SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નસુંદરવિ. (હાલ આચાર્ય) પૂ. મુનિશ્રી વજસેનવિ. (હાલ પંન્યાસજી) આદિ ઉપસ્થિત હતા. અહીં કેટલીક દીક્ષાઓ પણ થઇ હતી : મુનિશ્રી વિનયવિજયજી (શાન્તિલાલભાઇ, આંબલીઆરા), સા. જિનરસાશ્રીજી (ભારતીબેન, ભીમાસર), સા. વિરાગરસાશ્રીજી (નયનાબેન, ધમડકા). ચૈત્રી ઓળી રાપરમાં થઇ. વૈશાખ મહિનો પૂજ્યશ્રીએ મનફરામાં ગાળ્યો. ત્યાં દોઢ મહિનાની સ્થિરતા દરમ્યાન સાધુ-સાધ્વીજીઓની વાચના રહી હતી. ભચાઉ ચાતુર્માસ ખૂબ જ ઉલ્લાસપૂર્વક આરાધનામય ચાતુર્માસ થયું. કુલકો પર વાચના અને ઉત્તરાધ્યયન પર પ્રવચનો ફરમાવ્યાં હતાં. પં. શ્રી કલાપ્રભવિ.ના જંબુસ્વામી ચરિત્ર ઉપર વ્યાખ્યાન હતા. સંઘમાં તપ-જપ આદિ અનેક અનુષ્ઠાનો ઘણા જ ઉલ્લાસપૂર્વક થયાં હતાં. સાત ચોવીશી સમાજના અધિવેશન તથા જીત-હીર-કનક પાઠશાળાના અધિવેશનમાં પૂજ્યશ્રીએ નિશ્રા આપી હતી. વિ.સં. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૦-૯૧, કી.વદ-૬ ના ભચાઉથી કટારીઆનો સંઘ નીકળ્યો. કા.વદ-૯ ના કટારીઆમાં તીર્થમાળ થઇ. તે જ દિવસે ગાગોદરથી મુનિશ્રી પૂર્ણચન્દ્રવિ.ની નિશ્રામાં આવેલા સંઘની પણ તીર્થમાળ થઇ. કા.વદ-૧૦ ના મોરબીથી આવેલા છ'રી પાલક સંઘ (નિશ્રા : પૂ. કીર્તિચન્દ્રવિજયજી)ની પણ તીર્થમાળ થઇ. માગ.વદ-૭, વઢવાણ, અહીં એક દીક્ષા થઈ. સા. ચંદનાશ્રીજી (ભાવનાબેન, ચૂડા) રજની દેવડી તરફથી પાલીતાણા અભિષેકમાં પધારવા માટે પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી હતી, પૂજ્યશ્રી વઢવાણ સુધી પધાર્યા પણ ખરા, પરંતુ કારણસર પાલીતાણા સુધી પહોંચી શક્યા નહિ. વઢવાણ જ રોકાઇ જવું પડ્યું. પરંતુ તે પ્રસંગમાં પોતાના શિષ્યો વગેરેને (અમને) જરૂર મોકલ્યા. અમે અભિષેક પછી વિહાર કરી શંખેશ્વરમાં પૂજ્યશ્રીને પોષ વદ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૨ ૧૨ ના મળ્યા. અહીં ફા.સુદ-૭ સુધી થયેલ રોકાણ દરમિયાન વિદ્વદુર્ય પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મ.ની પાસે નંદીસૂત્રનો અમે સૌએ પાઠ લીધો. પોષ વદમાં ઊણવાળા શાન્તિભાઇની બે પુત્રીઓની દીક્ષા થઈ. ક્રમશ: સા. સિદ્ધિદર્શનાશ્રીજી તથા સા. સંવેગદર્શનાશ્રીજી નામ પડ્યા. મહા સુદ-૫ ના ત્રણ દીક્ષાઓ થઇ : મુનિ શ્રી કેવલદર્શનવિજયજી (હસમુખભાઇ, આધોઈ), સા. વિશ્વમિત્રાશ્રીજી (વર્ષાબેન, ડીસા), સા. વિશ્વભારતીશ્રીજી (વિમલાબેન, ધાનપુરા) અહીં (શંખેશ્વરમાં) પૂ. ભદ્રકરસૂરિજીએ અતિ આગ્રહપૂર્વક પૂ. મુનિ શ્રી જંબૂવિજયજીને પ્રવર્તક પદ આપ્યું. ચૈત્રી ઓળી, અમદાવાદ, પંકજ સોસાયટીમાં થઇ હતી. લક્ષ્મીવર્ધક સોસાયટીમાં મહોત્સવપૂર્વક સા. ચાવ્રતાશ્રીજીની ૧૦મી ઓળીનું પારણું થયું. (પ્ર.વૈ.સુદ-૨). પ્ર.વૈ.સુદ-૧૩ થી પ્ર.વૈ.વદ-૬ સુધી મહેસાણા, અહીં બાબુભાઇ કડીવાળા તરફથી નવ દિવસનો નવકારનો સામૂહિક જાપ થયો હતો. ૯૦ આરાધકો હતા. આ જાપ વખતે પૂજયશ્રીના ખૂબ જ મનનીય પ્રવચનો થયાં હતાં. આ દરમ્યાન પૂ.આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.આ. શ્રી વિજયજયાનંદસૂરિજી, પૂ. સૂર્યોદયસૂરિજી વિહાર કરતા પધાર્યા હતા. પૂજ્યશ્રી સાથે સૌનું સંયુક્ત પ્રવચન ગોઠવાયું હતું. પૂ. સૂર્યોદયસૂરિજીએ પ્રવર્તમાન એક ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું હતું કે- ‘સીમંધર પછી આપણે શબ્દ-સામ્યના કારણે “યુગમંધર' બોલીએ છીએ, પણ ખરેખર યુગંધર શબ્દ હોવો જોઇએ. વચ્ચે “મ” ખોટો ઘૂસી ગયો છે. અહીં મુમુક્ષુ શ્રી અતુલ (હિતરુચિવિ., જેની દીક્ષા અમદાવાદમાં પૂ. રામચન્દ્રસૂરિજી પાસે થવાની હતી.) પૂજ્યશ્રીને પોતાની દીક્ષામાં પધારવા વિનંતી કરવા આવેલા. પૂજ્યશ્રીએ દીક્ષામાં આવવા અશક્યતા દર્શાવી, પણ પોતાના પાંચ શિષ્યો (મુક્તિચન્દ્રવિજયજી આદિ)ને મોકલેલા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy