SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) હું અભય , ભક્ત શિષ્યો કાળધર્મ પામ્યા છતાં આપની આંખમાં આંસુ અમે નથી જોયા. જ્યારે આજે એક છ માસના પર્યાયવાળા બાળ મુનિના સ્વર્ગવાસ સમયે આંસુ કેમ ? ત્યારે મારા પિતા મુનિએ પ્રથમ વખત જણાવતાં કહ્યું : ‘મહાત્માઓ ! એ મનક મુનિ મારા સંસારીપણે પુત્ર હતા.’ અરે... ગુરુદેવ! આપે અમને આ વાત પહેલા શા માટે ન કહી ? અમને તેમની સેવાનો લાભ મળત ને ?” “એવી સેવા એ ખરેખર સેવા ન કહેવાય, પણ ખુશામત કહેવાય. તમે જ્યારે જાણી જાવ કે આ આચાર્યશ્રીનો સંસારી પુત્ર છે, એમની સેવા કરીશું તો આચાર્યશ્રી રાજી થશે, ત્યારે તમારી એ સેવા ખુશામત બની રહે છે. વળી, બીજી મહત્ત્વની એ વાત કે જો તમે તેની સેવામાં લાગી જાવ તો મનક મુનિને શું લાભ મળે ? એ તો એશ-આરામી જ બની જાય ને ? મારે એના શરીરનું નહિ, પરંતુ આત્માનું હિત કરવું હતું. માટે જ મેં આટલા દિવસ સુધી તમને આ વાત જણાવી હતી. એના માટે બનાવેલું દશવૈકાલિક સૂત્ર હવે હું સમેટી લેવા માંગું છું.' ‘ના... ના... ગુરુદેવ ! એવું ના કરશો. ભવિષ્યમાં આ તો ખૂબ જ કામ લાગશે. અમારા માટે હવે એ એમ જ રહેવા દો. શિષ્યોની વિનંતી સ્વીકારી ગુરુદેવે એ દશવૈકાલિક સૂત્ર રહેવા દીધું. પહેલાં મુનિઓ પ્રથમ આચારાંગ સૂત્રનો અભ્યાસ કરતા ત્યાર પછી વડી દીક્ષા થતી, પણ ત્યારથી દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ થવા લાગ્યો. આમ, મારા નિમિત્તે બનેલું દશવૈકાલિક જૈન શાસનમાં અમર સર્જન બની ગયું, જે પાંચમા આરાના છેડા સુધી રહેવાનું ! બંધુઓ ! મારા જેવા નાની ઉંમરવાળા અલ્પપર્યાયવાળાનું જૈન શાસનમાં ક્યાંય સ્થાન હોઇ શકે ? પણ શાસનનો પ્રભાવ તો જુઓ. મહાપુરુષોએ મારા નામને ભરખેસરની સજઝાયમાં ગોઠવી દઇને મને અમર બનાવી દીધો ! “ઉદાયગો મણગો.” તમે બોલો છો ? “મણગો તે હું પોતે જ ! ખરેખર જો મને જૈન શાસન ન મળ્યું હોત તો મારું જીવન એળે જ ગયું હોત ! મને કોઇ યાદ પણ ન કરતું હોત. બાળકો ! મળેલા જૈન શાસનને અને સદ્ગુરુને બરાબર વળગી રહેજો. કામ થઇ જશે. આઠ વર્ષની ઉંમર સુધી તો મને ખબર જ હોતી કે મારા પિતા કોણ ? હું તો મારા નાનાને જ પિતા સમજતો હતો. આ તો રમતમાં મને કોઇએ “નબાપાનું મહેણું માર્યું ને મેં મારી માને પૂછયું એટલે ખ્યાલ આવ્યો કે મારા પિતાજી તો કોઈ બીજા જ છે. મારી માતાનું નામ નંદા ! તેને મેં પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું : આઠ વર્ષ પહેલાં મારા લગ્ન મારા પિતાજીએ કોઇ અજાણ્યા પરદેશી યુવક સાથે કરેલા. તેઓ અહીં થોડોક સમય રહી કોઇ ઊંટવાળા બોલાવવા આવેલા ત્યારે ચાલ્યા ગયા છે. પછી આજ સુધી કોઇ સમાચાર નથી. જ્યારે તેઓ ગયેલા ત્યારે તું પેટમાં હતો. તેથી તને એમનો ખ્યાલ ક્યાંથી હોય? હા... એક આ ચીઠી આપી ગયા છે. તું વાંચ. તેમાં કાંઇક લખ્યું છે ખરૂં. મેં ચીઠી વાંચી. તેમાં લખેલું હતું : “રા નાદે ગોપાતા વયમ્' બીજો કોઈ હોય તો એમ જ સમજે કે આ કોઇ રાજગૃહનો ગોવાળ હશે, પણ હું તો સમજી ગયો કે મારા પિતાજી ગોવાળ નહિ, પણ રાજા છે.. ‘ગોપાલ'નો અર્થ રાજા પણ થાય. ‘ગો' એટલે પૃથ્વી. ‘પાલ' એટલે પાળનાર. પૃથ્વીનો પાલક રાજા જ હોય ને ? હું તો મારી માને લઇને, નાનાના આશીર્વાદ લઇને, રાજગૃહ તરફ જવા ઉપડ્યો. બેન્નાતટથી અવિરત પ્રયાણ કરતાં કેટલાક સમય પછી હું રાજગૃહી પહોંચ્યો. મને થયું કે એમને એમ માને ત્યાં લઇ જવી સારી નહિ. પહેલાં હું નગરમાં જાઉં. જોઊં... અને પછી માતાને લઇ જાઉં. મારી માતાને હું બગીચામાં મૂકી રાજગૃહ તરફ જવા લાગ્યો ત્યાં રસ્તામાં જ મેં માણસોનું ટોળું જોયું. હું તે તરફ ગયો. કોઇ માણસને મેં પૂછ્યું : આ શું છે ? આટલો કોલાહલ શાનો છે ? ત્યારે તેણે કહ્યું : શ્રેણિક રાજાને ચારસો નવ્વાણું મંત્રીઓ છે. પણ હવે તે તે સૌનો નેતા, તીક્ષ્ણ બુદ્ધિશાળી મંત્રી શોધે છે. પાંચસોમો તેવો કોઇ બુદ્ધિશાળી મંત્રી મળી જાય માટે રાજાએ જાહેર પરીક્ષાનો ઉપક્રમ કર્યો છે. મેં પૂછ્યું : કઈ પરકાય - પ્રવેશ • ૩૪૭ આત્મ કથાઓ • ૩૪૬
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy