SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનનું નામ યાદ કરી લે. હવે તારો અંતકાળ આવી પહોંચ્યો છે. આ તલવાર હવે તારું ડોકું ઉડાવી દેશે. હું ફરી રડી પડ્યો. ને... ચંડાળની આકૃતિ બદલાઇ ગઇ. એનો બિહામણો ચહેરો સોહામણો બની રહ્યો હોય તેવું લાગ્યું. મારી બાળ-સહજ નિર્દોષતા જોઈ એના હૃદયમાં દયાનું ઝરણું ફૂટ્યું હોય - તેમ લાગ્યું. કંઇક સૌમ્યતાથી તે બોલ્યો : ટેણીયા ! આજે તો હું તારું માથું નથી કાપતો, માત્ર હાથની ટચલી આંગળી જ કાપું છું. પરંતુ ફરી આ નગરમાં તું આવ્યો તો માથું જ કપાઇ જશે. સમજ્યો ? ને... એણે તલવારથી મારી ટચલી આંગળી કાપી નાખી. હું લોહીનીંગળતા હાથે ધૂમ દબાવીને ભાગ્યો. હું ત્યારે તો કાંઇ સમજી ન શક્યો, પણ મોટો થયા પછી હું સમજ્યો કે શેઠજી મને મારી નંખાવવા માંગતા હતા. જૈન સાધુઓની વાત છૂપી રીતે સાંભળતાં એમને ખબર પડી ગયેલી કે હું ઘરનો માલિક થવાનો છું. નોકર માલિક બની જાય - એ કાંઇ ચાલે ? આવા કોઇ ખ્યાલ શેઠે મને મારવા આ ચંડાળને તૈયાર કર્યો હતો. એ તો સારું થયું કે ચંડાળે દયાળુ બની મને જીવતો છોડી મૂક્યો, નહિ તો મારું માથું ત્યારે જ વઢાઇ જાત. હું ત્યાંથી થોડે દૂર કોઇ ગોકુળમાં જઈ ચડ્યો. ત્યાં મને ગાયોની રખેવાળીનું કામ પણ મળી ગયું. યોગ્યતા હોય તો કામ સામેથી આવી મળે છે. આજે તમારામાંના ઘણા લોકો બેકારી હટાવો... બેકારી હટાવો... ની બૂમો મારી રહ્યા છે, પણ કોઇ પોતાની યોગ્યતા પર વિચારતું નથી. બેકારી વખતે કામ-કામની બૂમો મારનારા એ જ માણસો કામ મળતાં કામચોર બની જાય છે ! ખરી વાત છે : યોગ્યતાની ! માણસ લાયક બને એટલે કામ પોતાની મેળે આવી મળે. વિશ્વમાં ઢગલાબંધ કામો મોં ફાડીને ઊભા છે, યોગ્ય પુરુષની વાટ જોઇ રહ્યા છે. બેકારી દૂર કરવાની વાત કરનારો યુવક જો યોગ્યતા મેળવવાની દિશામાં વિચારે તો ઘણું કામ સ્વયમેવ આત્મ કથાઓ • ૧૭૨ સરળ બની જાય. કામ મળી ગયા પછી હું કદી કામચોર બન્યો નહિ. મને મારું કામ ખૂબ ગમતું. ગાયોને હું ખૂબ પ્રેમ કરતો. હું પ્રત્યેક કામ દિલથી કરતો. - આમ કરતાં-કરતાં દસેક વર્ષના વહાણા વાઇ ગયા. હવે હું અઢાર વર્ષનો જુવાન બની ગયો હતો. નાનપણની વાત લગભગ વીસારે પડી ગઇ હતી. એક દિવસે અચાનક જ ઓલા સાગર શેઠ ગોકુળમાં આવી ચડ્યા. મને જોતાં જ ચમકી ઊઠ્યા. તેમણે મને પૂછ્યું : તારું નામ દામશકે ? મેં કહ્યું : હાજી. તું સાગર શેઠને ત્યાં કામ કરતો હતો ? હાજી. શેઠજી ફરી વિચારના ચગડોળે ચડી ગયા. ફરી-ફરી મારી કપાયેલી આંગળી તરફ જોવા લાગ્યા. તેમનું મન જાણે બોલી રહ્યું હતું : હં.. આ તો એ જ બિરાદર... એકાદ કલાક પછી શેઠ ફરી મારી પાસે આવ્યા અને કહ્યું : અલ્યા દામન્નક ! તું એક કામ કરીશ ? જરૂર શેઠજી ! આપનું કામ નહિ કરું તો કોનું કરીશ ? મને ત્યારે વિચાર સુદ્ધા હોતો આવ્યો કે આ શેઠજી મને જ મારવાની પેરવીમાં છે. દસ વર્ષ પહેલા નિષ્ફળ ગયેલી યોજનાને ફરી સફળ બનાવવાની વેતરણમાં છે. હું તો શેઠ પ્રત્યે એટલો જ પૂજ્ય ભાવ ધરાવતો હતો. આપણે કોઇનું ભૂંડું ન કરીએ તો આપણું ભૂંડું કોણ કરી શકવાનું છે? બીજો માણસ આપણું ભૂંડું કરવા આકાશ-પાતાળ એક કરી નાખે... પણ એ નહિ કરી શકે.... કારણ કે આપણે ભલા હતા, પુણ્ય આપણા પક્ષમાં હતું. ભૂંડું કરનાર બીજાનું નહિ, પણ પોતાનું જ ભૂંડું કરી રહ્યો છે. આ સત્ય સિદ્ધાંતની પ્રતીતિ તમને મારા જીવનમાંથી ડગલે-પગલે મળ્યા કરશે. આત્મ કથાઓ • ૧૭૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy