SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠજીએ ત્યારે મને એક બંધ કવર આપ્યું અને કહ્યું કે શહેરમાં જલદી જઇ મારા પુત્રને આ કવર આપી દેજે. ભલે શેઠજી ! કહીને હું ઊપડ્યો... રાજગૃહી તરફ. જલદી-જલદી ચાલતો હોવાથી હું શહેર આવતાં-આવતાં તો થાકી-પાકીને લોથ થઇ ગયો. ક્યાંક આરામ કરવાની ઇચ્છા થઇ આવી. શહેર બહાર બગીચો હતો. ત્યાં આરામ કરવા હું ગયો. બગીચાની વચ્ચે કામદેવનું મંદિર હતું. એના ઓટલા પર મેં લંબાવી દીધું. ઊંઘ ક્યારે આવી ગઇ તેની ખબરેય ન પડી. થાકેલા માણસને ઊંઘ શોધવી પડતી નથી, ઊંઘ એને શોધતી આવે છે. આજે તમારે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. કારણ કે તમે પરિશ્રમનો મહિમા જ ભૂલી ગયા છો. આળસને તમે આરામ સમજી બેઠા છો. હું જાગ્યો ત્યારે ઠીક... ઠીક... સમય વીતી ગયો હતો. જલદીજલદી જઇ મેં સાગર શેઠના પુત્રને કવર આપ્યું. પણ... આ શું ? એણે તો કવર વાંચીને તરત જ મને નવા વસ્ત્રો પહેરાવી ગોર મહારાજને બોલાવીને પોતાની બેન વિષાના મારી સાથે લગ્ન જ કરાવી દીધા. આ લગ્નનું રહસ્ય તો મને ઘણા ટાઇમ પછી વિષા દ્વારા જાણવા મળ્યું. વિષાએ મને એક દિવસે કહેલું કે તમે જ્યારે મંદિરના ઓટલે સૂતા હતા ત્યારે હું કામદેવના દર્શનાર્થે આવેલી. તમારી સોહામણી આકૃતિ અને મજબૂત બાંધો જોઇને જ હું પ્રથમ ક્ષણે જ તમારા પર મોહી પડેલી. તમારા ખીસામાંના કવરનો અર્ધો ભાગ બહાર દેખાતો હતો. તેમાં પિતાજીના હસ્તાક્ષરો જોઇ મને કુતુહલ થયું. જરા જોઇ તો લઉં ! શું લખ્યું છે અંદર ? કવર ખોલીને ચિઠ્ઠી વાંચીને હું તો ક્તિ જ થઇ ગઇ. અંદર લખ્યું હતું ઃ ચિરંજીવી સમુદ્રને જણાવવાનું કે આવનાર ભાઇને તરત જ વિષ આપી દેજે. આમાં જરાય સંદેહ કે વિલંબ કરીશ નહિ. આવા સુંદર યુવાનને વિષ આપી દેવાનું ? મારી નાખવાનો ? નહિ... નહિ... આ વિષને નહિ પણ વિષાને લાયક છે. મારું અંતઃકરણ આત્મ કથાઓ • ૧૭૪ આપને જોઇને બોલી ઊઠ્યું. હું આપના પર મોહી પડી હતી. આપને વરવાનો સંકલ્પ લઇ બેઠી હતી. મેં ગમે તે ભોગે આપને બચાવવાનો નિર્ણય કરી લીધો. સ્ત્રીસહજ બુદ્ધિથી મેં તરત જ મારી આંખોમાના કાજળને આંગળીના નખમાં લઇ વિષની આગળ એક માત્રા લગાડી દીધી. વિષનું વિષા થઇ ગયું. પછી તો આપ જાણો જ છો કે શું થયું ? એક માત્રાએ મારો અને આપનો આખો જીવન-નકશો જ બદલાવી દીધો... ખરૂંને ? - એમ કહીને એ મને ભેટી પડી. હવે હું સાગર શેઠનો જમાઇ થઇ ગયો હતો. અચાનક વરસી પડેલી ભાગ્ય લીલા હું સસ્મિત આંખે જોઇ રહ્યો હતો. પણ... ગોકુળથી પાછા ફરેલા મારા સસરા સાગરે જ્યારે આ બધું ઊંધું વેતરાઇ ગયું છે, એવું જાણ્યું ત્યારે સ્તબ્ધ બની ગયા. અરેરે... આ શું થઇ ગયું ? કંસારની થૂલી થઇ ગઇ ! ગણપતિ દોરવા જતાં વાંદરો દોરાઇ ગયો ! કંકુ બનાવવા જતાં કીચડ થઇ ગયો ! આ નોકર દામજ્ઞક જમાઇ બની ગયો. હું જે જે કરું તે ઊંધું કેમ પડે છે ? શું આખરે દામજ્ઞક જ માલિક બનશે ? શું પેલા મુનિઓની આગાહી ખરી પડશે ? ના... ના... એમ હુંયે કાંઇ કાચો નથી. એમ આગાહી ખરી પડવા નહિ દઉં ! પ્રયત્નથી ગમે તેમ કરીને એનો કાંટો કાઢીશ. પ્રારબ્ધ સામે આખરે પુરુષાર્થ જીતે જ છે. લાવ... હજુ એક દાવ લગાવી દઉં. આ વખતે તો એવું કરું... એવું કરું કે દામન્નક કોઇ પણ હિસાબે જીવતો જ ન બચે ! ઓલા ચંડાળે તે વખતે મને ઉલ્લુ બનાવેલો. આ વખતે જો એણે કામ ન કર્યું તો હુંયે કાંઇ કાચો નથી. શેઠે તો પેલા ચંડાળને બોલાવીને બરાબર પાઠ ભણાવી દીધો. અમુક રાતે... અમુક સમયે અમુકને ઉપર પહોંચાડવાનો છે. જો, પહેલાં જેવું તે કર્યું તો તારી ખેર નથી. ને... આ વખતે ચંડાળ પણ બરાબર તૈયાર થઇ ગયો. આખરે ચંડાળ ખરોને ? ચંડ - ઉગ્ર - કાર્યો કરવા સદા તત્પર રહે તેનું નામ ચંડાળ ! પણ... ચંડાળ કરતાંય ખતરનાક બન્યા હતા મારા સસરા ! ચંડાળ તો બિચારો લાચાર છે. આવા કાર્યો આત્મ કથાઓ - ૧૭૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy