SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? હું દેવી છું ને આ ત્રિશૂળ... આંખો કાઢીને દેવી બોલી રહી હતી. તેની આંખો જાણે ધગધગતા અંગારા ભરેલી સગડી લાગતી હતી ! પણ મેં જરાય ડર્યા વિના પૂર્ણ સ્વસ્થતાથી કહ્યું : દેવી ! તમે તો જગદંબા કહેવાઓ. તમે તો જગતના જીવોનું રખોપું કરો. રખેવાળ પોતે જ જો હત્યા કરે તો ક્યાં જવું ? રક્ષક જ ભક્ષક બને તો ક્યાં પોક મૂકવી ? વાડ જ ચીભડાં ગળે ક્યાં ફરિયાદ કરવી ? દેવી ! પશુઓના બલિનું આપ શું કરશો ? માત્ર તમાશો દેખવા આટલા બધા નિર્દોષ પશુઓની હત્યા ?' ‘હવે તું વેવલાઇ મૂક અને મારું કહ્યું માન” દેવી ગર્જી ઊઠી. ઓ કંટકેશ્વરી ! તો તું સાંભળી લે કે સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે તો પણ આ કુમારપાળ હવે હિંસા કરવાનો નથી. તું કરી-કરીને શું કરવાની છે ? મને મારી નાખવાથી વધુ શું કરવાની છે ? મને મારી નાખવાથી તું ખુશ થાય એમ છે ? તો મારી નાખ. મારું બલિદાન અપાઇ જાય તો ભલે અપાઇ જાય, પણ હું નિર્દોષ પશુઓનો બલિ કદી નહિ ચડવા દઉં.' મેં સ્પષ્ટ શબ્દોમાં મારો આખરી ફેંસલો જણાવી દીધો. | ‘એમ ? મારી સામે આટલું ઘમંડ ? લે લેતો જા અહિંસાની પૂંછડી !' દેવીએ ત્રિશૂલ ઉછાળીને મારી છાતીમાં વીંધ્યું અને એ જ ક્ષણે એ અદૃશ્ય થઇ ગઇ. ત્રિશુળના એ પ્રહારથી હું મર્યો તો નહિ, પણ મારા આખા શરીરમાં ભયંકર બળતરા થવા માંડી. શરીર કોઢ રોગથી ગ્રસ્ત બની ગયું. અંદર કોઇએ આગ લગાડી હોય તેવો તીવ્ર દાહ થવા માંડ્યો. વેદના તો એવી ભયંકર હતી કે ભલભલો માણસ પણ ચલિત થઇ જાય પણ હું તો અહિંસા ધર્મમાં સંપૂર્ણ સ્થિર રહ્યો. પરંતુ હવે મને વિચાર આવ્યો : સવારે લોકો મને જોશે તો શું કહેશે? બસ અહિંસાની ઉપાસનાનું આ જ ફળને ? બહુ મોટા ઉપાડે અહિંસા-અહિંસાના બણગાં ફૂંકતો હતો તે કુમારપાળ જોયોને ? આખર કેવી દશા થઇ ? કુળદેવીનો મેથીપાક ચાખવો પડ્યો ને ? આવું વિચારનારા / બોલનારા લોકો કંટકેશ્વરીનો પ્રભાવ જોઇ મિથ્યાધર્મમાં વિશ્વાસ કરશે. અહિંસા કરતાં હિંસાને બળવાન ગણશે. જૈન ધર્મ કરતાં મિથ્યાધર્મમાં વિશ્વાસ કરશે. અહિંસા કરતાં હિંસાને બળવાન ગણશે. જૈન ધર્મ કરતાં મિથ્યાધર્મ મહાન છે - આવો ભ્રમ દેઢ થશે. મારા નિમિત્તે શાસનની આવી અપભ્રાજના થાય તે કેમ ચાલે ? હું શાસનની પ્રભાવના ન કરી શકે તો કાંઇ નહિ, કમ સે કમ અપભ્રાજનામાં તો નિમિત્ત ન બનું ! તો હવે મારે શું કરવું ? કોઇ લોકો મને જુએ તે પહેલાં જ હું ચિતામાં સળગી જાઉં તો ? હા, એ જ સારું છે. આનાથી સત્ય ધર્મની અવહીલના થતી અટકશે. મેં આ વાત બાહડ મંત્રીને કહી : મારે સૂર્યોદય પહેલાં જ ચિતામાં સળગી જવું છે. સ્તબ્ધ થઇ ગયેલા બાહડે મારી પાસેથી સંપૂર્ણ વાત જાણી અને કહ્યું : મહારાજા ! આપ ઉતાવળ ના કરો. જે કરવું હોય તે ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિજીને પૂછીને કરજો. હું ગુરુદેવ પાસે હમણાં જ જાઉં છું. ત્યાં સુધી આપ નવકાર મંત્રનું સ્મરણ કરજો. બધા સારાં વાનાં થશે. બાહડ મંત્રી તરત જ ગયા અને થોડા જ સમયમાં પાછા ફર્યા. એમના હાથમાં જલપૂર્ણ પાત્ર હતું. હું જોતાં જ સમજી ગયો : મારા ગુરુદેવે આ મંત્રિત પાણી મોકલ્યું છે. મને હવે વિશ્વાસ થઇ ગયો : બસ, મારો રોગ ગયો. હવે મારે મરવું નહિ પડે. મને ગુરુદેવ તરફ અતૂટ વિશ્વાસ હતો. એમના વાક્યને હું મંત્ર સમજતો. એમની આજ્ઞાને હું પ્રભુની આજ્ઞા માનતો. એ મારા જીવનનું સર્વસ્વ હતા. ગુરુદેવ તરફની મારી આ શ્રદ્ધા હંમેશાં ફળતી રહી. દેવ, ગુરુ, તીર્થ, ઔષધિ, મંત્ર, સ્વપ્ન, જ્યોતિષ આ બધા પદાર્થો એવા છે કે ત્યાં શ્રદ્ધા રાખો તો જ ફળ મળે. શ્રદ્ધા જેટલી ઊંડી... ફળ એટલું જોરદાર ! મને મારા ગુરુદેવ પર ઊંડી શ્રદ્ધા હતી. પાણી જોતાં જ મારું મન બોલી ઊડ્યું : હવે વિદન ગયા ! અને ખરેખર એમ જ થયું, બાહડ મંત્રીએ જ્યાં પાણી છાંટ્યું ત્યાં જ મારા શરીરની બળતરા શાંત થઇ ગઇ અને કોઢ રોગ પણ જતો રહ્યો. મારું શરીર પૂર્વવત્ બની ગયું. ઓહ ! ગુરુદેવ ! આપ કેવા કૃપાળુ છો ? મને ફરી આપે જીવન-દાન આપ્યું. આપના આવા અનંત ઉપકારોનું ઋણ હું કયા ભવમાં ચૂકવી શકીશ ? મારું હૃદય બોલી રહ્યું. સવાર થતાં જ પૂજ્ય ગુરુદેવના દર્શનાર્થે હું ઉપાશ્રયે ગયો. દરવાજા હું કુમારપાળ • ૪૨૭ આત્મ કથાઓ • ૪૨૬
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy