SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મને ક્યારેય સોપારી ખાવાનો વિચાર સુદ્ધા નથી આવ્યો. એના પહેલાં કેટલીયવાર પ્રયત્ન કરેલો, પણ સફળતા ન્હોતી મળી. (૪) અમદાવાદ – શાહપુરનાં મોંઘીબેન પરમ ધાર્મિક. પૂજયશ્રી પ્રત્યે અનન્ય ભક્તિભાવ, પણ એમના પતિ સ્થાનકવાસી હોવાથી એમને આ બધું પૂજા વગેરે ગમે નહિ, એક વખત તો એટલા ગુસ્સામાં આવ્યા કે પૂજા, પ્રતિક્રમણ, પુસ્તક વગેરેના તમામ ઉપકરણો બાજુના કૂવામાં કે ટાંકામાં નાંખી દીધા. મોંઘીબેનને આ વાતની ખબર પડી. તરત જ ટાંકા પાસે ગયા. પૂજય કનકસૂરિજી મ.નું ગુરુદેવ તરીકે નામ, સ્મરણ કરીને એ બધા ઉપકરણો બહાર કાઢ્યા ને જોયું કે એ ઉપકરણો જરા જેટલા પણ ભીંજાયા નહોતા. પુસ્તક પણ ભીંજાયું નહોતું ! સાક્ષાત્ આ પ્રભાવ જોઇને એમના પતિ પણ પૂજયશ્રી તરફ ગાઢ આસ્થા ધરાવનાર બની ગયા અને સન્માર્ગમાં આવી ગયા. પૂજયશ્રી પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતા મોંઘીબેને શાહપુર જિનાલય પાસે પૂજ્યશ્રીની ગુરુમૂર્તિ પધરાવી છે. જે આજે પણ ત્યાં વિદ્યમાન છે ને મોંઘીબેનની ગુરુભક્તિને પ્રસારિત કરે છે. ‘ન જાવ તો સારું.' ‘સાહેબજી ! વાત આપની સાચી, પણ અમે સંસારી માણસ રહ્યા. કામોની વણથંભી વણઝાર અમારી વાટ જોતી ઊભેલી જ હોય. એટલે રાત્રે પણ નીકળવું પડે. શું થાય ? પૂજયશ્રી મૌન રહ્યા, પણ મનમાં એમ ખરું કે ન જાય તો સારું ! પણ મહાપુરુષો ક્યારેય વધુ આગ્રહ ન કરે. સામી વ્યક્તિ જો ન જ માને તેમ જણાય તો પોતાનો આગ્રહ છોડી દે. - પન્નાલાલભાઇ પોતાના મુકામે (ધર્મશાળામાં) ગયા. થોડો સમય વીત્યા બાદ પૂજયશ્રીને એકાએક કંઇક ઝબકારો થયો ને તરત જ તેમણે રાત્રે જ એક વ્યક્તિને જગાડીને કહ્યું : “પેલા રાધનપુરવાળા પન્નાલાલભાઇ આવેલા છે ને પેલી બાજુની ધર્મશાળામાં ઊતર્યા છે ને ! તેને જઇને કહી આવો કે રાત્રે ન જાય. મારા તરફથી કહેજે .” પેલી વ્યક્તિ તો બાજુમાં જઇ ના પાડી આવી. હવે, પન્નાલાલભાઇને વિચાર આવ્યો કે આવા મોટા આચાર્ય ભગવંત વારંવાર ના કહે તો મારે જવું સારું નહિ. ચલો, આજની રાત રોકાઇ જઇએ. ને, એ રાત્રે રોકાઇ ગયા. બીજા દિવસે સવારે ગયા. પછીથી, તેમને જાણવા મળ્યું કે જે બસમાં પોતે જવાના હતા તે બસનું એક્સીડેન્ટ થયેલું છે, એક ઊંટગાડી સાથે એ બસ ટકરાઇ છે. તરત જ તેમને પૂજય આચાર્યશ્રીનું વચન યાદ આવ્યું : ‘રાત્રે ન જવાય તો સારું !' ખરેખર એ બસમાં હું ગયો હોત તો ? પૂજ્યશ્રીની આ વચન સિદ્ધિ જ કહેવાય ને ! (પન્નાલાલ મશાલીઆએ સ્વયે આ પ્રસંગ કલ્યાણ’ નામના જૈન માસિકમાં લખીને પ્રસિદ્ધ કર્યો હતો. પૂજ્યશ્રીના કાળધર્મ પછી પ્રાયઃ ૪૫ વર્ષે કલ્યાણમાં આ લેખ પ્રસિદ્ધ થયો હતો.) (૫) વિ.સં. ૨૦૧૩, ઇ.સ. ૧૯૫૭ માં પૂજયશ્રી માંડવી બિરાજમાન હતા. રાધનપુરથી શ્રાવક શ્રી પન્નાલાલ મશાલીઆ (રાધનપુરના નગરશેઠ) વંદનાર્થે આવ્યા. પૂજયશ્રીનું નિર્મળતાભર્યું તેજ:પુંજયુક્ત મુખારવિંદ જોઇ અત્યંત પ્રસન્ન થઇ ગયા. સાંજે પ્રતિક્રમણ પછી “મર્થીએણ વંદામિ - ત્રિકાળ વંદના' કહી કહે : ‘સાહેબજી ! રાત્રે હું રાધનપુર જાઉં છું. કાંઇ કામ હોય તો ફરમાવો.' ‘રાત્રે જાવ છો ? રાત્રે ન જવાય.’ ‘પણ, મારે ત્યાં કામ છે. એટલે જવું પડે તેમ છે.' પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૩૮ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy