SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કા.વદ થી ભરૂડીઆ, ડુંગરશી શિવજી કરમશી સત્રી પરિવાર તરફથી થનાર ઉપધાનમાં શરૂઆતમાં હાજરી આપી પૂજયશ્રી સંઘ સાથે ભદ્રેશ્વર-વાંકી થઇ ભુજ પધાર્યા હતા. ભરૂડીઆથી ભદ્રેશ્વર-વાંકીનો સંઘ ખીમજી વીજપાર સત્રા પરિવાર દ્વારા નીકળ્યો હતો. (ભરૂડીઆના ભાઇઓએ આ પ્રસંગે પૂજ્યશ્રીના ફોટાવાળી આમંત્રણ પત્રિકા છપાવી હતી. પૂજયશ્રીને ખબર પડતાં એ માટે સખત વાંધો લીધો હતો, એટલું જ નહિ, પણ બીજા કોઇ અનુકરણ ન કરે માટે એ બધી પત્રિકાઓને કેન્સલ કરાવી હતી. પત્રિકા વગેરેમાં ફોટો છાપવાના પૂજયશ્રી સખત વિરોધી હતા.) ઉપધાનની જવાબદારીપૂ. મુનિશ્રી કલાપ્રભવિજયજી આદિએ નિભાવી. માગ. સુદ, ભુજ, અહીં માગ. સુદ-૯ ના હંસાબેનની દીક્ષા (દીક્ષિત નામ : સા. ચારુરક્ષિતાશ્રીજી) હતી ત્યારે એક ઘટના ઘટી, જે ઘટનાએ પૂજયશ્રીની જીવનપદ્ધતિ જ બદલાવી નાખી. દીક્ષાર્થીના વર્ષીદાનનો વરઘોડા વખતે પૂજ્યશ્રી ચાલી રહ્યા હતા. અચાનક જ પાછળથી દોડતી દોડતી ગાય આવી, બધા સાઇડ પર ખસી ગયા, પૂજયશ્રી પણ ખસવા ગયા ત્યાં જ જોરથી ગાયનો ધક્કો લાગ્યો (ગાયે પૂજયશ્રીને જો કે સ્પર્શ કર્યો ન હતો, પણ તેના કારણે પૂજયશ્રીને ધક્કો લાગ્યો.) પૂજ્યશ્રી નીચે ગબડી પડ્યા. પાછળનો બોલ તૂટી ગયો. ચારેબાજુ હાહાકાર મચી ગયો. પૂજ્યશ્રીને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. તૂટી ગયેલા બોલના સ્થાને સ્ટીલનો નવો બોલ બેસાડવો હોય તો જામનગર જવું પડે તેમ હતું, પરંતુ પૂજયશ્રીએ સ્પષ્ટ જણાવી દીધું : જે કરવું હોય તે અહીં રહીને જ કરો. આખરે મુંબઇથી સ્પેશ્યલ ડૉકટરે આવીને ભુજમાં જ ઓપરેશન કર્યું. આવા સમયે પૂજયશ્રીની પ્રસન્નતા એટલી હતી કે ડૉકટરો પણ નવાઇ પામેલા. ડૉકટરોએ કહેલું : આવા યોગી પુરુષો જ આટલા સ્વસ્થ રહી શકે. સામાન્ય માણસ તો ચીસો પાડીને તો આખું ગામ ગજવી નાખે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૦ પૂજયશ્રી કોઇ પણ ઘટનામાંથી સારો જ બોધ-પાઠ લેતા. આ પ્રસંગે ટિપ્પણી કરતાં પૂજ્યશ્રીએ કહેલું : એ તો સારું થયું. આ વરઘોડામાં બીજા કોઇને નહિ ને મને જ વાગ્યું. બીજાને વાગ્યું હોત તો આટલી સારવાર થાત ? સમસ્ત સંઘ ખડેપગે ઊભો રહેત ? સારું થયું : મને જ વાગ્યું. પૂજ્યશ્રીના આ ઉદ્ગારો સાંભળનારનાં હૃદય ઝૂકી પડતાં. ત્યાર પછી પૂજ્યશ્રી માટે વિહારમાં ચાલવાનું બંધ થયું, ડોલી આવી. આવા કટોકટીના પ્રસંગે પણ થોડી વાર માટે પૂજયશ્રી દીક્ષાના મંડપમાં (માગ સુદ-૯) પધારેલા, જે એમના હૃદયમાં રહેલી કરુણા જણાવે છે. આવી પરિસ્થિતિમાં પણ પૂજયશ્રી ભરૂડીઆ ઉપધાનમાળમાં પધાર્યા. પોષ વદ-૯, મનફરા, અહીં બે મહિલાઓની દીક્ષા થઇ. સા. સંયમપૂર્ણાશ્રીજી (ખેતઇબેન, મનફરા), સા. પ્રિયગુણાશ્રીજી (ભાનુબેન, મનફરા) મહા સુદ, આધોઇ, અહીં મહા સુ.૬ ના શુભ દિવસે પૂજયશ્રીએ પૂ.પં. શ્રી પ્રીતિવિજયજી ગણિને ઉપાધ્યાય પદ તથા પટ્ટશિષ્ય પૂ. મુનિ શ્રી કલાપ્રભવિજયજીને ગણિ-પંન્યાસ પદ આપ્યાં. આ સાથે કેટલીક દીક્ષાઓ પણ થઇ હતી : મુનિ શ્રી મહાગિરિવિજયજી (ખીમજીભાઇ, આધોઈ), સા. હર્ષનંદિતાશ્રીજી (ભાવનાબેન, અંજાર), સા. દર્શનગુણાશ્રીજી (જિજ્ઞાબેન, કાપરા), સા. ભાવધર્માશ્રીજી (લક્ષ્મીબેન, આધોઈ), સા. ભાવદર્શનાશ્રીજી (ગુણવંતીબેન, આધોઈ), સા. હેમકીર્તિશ્રીજી (પ્રભાબેન, સામખીયાળી). આ પ્રસંગે વાગડ સમુદાયના મહાતપસ્વિની સા. પુષ્પચૂલાશ્રીજીને ૨૦૦ (૧૦+૧૦૦)મી ઓળીનું પારણું થયું હતું. પૂજ્યશ્રી દ્વારા લિખિત ધ્યાનવિચાર’ ગ્રંથનું વિમોચન થયું. મહા વદ, ભીમાસર, અહીં નવનિર્મિત વિશાળ જિનાલયમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. (ભૂકંપ પછી પણ અહીંનું દેરાસર ઊભું છે.) આ પ્રસંગે પૂ. મુનિ શ્રી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy