી હોંશ હતી. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, શતક વગેરે ગ્રંથો તો કંઠસ્થ હતા જ, પણ પૂ.પં. મુક્તિવિ.મ.ની પ્રેરણાથી તેમણે અભિધાન ચિન્તામણિ નામમાલા ગાથા-૧૫૪૨) પણ કંઠસ્થ કરેલી. જો કે ૧૫૪૨ ગાથામાંથી પુ. મુક્તિવિ.મ.એ ૩0 જેટલી ગાથાઓ બહુ ઉપયોગી ન જણાતાં તે કંઠસ્થ કરાવી નહોતી. પોતાના ગુરુદેવના સ્વર્ગવાસ પછી જીવનભર પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તી તરીકે રહ્યા હતા. પૂજય પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૧૧૦ આચાર્યશ્રીએ તેમને વિ.સં. ૨૦૪૦માં ડીસામાં ભગવતીના જોગ કરાવી સંવત્ ૨૦૪૧, માગ.સુ.૬ ના પંન્યાસ પદ પ્રદાન અને વિ.સં. ૨૦૪૬, મહા સુ.૬ ના આધોઇમાં ઉપાધ્યાય પદ પ્રદાન કર્યું હતું. પૂ. પ્રીતિવિ. એ કલ્પસૂત્ર આપ્યું કંઠસ્થ કરેલું. ક્યારેક ભા.સુ.૪ ના સંપૂર્ણ કલ્પસૂત્ર મોઢે જ સભાને સંભળાવતા. આયંબિલ પર એમને ખૂબ જ પ્રેમ હતો. વિ.સં. ૨૦૫૫, આધોઇમાં તેમણે ૧૦૦ ઓળી પૂર્ણ કરી હતી. છેલ્લા વર્ષોમાં મુનિ શ્રી તત્ત્વવર્ધનવિજયજીએ ખૂબ જ સારી સેવા કરી હતી. ત્યારે અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રી દક્ષિણ ભારતમાં મદ્રાસ, બેંગ્લોર વગેરે સ્થળે હતા. લગભગ નવેક વર્ષ પછી પૂજય આચાર્યશ્રી કચ્છમાં પધારી રહ્યા હતા. પૂ.ઉપા.મ.ને પણ મળવાની ઘણી હોંશ હતી. પૂજય આચાર્યશ્રી વગેરે અમે સૌ સાંતલપુર સુધી આવી પણ ગયા હતા, પણ જેઠ સ. ૧૨ ના લાકડીયાથી ચિત્રોડ જતાં વાહન દ્વારા અકસ્માત થતાં બ્રેન હેમરેજ થયું ને આખરે મહેસાણામાં જેઠ સુ.૧૩ ના તેમનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. ત્યારે મુનિશ્રી તત્ત્વવર્ધનવિજયજી તથા મુનિ શ્રી મહાગિરિવિજયજી, સેવા કરનાર તરીકે સાથે રહ્યા હતા. ક: પૂ. મુનિ શ્રી દર્શનવિજયજી : વિ.સં. ૧૯૭૮ની આસપાસ આધોઇમાં જન્મેલા નોંઘાભાઇને વિ.સં. ૨૦૦૯, મહા સુ. ૨ ના ભદ્રેશ્વર તીર્થમાં ઉપધાનની માળ વખતે પૂ. કનકસૂરિજી મ.એ દીક્ષા આપી પં. શ્રી દીપવિ.મ.ના શિષ્ય મુનિ શ્રી દર્શનવિજયજી તરીકે જાહેર કર્યા. આ મુનિશ્રી ખૂબ જ સેવાભાવી હતા. પોતાના પૂજ્ય ગુરુદેવના અત્યંત કૃપાપાત્ર હતા. ત્રણેય ટાઇમ ગોચરી-પાણી વગેરે લાવવામાં સદા તત્પર રહેતા. આંખે ઓછું દેખાતું હોવા છતાં અંતરદૃષ્ટિ સારી વિકસિત થઇ હતી. નિત્ય એકાસણા સાથે દર ચૌદસનો અચૂકપણે ઉપવાસ અને ચોમાસીએ છä કરતા હતા. કચ્છ વાગડના કર્ણધારો + ૧૧૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy