SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રાધનપુરના નવાબની ઇચ્છા હતી કે રાધનપુર પાકિસ્તાનમાં જાય. મુસલમાનો ખુશ હતા. કોઇ કોઇ મુસ્લિમ તો વળી જૈનોના મોટા-મોટા મકાનો સામે આંગળી ચીંધીને બોલતા : આ મકાનમાં હું રહીશ. રાધનપુર પાકિસ્તાનમાં જશે.’ એ અફવાથી જૈનોમાં ખળભળાટ મચી ગયો. કેટલાય જૈનો તો રાધનપુર છોડીને મુંબઇ ભેગા થઇ ગયા. આવા ગભરાટના સમયે પૂજ્યશ્રી રાધનપુરમાં બિરાજમાન હતા. કોઇકે પૂછ્યું : “સાહેબજી ! શું થશે ? રાધનપુરના દેરાસરોનું શું થશે ?'' પૂજ્યશ્રીએ કહ્યું : ‘કશું નહિ થાય. રાધનપુર ભારતમાં જ રહેશે. ખોટો ભય ન રાખો.’ ને, ખરેખર એમ જ થયું. રાધનપુર ભારતમાં જ રહ્યું. આ હતી પૂજ્યશ્રીની વચન-સિદ્ધિ ! * * * (૨૫) વિ.સં.૨૦૧૩, પૂજ્યશ્રી માંડવી (કચ્છ) ચાતુર્માસ બિરાજમાન હતા. ત્યારે રાયચંદ ડુંગરશી સત્રા (વઢવાણ) પોતાના પુત્રવધૂ લીલાબેન તથા પૌત્રી હંસાની દીક્ષા માટે મુહૂર્ત કઢાવવા આવેલા. દીક્ષાનું મુહૂર્ત લીધા પછી રાચયંદભાઇ વઢવાણ જવા તૈયાર થયા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “હમણાં ત્યાં ન જાવ તો સારું !” ‘પણ હું ન જાઊં તો ચાલે તેમ નથી. નોકરીમાં તો સમયસર હાજર થવું જ પડે.’ બે દિવસ મોડા જાવ તો શું ફરક પડે છે ? કચ્છની પંચતીર્થી થઇ જાય ને !' પૂજ્યશ્રીની વાત સ્વીકારીને રાચયંદભાઇ પંચતીર્થી કરવા જનાર અન્ય લોકોની સાથે યાત્રા કરવા ઉપડી ગયા. બે દિવસ પછી વઢવાણ પહોંચ્યા તો પોતાની જગ્યાએ જે ભાઇ કામ કરતા હતા તેને એક લાખ રૂપિયા ભરવાની દંડરૂપે સજા ફટકારવામાં આવી હતી. પોલીસની ગાડી ત્યારે ત્યાં જ ઊભી હતી. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૫૪ રાયચંદભાઇને પૂજ્યશ્રી યાદ આવી ગયા ને મનોમન બોલી ઊઠ્યા : ઓ પૂ. ગુરુદેવ ! આપની વાત ન માની હોત ને હું અહીં જલ્દીજલ્દી આવી ગયો હોત તો એક લાખ રૂપિયાનો દંડ મારા માથા પર આવત. હે ઉપકારી ! આપના વચનના પાલનથી હું એ દંડથી બચી ગયો. હૈ ઉપકારી ! આપનો આ ઉપકાર ક્યારેય નહિ ભૂલાય. લીલાબેન તે સા. પૂર્ણકલાશ્રીજી રૂપે પૂ. સા. પુષ્પચૂલાશ્રીજીનાં શિષ્યા બન્યાં ને દીક્ષા જીવનથી જ આયંબિલનો તપ શરૂ કર્યો. ભચાઊમાં વિ.સં. ૨૦૧૫, ભા.વ.૧ ના દિવસે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તે દિવસે તેમને ૪૯૦મું આયંબિલ હતું. અર્થાત્ દીક્ષા લધી પછી મોઢામાં વિગઇ નાંખી જ નથી. હંસાબેન તે સા. હંસકીર્તિશ્રીજી બન્યાં. જેઓને આજે (વિ.સં. ૨૦૬૬) ૨૮૯મી વર્ધમાન તપની ઓળી પૂરી થઇ ગઇ છે. એમના અદ્ભુત તપની વાત જગત જાણે છે. તપસ્વિની માતાનાં પુત્રી પણ તપસ્વિની જ હોય ને ! આ બધા પ્રસંગોમાંથી પૂજ્યશ્રીના ક્ષમા, નમ્રતા, સરળતા, પવિત્રતા, કરુણા, ક્રિયારુચિ વગેરે અનેક ગુણો જાણવા મળે છે. આવા અનેક ગુણ ભંડાર પૂજ્યશ્રીએ અંતિમ વર્ષોમાં કચ્છ-ભચાઊ મુકામે સ્થિરતા કરેલી. વિ.સં. ૨૦૧૯ના અંતિમ ચાતુર્માસમાં પૂ. બાપજી મ.ના પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મ. આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં ખાસ પધારેલા. એ વર્ષે પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય પૂ.પં. દીપવિજયજીને સામખીયાળી ચાતુર્માસ અર્થે મોકલેલા. ગાંધીધામ સંઘના અતિ આગ્રહથી ખાસ પોતાની પાસે ચાતુર્માસાર્થે બોલાવેલા પૂ. મુનિશ્રી કલાપૂર્ણવિજયજી મ. આદિ ત્રણને પણ ગાંધીધામ મોકલ્યા. સંઘ પરનું પૂજ્યશ્રીનું કેટલું વાત્સલ્ય ! ચાતુર્માસમાં જોત-જોતામાં શ્રા.સુ.૧૫ નો દિવસ આવી પહોંચ્યો. પોતાનો અંતિમ સમય આવી પહોંચેલો છે, એમ અંદરથી સમજી ગયેલા પૂજ્યશ્રીએ પોતાનો લોચ તે દિવસે કરી લીધો. ત્યાર પછી તબિયત કચ્છ વાગડના કર્ણધારો - ૫૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy