SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) હું મનક ‘અય નબાપા ! બેસ બેસ હવે. તારા બાપનું તો કાંઇ ઠેકાણું નથી ને અમારી સામે જીભાજોડી કરે છે ? જા... તારી માને પૂછી આવ કે મારો બાપ કોણ છે ? પછી અમારી પાસે વાત કરજે.’ સાત-આઠ વર્ષની ઉંમરે હું ગલીઓમાં રમતો હતો ને કોઇ છોકરાએ મને આવી તીખા તમતમતા વેણ સંભળાવ્યા. મારા કાનમાં તો જાણે ખીલા ભોંકાયા. હું તો રમત પડતી મૂકીને સીધો પહોંચ્યો માની પાસે અને બોલી ઊઠ્યો : ‘મા...! મા...! મારા પિતાજી ક્યાં છે ? કોણ છે ?' બેટા ! તારે શું કામ છે ?' ‘નહિ... મા ! મારે કામ છે.' મારી માએ શરૂઆતમાં આનાકાની કરી, પણ પછી સાચી વાત બતાવતાં કહ્યું : બેટા ! તારા પિતાજી મહાન કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ એક વખતે એક મોટો યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે કોઇ જૈન મુનિઓ આવેલા ને તેમને ભરમાવીને યજ્ઞ છોડાવી બાવા બનાવી દીધા છે. તું પેટમાં હતો ત્યારે તેઓ ગયા છે. પછીથી, આજ સુધી મને કોઇ સમાચાર નથી.’ મારી માએ એવી રીતે વર્ણન કર્યું કે મને જૈન મુનિઓ તરફ અને પિતા મુનિ તરફ ધિક્કાર જાગી જાય. મારી માની પણ એ જ ઇચ્છા હતી કે કોઇ રીતે મારો દીકરો મુનિ ન બની જાય. પણ ભવિતવ્યતા જુદી હતી. ઊલટું પિતા મુનિને મળવાની મારી હોંશ ખૂબ જ વધી ગઇ. હું તો પિતા મુનિની શોધમાં નીકળી પડ્યો. યોગાનુયોગ એવું બન્યું કે જે ગામમાં મારા પિતા મુનિ હતા તે જ ગામમાં હું જઇ ચડ્યો. હું ગામમાં પ્રવેશ કરતો હતો ત્યારે જ મને એક મુનિ મળ્યા. જો કે તેઓ મારા પિતા જ હતા, પણ મને ત્યારે ખબર ન્હોતી. ત્યારે જ નહિ, મને જીવનભર એ ખબર ન પડી કે ખરેખર એ મારા પિતાજી છે. સામે મળેલા મુનિએ મને ભારે પ્રેમથી બોલાવ્યો. તેમને જોઇને મને પણ ભારે સ્નેહ ઊભરાયો. તેમણે મને પૂછ્યું : વત્સ ! તું કોણ છે ? કેમ આવ્યો છે ? અહીં કોનું કામ છે ? આત્મ કથાઓ • ૩૪૪ મેં કહ્યું : મારું નામ મનક છે. હું મારા પિતાની શોધમાં આવ્યો છું. મેં સાંભળ્યું છે કે મારા પિતા શ્રી શય્યભવ ભટ્ટે જબરદસ્ત ક્રિયાકાંડી બ્રાહ્મણ હતા. એક વખતે યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે બે જૈન મુનિઓએ એમને કહ્યું : “અો છું અને છું, તત્ત્વ ન સાયતે પરમ્ । ” જૈન મુનિઓ કદી ખોટું બોલે નહિ - એવી માન્યતાથી પ્રેરાઇને મારા પિતાએ યજ્ઞના પુરોહિતોને પૂછ્યું : ‘સાચું બોલો... આમાં તત્ત્વ શું છે ?’ ‘યશ એ જ તત્ત્વ છે. યજ્ઞ કરનારને સ્વર્ગ વગેરેનાં સુખો મળે છે આ જ એનું રહસ્ય છે.’ પુરોહિતોનો આવો જવાબ સાંભળીને મારા પિતાએ તલવાર ખેંચીને ગુસ્સાથી લાલચોળ બનીને કહ્યું : પંડ્યાઓ ! સાચું બતાવો... નહિતર આ તલવારથી તમારા ડોકા કપાયા સમજો. શું રહસ્ય છે અહીં ? તલવાર જોઇને ઠંડાગાર બનેલા એક પંડ્યાએ યજ્ઞના થાંભલા નીચેથી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બતાવીને કહ્યું : રહસ્ય આ છે. આના પ્રભાવથી બધું ચાલે છે. સત્ય વાત સમજાતાં તરત જ મારા પિતાએ જૂઠા યજ્ઞોનો ત્યાગ કરી જૈન દીક્ષા સ્વીકારી. આઠ-આઠ વર્ષના વહાણાં એ વાતને વહી ગયા છે, પણ આજ સુધી મારા પિતાજીના કોઇ સમાચાર નથી. લોકો એવી વાતો કરે છે કે શય્યભવ મુનિ તો મહાન આચાર્ય બની ગયા છે. તો હું એમની તપાસ કરવા આવ્યો છું. મારી વાત સાંભળીને એ મુનિએ મારી પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો ને કહ્યું : ‘વત્સ ! એ શય્યભવ મને જ સમજી લેને ! ચાલ મારી સાથે ઉપાશ્રયમાં. ‘હું તેમની સાથે ઉપાશ્રયમાં ગયો. મારી ધામધૂમથી દીક્ષા થઇ. દીક્ષા પછી મારા પિતા મુનિએ જોયું કે મારું આયુષ્ય છ જ મહિનાનું છે. આટલા નાના પર્યાયમાં દરિયા જેટલું જૈન શાસનનું જ્ઞાન શી રીતે આપવું ? આથી પૂર્વોમાંથી ઉદ્ધાર કરી મુનિજીવનની આચાર સંહિતા સમી ‘દશવૈકાલિક' નામની દસ અધ્યયનની નાનકડી કૃતિ બનાવી. હું એ દશવૈકાલિકનો પ્રથમ અધ્યેતા બન્યો. છ મહિનામાં મેં મારા આત્માને જીવો પરની પરમ કરુણાના રસથી રંગી નાખ્યો. મુનિ-જીવનના આચારને રગેરગમાં વણી નાખ્યો. છ મહિના પછી જ્યારે મારું સમાધિભર્યું મૃત્યુ થયું ત્યારે મારા પિતા મુનિની આંખમાં આંસુ ઊભરાયા. બીજા મુનિઓએ પૂછ્યું : ગુરુદેવ ! આપની આંખોમાં આંસુ કેમ ? મોટા-મોટા આપના પરમ પરકાય - પ્રવેશ - ૩૪૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy