SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ચોથી (ધન ધન શાસન મંડન મુનિવરા - એ દેશી) ધન ધન વાગડ ભૂષણ સૂરિવરા, ચરણ કરણ ભંડાર; મોહને મારે રે તારે ભવિજના, વારે વિષય વિકાર. ....... . ધનતુ ૧ ધન્ય તે દેશ નગર ને ગામડાં, ધન્ય તિહાં ભવિજન લોક; જિહાં વિચરે ગુરુ નિજ-પરહિત ધરી, હરતા ભવ-ભય શોક. ધન ૨ ધન્ય તે ગુરુવર જેણે દીષિા , શિખિયા તે ધન્ય ધન્ય; ધન્ય તે દર્શન-વંદન કારકા, પડિલાભ શુદ્ધ અ. .......... ....... ધનવ ૩ ધરતા દશવિધ ધર્મ સોહામણો, કરતા ભાવઉદ્યોત; ભરતા પુણ્યની પોઠ પદે પદે, ધરતા જ્ઞાનની જયોત. ....... * * * .... ધ0 ૪ વહે મહાવ્રત શીલસોહામણાં, લહે નિત્ય ઉપશમ ભાવ; સહે પરિષહ ઉપસર્ગ ઊમંગથી, રહે વળી આપસ્વભાવ. .... ....... ધન ૫ સંઘ ચતુર્વિધ યોગ-મંકરા, પર-ઉપકારી પ્રધાન; નિજ હિત સાધે રે વાધે ગુણથી, કરતા ધર્મનું દાન. ............. ........... ધન, ૬ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૬ વરસ અઠ્ઠાવન વિરતિ ધારકા, આયુ અશિતિ પ્રમાણ; વિચરે વસુધા તળ પાવનકરા, ગુણમણિ રોહણ ખાણ. . ધન૭ ચરમ ચોમાસું રહે સંઘભાવથી, કચ્છ-ભચાઉ મોઝાર; વિક્રમ દોયસહસ ગુણવીશમાં, વર્તે જય જયકાર. .... ....... ધન, ૮ ધર્મ કરે ભવિલોક ઉમંગથી, તપ-જપ વિવિધ પ્રકાર; શ્રાવણ પૂનમ લગે તનમાં નહિ, રોગાદિનો વિકાર. ........ ..... ધન ૯ ઉદય અશાતવેદનીનો થયો, વાધ્યો હૃદયનો રોગ; ચિંતા જાગી સકલ શ્રીસંઘમાં, તેડવા વૈદ્ય સશોક. ......... ધન૧૦ ભેષજ ધર્મનું કર્મને તોડવા, લહે ધીર વીર ગુરુરાજ; સમતા ભાવે રે ચાર શરણ કરી, સાધે આતમકાજ. ૫. ધન૧૧ વદિ પંચમી તિથિ ત્રીજા પ્રહરમાં, કરે પરલોક પ્રયાણ; સંઘ ચતુર્વિધ રડે ગુણરાગથી, વિરહ અતિ દુ:ખ ખાણ. ....... ધન૦ ૧૨ ઠામઠામથી રે બહુજન આવીયા, પુણ્યદાન બહુ દીધ; પાવન દેહનો અંતિમ વિધિ કરી, આતમ પાવન કીધ. ......... .......... ધન) ૧૩ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૪૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy