SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ IT (9) મંકોડો બચાવવા... પાસે એક સ્ત્રી રડી રહી હતી. મને તે જોઇ કરુણા ઊપજી. એના દર્દનું કારણ પૂછવાનું મન થયું. પણ ગુરુદેવના દર્શનની ઉત્સુકતા ખૂબ હતી એટલે પહેલાં ગુરુદેવ પાસે હું પહોંચ્યો. પૂછ્યું: ‘ગુરુદેવ ! બહાર કઈ સ્ત્રી રડે છે ? શા માટે રડે છે ?' ‘કુમારપાળ ! એ મનુષ્ય સ્ત્રી નથી, દેવી છે, જે દેવીએ તને ત્રિશૂળ વીંઝવું એ જ તારી કુળદેવી કંટકેશ્વરી છે. મેં એને મંત્રશક્તિથી બાંધી છે.' ગુરુદેવે કહ્યું. ‘એને અહીં બોલાવો અને જીવદયા પ્રેમી બનાવો.” મેં ગુરુદેવને પ્રાર્થના કરી. બીજી જ પળે મેં જોયું તો પેલી દેવી હાથ જોડીને ગુરુદેવ સમક્ષ ઊભી હતી અને કહી રહી હતી : “સૂરિદેવ ! હવેથી હું કદી પશુઓના બલિદાન નહિ માગું. અત્યાર સુધી મેં જે જુલમ ગુજાર્યો તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.' દેવીની આંખમાં પશ્ચાત્તાપ દેખાઈ રહ્યો હતો. એની આંખોમાં કરુણાનો જન્મ થયેલો જણાતો હતો. એની વિકરાળ આકૃતિ સૌમ્ય બની ગઇ હતી. ત્યારથી કાયમ માટે કુળદેવી કંટકેશ્વરીને ત્યાં થતી પશુ-હત્યા અટકી ગઇ. ભવિષ્યમાં થનારી હજારો પશુઓની કતલને મેં અટકાવી દીધી. આનો એટલો જબરદસ્ત પ્રભાવ પડ્યો કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં દેવ-દેવીઓ પાસે પશુઓ ચડાવવામાં આવતા હતા તે બધા જ બંધ થઇ ગયા. તેના સ્થાને નૈવેદ્ય, ફળ વગેરે ચડવા લાગ્યા. આ પ્રસંગથી મારા જીવનમાં અહિંસાની ભાવના એકદમ મજબૂત બની ગઇ. કરુણા, જયણા, અહિંસા, અમારિ, દયા વગેરે મારા પ્રિયમાં પ્રિય શબ્દો બની ગયા. રે, એ જ મારા શ્વાસરૂપ બની રહ્યા. મારા પ્રત્યેક શ્વાસમાં, નાડીના પ્રત્યેક ધબકારમાં કરુણા અને જયણાનો નાદ થતો હોય - એવું હું કેટલીયેવાર અનુભવતો. બીજાને થતી વેદના હું જોઇ ન શકતો. એ મારી જ વેદના હોય એવું મને સંવેદન થતું. એક વાર રાત્રે હું પૌષધમાં હતો. એક સ્થાને બેસી શાંતિથી જાપ કરી રહ્યો હતો. ત્યાં મારા હાથ પર મંકોડો ચોંટ્યો. જાપમાં એકાગ્ર થયેલ મન મંકોડામાં ગયું. હું એવો મોટો યોગી હોતો કે મંકોડા કે વીંછી કરડે તોય મને ખબર ન પડે, શરીરને હું સાવ જ ભૂલી જાઉં ! મંકોડાને હટાવવા તરત જ મારો બીજો હાથ ધસી જવા લાગ્યો. ત્યાં જ મારા હૃદયમાં રહેલી કરુણા બોલી ઊઠી : જોજે, કુમારપાળ ! ક્યાંક ઉતાવળમાં નિર્દોષ મંકોડો મરી ન જાય. તારી થોડી જ ઉતાવળ અને મંકોડાનું મૃત્યુ ! મંકોડાનો સ્વભાવ તો તું જાણે જ છે ને ? એકવાર ચીપજ્યા પછી બહુ જ મુશ્કેલીથી ઊખડે. તૂટે, પણ છૂટે નહિ - મંકોડાનો આવો સ્વભાવ ! મારો હાથ તરત જ થંભી ગયો. આ વખતે બહુ જ જાગૃતિ જોઇએ, તીર્ણ ઉપયોગ જોઇએ. કારણ કે તે વખતે ઘણીવાર અજાણતાં જ આપણો હાથ ત્યાં પહોંચી જાય છે ને ખણી નાખે છે ને શુદ્ર જંતુ મરી જાય છે. મચ્છર કે કોઇ જંતુ કરડે ત્યારે તમે જોજો. આ પ્રક્રિયા કેટલી ઝડપી બને છે ? એટલે જ જયણાપ્રેમી આરાધકો શરીર પર જ્યારે પણ ખંજવાળ આવે ત્યારે મુહપત્તી, ચરવળો કે ખેસથી પુંજી પછી ખણે છે. પુંજવાપ્રમાર્જવાના તેમના સંસ્કારો એટલા ઊંડા પડી જાય છે કે અજાગૃત મન પણ આ અંગે સજાગ રહે છે. આવા આરાધકો રાત્રે ઊંઘમાં પડખું ફેરવે ત્યારે પણ પુંજતા-પ્રમાર્જતા હોય છે.. મારો હાથ જોરથી કરડી રહેલા મંકોડા પાસે પહોંચ્યો. મેં તેને હટાવવા પ્રયત્ન કર્યો. પણ એ હટે ? સત્તાનો સ્વાદ ચાખી ગયેલો શાસક સિંહાસનથી હટે? માનવના લોહીને ચાખી ગયેલો આ મંકોડો હું જેમજેમ હટાવવા પ્રયત્ન કરું તેમ તેમ તે પોતાની પકડ વધુ મજબૂત બનાવતો જતો હતો. પ્રત્યેક ક્ષણે મારી વેદના વધતી જતી હતી. જો કે મને મારી વેદનાની નહિ, પણ મંકોડાના રક્ષણની ચિંતા હતી. હું કુમારપાળ • ૪૨૯ આત્મ કથાઓ • ૪૨૮
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy