SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. હંસસાગરજી મ. છક્ક થઇ ગયા. હવે એમને કશું કહેવાનું રહેતું નહોતું. બંને મહાપુરુષોને એક બીજા પ્રત્યે કેટલો વિશ્વાસ અને કેટલો આદરભાવ હતો ? તે આ ઘટના આપણને જણાવે છે. દિલના પૂજયશ્રીએ તેને માફી આપી. જો કે, માફી આપેલી જ હતી, પણ હવે પેલી વ્યક્તિએ એને અનુરૂપ પ્રતિભાવ આપ્યો. * * * (૨) એક વખત પૂજ્યશ્રી પાલીતાણા બિરાજમાન હતા. તિથિ વિષયક વાતાવરણ ગરમાગરમ હતું. એ વખતે પૂજ્યશ્રીના નામથી કોઇએ પત્રિકા બહાર પાડી, જેમાં શ્રીસંઘના મહાનું આચાર્ય ભગવંતો વિષે (પૂજ્યશ્રી કોઇને ય ક્યારેય ઉન્માર્ગગામી કે મિથ્યાત્વી કહેતા નહિ ને તેમ માનતા પણ નહિ) મિથ્યાત્વી, ઉન્માર્ગગામી વગેરે એલફેલ શબ્દો લખેલા હતા. આ પત્રિકા પૂ. સાગરજી મ.ના શિષ્ય પૂ. હંસસાગરજી મ. પાસે પહોંચી. તેઓ સીધા પોતાના ગુરુભગવંત પૂ. સાગરજી મ. પાસે પત્રિકા લઇને પહોંચી ગયા અને કહેવા લાગ્યા : ‘જોયું ? આ તમારી પાસેથી ભણનારા કનકસૂરિજીનું પરાક્રમ ? આપ કહો છો કે એ બહુ શાંત છે, ઉત્તમાત્મા છે. આપ જેવા ઉપકારી પ્રત્યે પણ કેવા કેવા શબ્દોનો પ્રયોગ થયો છે આ પત્રિકામાં ?” ‘હંસસાગર ! પત્રિકામાં ભલે લિ. તરીકે એમનું નામ હોય, પણ મારો અંતરાત્મા એમ કહે છે કે એ મહાત્મા ન હોઇ શકે. હું એમને બરાબર જાણું છું.' શું ન હોય ? ચોખું નામ જ લખેલું છે. હું હમણાં જ જાઉં ને ખુલાસો માંગી આવું.' ‘ત્યાં જાય છે, પણ કોઇ ઉગ્ર શબ્દો બોલતો નહિ.' ‘હાજી.’ પૂ. હંસસાગરજી મ. પૂજ્યશ્રી પાસે પહોંચ્યા અને એ પત્રિકા વિષે પૂછ્યું. પૂજ્યશ્રીએ શાંતિથી જવાબ આપતાં કહ્યું : “જુઓ હંસસાગરજી મહારાજ ! હું આ પત્રિકા વિશે કશું જ જાણતો નથી. કોણે મારું નામ ચડાવી દીધું એની પણ મને ખબર નથી, છતાં તમારા ગુરુમહારાજ જો આ સાચું માનતા હોય તો તમે પણ સાચું માની લેજો .” પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૩૬ (૩) વિ.સં. ૨૦૦૫, મહા સુ.૫, ઇ.સ. ૧૯૪૯ ના ગાગોદરમાં પ્રતિષ્ઠા હતી. એ અવસરે પૂજ્યશ્રીની ત્યાં સ્થિરતા હતી. જિનાલયની ભમતી ફરતાં ત્યાં મંગલ ઘરમાં બેઠેલા ભાઇનું મોટું જો ઇ પૂજયશ્રીને લાગ્યું : આ ભાઇના મોઢામાં કંઇક હોય તેવું લાગે છે. કેમ સ્વરૂપચંદભાઇ ! મોઢામાં શું છે ?' ‘સાહેબજી ! સોપારી છે.’ એ તમે છોડી ન શકો ?” ‘રોજ ૨૨ સોપારીની આદત છે. એમ કેમ છુટે ? ‘છોડવી હોય તો બધી એકીસાથે છૂટે. સૂરજના એક જ કિરણે આખી દુનિયાનું અંધારું એકી સાથે જ ભાગી છૂટે છે ને !' ‘બાધા લેવા તો તૈયાર છું, પણ ઘણીવાર એવું થતું હોય છે કે બાધા લેતાં તો લેવાઇ જાય, પણ પછી પસ્તાવો થયા કરે : ક્યાં આ બાધા લીધી ? હવે નથી રહેવાતું ! આવું કાંઇ થાય તો મારે બાધા નથી લેવી.” | વિશ્વાસ રાખો. કાંઇ જ નહિ થાય. આપણે માનીએ છીએ : આપણાથી જ બધું થાય છે. હકીકત એ છે કે ભગવાનની કૃપાથી જ બધું થાય છે. આપણે નાહક અહંકારનો ભાર ઉપાડીને ફરીએ છીએ. માથે ભગવાન જેવા શક્તિશાળી બેઠા હોય પછી આપણને શાની ચિંતા ? તેમને આગળ રાખીને કાર્ય કરવામાં આવે તો ક્યારેય નિષ્ફળતા ન જ મળે.' ‘તો સાહેબજી ! આપો બાધા.” પૂજ્યશ્રીએ બાધા આપી. સોપારીની આદત ગઇ તે સાવ ગઇ. અમે વિ.સં. ૨૦૪૬માં માધાપર ચાતુર્માસ હતા. ત્યારે સ્વરૂપચંદભાઇ અમને કહેતા હતા : મહારાજ ! આજે સોપારી છોચ્ચે ૪૧ વર્ષ થયા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy