SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બગડવા માંડી, છાતીમાં દુઃખાવો વધવા લાગ્યો. આવું પહેલાં પણ થતું, અને થોડા ઉપચારોથી મટી પણ જતું એટલે બીજાને ખાસ ચિંતાજનક ન લાગ્યું. છતાં અંજારથી પરમ સેવાભાવી ડૉ. શ્રી યુ. પી. દેઢિયાને બોલાવવામાં આવ્યા. તેમની આપેલી દવા (હોમિયોપથી) પર પૂજ્યશ્રીને વિશ્વાસ. એ દવાથી આરામ પણ થઇ જતો. પણ આ વખતે ખાસ કોઇ ફાયદો થયો નહિ. શ્રા.વ.૪ ના દિવસે દુઃખાવો વધતાં બોલાવવામાં આવેલા ડૉકટરે ઇન્જેકશન તૈયાર કર્યું, પણ પૂજ્યશ્રીએ મક્કમતાથી ના પાડી દીધી અને સખત નારાજગી બતાવી. આજે સવારથી શુદ્ધ પાણી સિવાય કશું જ લીધું નથી. કેટલાક ભક્તિધેલા શિષ્યોએ ગુલ્કોઝવાળું પાણી આપતાં પૂજ્યશ્રીએ સખત નારાજગી બતાવેલી. આથી શિષ્યોએ નક્કી કરેલું કે પૂજ્યશ્રી નારાજ થાય, તેવો કોઇ ઉપચાર કરવો નહિ. પૂજ્યશ્રીએ ઇન્જેકશન માટે ઘસીને ના પાડી દીધી. જીવનમાં ક્યારે પણ જેમણે ઇન્જેકશન લીધું ન હોય તે અંત સમયમાં શી રીતે લે ? ઇન્જેકશનનું છોડો, પૂજ્યશ્રીએ એલોપથીની કોઇ ગોળી પણ પોતાના જીવનમાં લીધી નથી. અંતિમ સમયમાં પૂજ્યશ્રીએ પંચસૂત્ર શ્રવણની ઇચ્છા વ્યક્ત કરી. તે મુજબ પંચસૂત્ર સંભળાવવામાં આવ્યું. ત્યાર પછી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવામાં આવ્યું. બરાબર બપોરે ૩.૧૦ વાગે પૂજ્યશ્રીના દિવ્ય આત્માએ દેહનું પાંજરું છોડી પરલોક તરફ પ્રયાણ કર્યું. બરાબર તે જ સમયે બાજુમાં રહેલી પૂજ્યશ્રીની ઘડિયાળ પણ બંધ થઇ ગઇ. પૂજ્યશ્રી ગુણ દેહે આજે પણ અમર છે. સુધર્માસ્વામીની ૬૧મી પાટે પૂજ્ય આચાર્ય શ્રી સિંહસૂરિજી મ. થયા. (સ્વ. વિ.સં. ૧૭૦૭ ની આસપાસ) ત્યાર પછી પં. સત્યવિજયજી મ.ની સંવેગી શાખામાં (સત્યકપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપ-કીર્તિ-કસ્તુર-મણિ-પદ્મ-જીતહીરવિજયજી) લગભગ ૨૮૦ વર્ષ સુધી કોઇ આચાર્ય ન્હોતું. પૂજ્ય કનકસૂરિજી મ. આ શાખામાં પ્રથમ આચાર્ય બન્યા હતા અને સુધર્મા સ્વામીની ૭૫મી પાટ શોભાવી હતી. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૫૬ એ પૂજ્યશ્રીના ચરણે કોટિ-કોટિ વંદન. પૂજ્યશ્રીના કુલ ૧૪ શિષ્યો હતા. આંબાની ડાળને કોયલનો સાથ મળે તો તે આંબો કેવો શોભી ઊઠે ? પૂજ્યશ્રી પણ આવી શિષ્ય સંપદાથી શોભાયમાન હતા. એમના કેટલાક શિષ્ય-પ્રશિષ્યોની કેટલીક વિશેષતા જોઇએ. * પૂ.પં. મુક્તિવિજયજી મ. : મૂળ વાંઢિયાના આ મહાત્મા સંસ્કૃત વાંચન અને ગ્રંથ સંશોધનમાં પરમ નિષ્ણાત હતા. કોઇ પણ ગ્રંથ વાંચીને તેમાં અશુદ્ધિ હોય તો સુધારતા. એટલું જ નહિ, એની નોટ પણ બનાવતા. એમની આવી ૧૭ જેટલી નોટો સાંતલપુરના ભંડારમાં છે. સંસ્કૃત વાંચનમાં તેમની સારી ગતિ હતી. અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમની પાસે સંસ્કૃત વાંચન કરેલું છે. રાત્રે ૩.૦૦ વાગે ઊઠીને તેઓ વૃદ્ધાવસ્થામાં પણ કંઠસ્થ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા. અભિધાન ચિન્તામણિ નામમાલા તથા પ્રાકૃત વ્યાકરણનું તો રોજ પુનરાવર્તન કરતા. તેમણે પૂજ્ય રામચન્દ્રસૂરિજી મ.ના સાધુઓને ભણાવેલું પણ છે. મુંબઇમાં લાલબાગ, ઇર્લ અને મલાડ વગેરે સ્થાનોમાં ચાતુર્માસ પણ કરેલા છે. ઇર્લાના જૂના ઉપાશ્રયમાં તેમનો ફોટો પણ હતો. ભાભરમાં વિ.સં. ૧૯૬૭માં દીક્ષિત થયેલા તેઓશ્રી વિ.સં. ૨૦૧૮ લાકડીયામાં સ્વર્ગવાસી બન્યા હતા. * પૂ. મુનિ શ્રી ક્ષમાવિજયજી : લોદરાણીના આ મહાત્માએ વિ.સં. ૧૯૭૬, કા.વ.૫ ના પૂજ્ય ગુરુદેવની પંન્યાસ પદવી સાથે પાલીતાણામાં દીક્ષા લીધી હતી. આ મહાત્મા પૂજ્યશ્રીની ભક્તિમાં એક્કા હતા. પૂજ્યશ્રી માટે ગમે તેટલી વખત ગોચરી જવાનું હોય કે કાપ કાઢવાનું હોય, બધા કાર્યો માટે તેઓશ્રી હંમશા અપ્રમત્ત રહેતા હતા. કચ્છ વાગડના કર્ણધારો - ૫૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy