SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રીએ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે બેન્ડવાજાં નહોતાં, માત્ર જય-જયકારો સાથે શાંત શોભાયાત્રા હતી. સર્વત્ર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો. પ્રવચનમાં પૂજ્યશ્રીએ મૈત્રીની એવી ગંગા વહેવડાવી કે ત્યાંના મુસ્લિમો પણ પીગળી ગયા. એક મુસ્લિમ નેતાએ કહ્યું કે “જૈનો હવે અહીં સુખપૂર્વક રહેવા પધારે (બધા જૈનો બહાર નીકળી ગયા હતા.) અમારા તરફથી હવે હેરાનગતિ નહિ થાય તેની ખાતરી આપું છું.” અહીં મંદિરાદિની ભક્તિ માટે પાંચ જ મિનિટમાં પાંચ લાખની ટીપ થઇ. બેંગ્લોરથી આવેલા રતનચંદ હરણે જ્યારે કહ્યું કે જે જૈનોને નુકસાન થયું છે તેને સરકાર તરફથી વળતર મળી શકશે. આપણે તેવી કાર્યવાહી કરીશું. પૂજ્યશ્રીએ તરત જ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જૈનો કદી સરકાર પાસેથી માંગે નહિ, ઊલટું સરકારને આપે. સેંકડો પાંજરાપોળો જૈનો ચલાવે છે, દુકાળમાં છૂટા હાથે દાન આપે છે, એ જૈનો પોતાના સાધર્મિકોને અણીના સમયે મદદ નહિ કરે ? પૂજયશ્રીની પ્રેરણા થતાં જ બેંગ્લોર, હુબલી વગેરે ગામોથી આવેલા લોકોએ ૧૮ લાખ જેટલી જૈનો માટે (જેમને નુકસાન થયું હતું) ટીપ કરી આપેલી. આ રીતે કોમી દંગલના દાવાનળ વચ્ચે સામેથી જઇને પૂજયશ્રીએ મૈત્રીની ગંગા વહેવડાવી. ‘હિંસા-પ્રતિષ્ઠાયાં તર્નાન્નિધૌ વૈરત્યા : પતંજલિએ કહેલી આ વાત પૂજ્યશ્રીના સાંનિધ્યમાં કદમ કદમ પર ચરિતાર્થ થતી દેખાતી હતી. પૈદકુમ્બલમ્, અહીં જમીનમાંથી પ્રાચીન પ્રતિમા નીકળતાં ‘પાર્શ્વમણિ’ નામનું નવું તીર્થ બની રહ્યું છે. પૂ.પં.શ્રી કીર્તિચન્દ્રવિ.ની નિશ્રામાં અહીં ચાલતા ઉપધાનની માળમાં પૂજ્યશ્રી પધાર્યા હતા. માળમાં પ્રાયઃ એકાદ ક્રોડની આવક થઇ હતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૨ સોરાપુર (કર્ણાટક), ખૂબ જ વિનંતીથી પૂજયશ્રી અહીં પધાર્યા હતા. અહીંના ઉપાશ્રયમાં દેવદ્રવ્યની રકમ ઘૂસી ગયેલી. તેની શુદ્ધિ માટે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં છ લાખની ધારણા હતી ત્યાં સોળ લાખ સાધારણની અને ચાર લાખ દેવદ્રવ્યની ઊપજ થઇ. સાંજે પ્રભુજીના નેત્રમાં નીકળતી વિશિષ્ટ જયોતિને જોવા હિન્દુમુસ્લિમ સહિત આખું ગામ ઊમટ્યું હતું. તે સમાચાર સાંજે વિહાર કરીને ગયેલા પૂજ્યશ્રીને જણાવાયા હતા. સૈદાપુર, સૈદાપુર જતાં રસ્તામાં એક ગામના જૈનેતર ભાઇઓ યોગિરાજ (પૂજ્યશ્રી)નું સન્માન કરવા વહેલી સવારથી આવીને રોડ પર ઊભા રહી ગયા હતા. ‘જય રાઘવેન્દ્ર જય શ્રીકૃષ્ણ'ના નારા લગાવતા તેઓ ત્રણ કલાક ઊભા રહ્યા હતા. પૂજયશ્રીનું તથા સાથે રહેલા તમામનું હૃદયપૂર્વક અભિવાદન કર્યું હતું. પૂજ્યશ્રીના કહેવાથી અજૈનો તરત જ સાતેય વ્યસનોનો જીવનભર ત્યાગ કરી દેતા. ક્યાંક લોકો અજૈનો) પૂજયશ્રી વગેરેને વાહનમાં બેસવાનું કહેતા, ક્યાંક પાંચ-દસ રૂપિયાની નોટો ધરતા. એમને એ ખ્યાલ ન હોય કે જૈન મુનિઓનો આચાર કેવો હોય ? સામુદાયિક ચૈત્રીઓની કુલપાકજી તીર્થમાં થઇ. એક હજાર આરાધકો હતા. અહીં પ્રભુ સમક્ષ પૂજયશ્રીને અદ્વૈત સમાધિની પ્રાપ્તિ થઇ હતી. જેના આનંદનું ટૂંકું વર્ણન પૂજ્યશ્રીએ પોતાની નોંધપોથીમાં લખ્યું. પૂજયશ્રીને જયાં જયાં ઉત્કૃષ્ટસમાધિ લાગતી ત્યાં ત્યાં તેનું ટાંચણ કરતા. ટાંચણ પણ સ્વ-સ્મૃતિ માટે કરતા. દા.ત. ‘દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો’ આ સ્તવન બોલતાં સમાધિ લાગી હોય તો ફરી એ શબ્દો દ્વારા પૂજયશ્રી સમાધિમાં સરી પડતા. ચૈત્ર સુદ-૧૪ ના દિવસે સોલાપુર ચાતુર્માસની જય બોલાઇ. હુબલી, કંપલી, સાંગલી, ચિત્રદુર્ગ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ્, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૫૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy