SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હૈદ્રાબાદ વગેરે ૧૪-૧૫ સંઘોની આગ્રહપૂર્ણ વિનંતી હતી. સોલાપુરની જય બોલાઇ ત્યારે ત્યાંના યુવાનો એક કલાક સુધી નાચ્યા હતા. હૈદ્રાબાદ (બેગમ બજાર) ચૈ.વદ-૧૦, ૦૪-૦૫-૧૯૯૭, અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પરિકરની પ્રતિષ્ઠા થઇ. સિકન્દ્રાબાદ, વૈ.સુદ-૧૧, ૧૮-૦૫-૧૯૯૭, અહીં શ્રીઆદિનાથ આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક શાનદાર પ્રતિષ્ઠા થઇ. ત્યાંના વૃદ્ધો કહેતા હતા કે આવો શાનદાર પ્રસંગ અમે અમારા જીવનમાં જોયો નથી. સંગીતકાર આશુ વ્યાસે ભક્તિ-રસની રમઝટ મચાવેલી. એક રાત્રે ભજનસમ્રાટું અનુપ જલોટા પણ આવેલા. અહીં પ્રતિષ્ઠા વખતે જ ખરતર ગીય દાદા ગુરુના પગલા અંગે વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. અત્યાર સુધીના કોઇ પ્રસંગમાં તણખલા જેટલું પણ વિદન નહોતું આવ્યું, પણ અહીં આવેલું. પરંતુ મૈત્રીના મહાસાગર પૂજ્યશ્રીએ એવું સુખદ સમાધાન શોધી કાઢ્યું કે સૌને સંતોષ થયો. પૂજયશ્રી સદા હીરવિજયસૂરિજીના બાર બોલના પટ્ટકના હાર્દને નજર સામે રાખતા ને સંઘમાં વિખવાદ થાય કે કુસંપ વધે તેવું કશું થવા દેતા નહિ. અહીંના (કારવાન) 100 વર્ષ જૂના જિનાલયનો જીર્ણોદ્ધાર કરી તેને તીર્થરૂપ આપવા કાર્યકર્તાઓએ પૂજ્યશ્રીના આશીર્વાદ લીધેલા. બોલારામ, સિકન્દ્રાબાદથી ૧૧ કિ.મી. દૂર આવેલા આ ગામમાં પૂજ્યશ્રીના આગમન નિમિત્તે છ-છ દિવસથી તૈયારી ચાલેલી. અઢાર અભિષેકનો કાર્યક્રમ પણ પ્રતિષ્ઠા જેવા ઉલ્લાસથી મનાવાયો. અહીંના ૯૦ વર્ષ જૂના મંદિરને જોઇને પૂજ્યશ્રીએ જીર્ણોદ્ધારની જરૂરિયાત બતાવી. સંઘની પણ આવી કંઇક ભાવના હતી જ, પૂજયશ્રીની પ્રેરણા ઝીલીને તે જ વખતે એક સ્થાનકવાસી ભાઇએ કહ્યું : “આ જીર્ણોદ્ધારનો સંપૂર્ણ લાભ મને મળવો જોઇએ.' પૂજ્યશ્રીએ કહ્યું : “ટીપ થયા પછી તેમાં ખૂટે તેટલો લાભ તમે લેજો.’ પણ પેલાએ તો કહ્યું : “નહિ... સંપૂર્ણ લાભ મને જ મળવો જોઇએ.' પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૪ મેડચલ, વૈ.સુદ-૧૪, અહીં નૂતન નિર્માણાધીન તીર્થ માટે જગ્યા લેવાયેલી હતી. પછીના દિવસે શિલાન્યાસ આદિ કાર્યક્રમ રહ્યા. આ બધું મનોજ હરણના પ્રયત્નને આભારી હતું. કામરેડ્ડી, વૈ.વદ૧૦, ૩૧-૦૫-૧૯૯૭, અહીં ૪૦ જૈનોના ઘરોમાં માત્ર એક જ ઘર મૂર્તિપૂજક હોવા છતાં શિખરબદ્ધ જિનાલય ઊભું થઇ ગયું હતું. તેના શિલાન્યાસ આદિ પણ પૂજયશ્રીની નિશ્રામાં (દક્ષિણમાં પ્રવેશતાં) થયેલાં અને હવે દક્ષિણની છેલ્લી પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જ થઇ. | મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા પૂજયશ્રી દ્વારા જ કંપલી મુકામે થયેલી. પ્રતિષ્ઠા પણ વૈ.વદ-૧૦ ના પૂજયશ્રીની નિશ્રામાં જ થઇ. - પ્રવચનમાં પૂજ્યશ્રીની પ્રેરણા થતાં અહીં કેટલાક ભાઇઓએ પ્રભુપૂજા આદિના નિયમો લીધા. મેડચલ (જય ત્રિભુવન તીર્થ)માં તાત્કાલિક દર્શન-પૂજા માટે ઉપરના ગભારામાં બિરાજમાન થનારા શ્રી પાર્શ્વનાથજી આદિ ત્રિગડાની અહીં ‘મીની’ અંજનશલાકા થઇ હતી. કામરેડ્ડી, જિનાલયના નિભાવ ખર્ચને પહોંચી વળવા ૫00 રૂા.ની ૩૬૫ મિતિઓ થોડા જ સમયમાં ભરાઇ ગઇ. સોલાપુર ચાતુર્માસ, ચાતુર્માસ પ્રવેશ શાહી ઠાઠથી થયો. ૫૪, ૫૧, ૩૦, ૧૬, ૧૧, ૮ વગેરે ઉપવાસોની આરાધના, શંખેશ્વર-ચંદનબાળા અટ્ટમ, ૨૪ તીર્થકર સામુદાયિક તપમાં ૧૫૦ ભાગ્યશાળીઓ, રાત્રિતત્ત્વજ્ઞાન-ક્લાસ વગેરે અનેક અનુષ્ઠાનોથી ચાતુર્માસ આરાધનાથી ભર્યું ભર્યું રહ્યું. ચાતુર્માસ પ્રવેશના દિવસે પૂજયશ્રીએ બે કલાક સુધી હજારો માણસોને વાત્સલ્યપૂર્વક વાસક્ષેપ નાખેલો. જેના કારણે પૂજ્યશ્રીને હાથમાં તકલીફ થઇ હતી, એક મહિના સુધી હાથ ઊંચો થઇ શક્યો નહોતો. કચ્છ વાગડના કર્ણધારો ૨૫૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy