SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મને પણ મુશ્કેલીમાં મૂકી શકે ! મારા કરતાં હજારો રૂપાળા અને હજારો ધનવાનો આ જગતમાં વસે છે. જ્યારે મારાથી અધિક કોઇ મળી જશે ત્યારે મારો વિશ્વાસઘાત કરતાં એ જરાય વાર નહિ લગાડે. આ બધાને મારે ક્યાં સાચવવી? પેલા (મહાવત) જેવી મારી હાલત થાય, એ પહેલાં જ હું એને છોડી દઉં. આવી ચંચળ સ્ત્રીઓના શા ભરોસા ? જે મારા જેવા અજાણ્યા ખાતર પોતાના પતિને શૂળીએ ચડાવવા તૈયાર થઇ જાય, એને મને છોડતાં શી વાર ? - આવી જ કોઇ વિચારણા હેઠળ ચોક્કસ એ મને છોડીને ભાગી ગયો હશે ! - પણ જતાં-જતાં એણે મારી હાલત કફોડી કરી નાખી ! મારા ઘરેણાં તો લઇ ગયો, પણ કપડાંય લઇ ગયો ! ઘરેણાં વગર તો હજુયે ચાલે, પણ કપડાં વિના શું ચાલે ? એમાંય પુરુષોને તો હજુય ચાલે... સ્ત્રીઓને તો બિલકુલ નહિ. - રોટી, કપડાં, મકાન - આ માણસની આવશ્યક ચીજો છે. સૌ પ્રથમ રોટલી, પછી કપડાં અને પછી મકાન જોઇએ. આ ક્રમ પુરુષો માટે ઠીક હશે. પણ અમ મહિલાઓ માટે તો ઊલટો ક્રમ છે. તમે પુરુષ લોકો માત્ર તમારી રીતે જ વિચારો. તમારી વિચારધારામાં મોટાભાગે સ્ત્રીઓને સ્થાન હોતું જ નથી. સ્ત્રીઓને જો આવશ્યકતાનો ક્રમ પૂછો તો કદાચ જવાબ ઊલટો હશે. સ્ત્રીઓનો જવાબ હશે : મકાન, કપડાં, રોટી ! અને સર્વ પ્રથમ આશ્રય માટે મકાન જોઇએ. પછી લાજ ઢાંકવા કપડાં જોઇએ અને રોટીનો ક્રમ તો સૌથી છેલ્લો આવે ! મારે કોઇ આશ્રયસ્થાન ન્હોતું ! ઉપરનું આકાશ એ જ મારું છાપરું અને નીચેની પૃથ્વી એ જ મારી પથારી હતી ! મારા શરીર પર કોઈ જ વસ્ત્ર હોતું... અથવા તો બધી દિશાઓ જ મારું વસ્ત્ર હતી. હું દિગંબર હતી ! (દિશાઓ જ જેના વસ્ત્ર છે, એને દિગંબર કહેવાય - એ જાણો છો ને ?). એક વખતની રાજરાણીની આજની આ દશા હતી ! ના... કોઇએ મારી આવી દુર્દશા હોતી કરી. મારી જ વાસનાની ભૂતડીએ મારી આવી ભયંકર દશા કરી હતી. આત્મ કથાઓ • ૩૩૦ સ્વછંદ મનોવૃત્તિવાળાઓની અવદશા પરલોકમાં તો જે થવી હોય તે થાય, આ જ ભવમાં આવી અવદશા થાય છે. હું બહાવરી બનીને જંગલમાં આમ-તેમ ઘૂમવા લાગી. રાજા ખોયો... મહાવત ખોયો અને છેલ્લે ચોર પણ ખોયો ! મેં મૂર્ખાએ બધું જ ખોયું હતું ! બધાને પકડવા જાય એ બધેથી રહે એકને પકડી રહે તેને બધું મળી રહે. ‘એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય” એ કહેવતનો માર્મિક અર્થ આજે બરાબર સમજાઇ રહ્યો હતો. સમજાઇ રહ્યો હતો એટલું જ નહિ, એ અર્થ જીવાઇ રહ્યો હતો ! આટ-આટલી દુર્દશા થવા છતાં આમાં વાસનાની ભૂતડી જ કારણભૂત છે - એવો મને વિચાર સુદ્ધાં આવી શક્યો નહિ ! હું જંગલમાં આમતેમ ઘૂમી રહી હતી. શું કરવું ? ક્યાં જવું ? કાંઈ સૂઝતું નહોતું. ત્યાં જ મારી આંખો સમક્ષ એક તેજોવર્તુળ પ્રગટ થયું. મેં ઉંચે જોયું તો મારો યાર પેલો મહાવત ! ઘડીભર તો મને વિશ્વાસ ન બેઠો. આ શું? સ્વપ્ન કે સત્ય ! મહાવત અહીં ક્યાંથી ? કદાચ અહીં આવે તોય આકાશમાં અદ્ધર કેમ ? આટલું તેજ ક્યાંથી ? હું વધારે કાંઇ વિચારું એ પહેલાં જ એ બોલ્યો : “ઓ વાસનાની પાછળ પાગલ ! વાસનાની ભૂતડીએ તારી આટ-આટલી ભૂંડી હાલત કરી છતાં હજુ તારે સમજવું નથી ? હજુ તારે વાસનાથી અટકવું નથી ? હજુ ઉપાસનાના માર્ગે ચડવું નથી ? જો... હું તારો પૂર્વભવનો યાર ! મહાવત ! તેં તો મને શૂળીએ ચડાવી દીધો.. પણ શૂળી પર જ્યારે મારા છેલ્લા શ્વાસ ચાલી રહેલા હતા ત્યારે એક શ્રાવકે મને નવકાર મંત્ર સંભળાવ્યો. એ નવકારમાં મારું ચિત્ત એકાકાર બની ગયું. નવકારના સ્મરણમાં જ મારું મૃત્યુ થયું અને એના પ્રભાવે મરીને હું દેવ બન્યો છું. વાસનાએ તારો અને મારો સંહાર કર્યો. જ્યારે નવકારની થોડી જ ઉપાસનાએ મારો ઉદ્ધાર કર્યો ! દેવ બનીને મેં અવધિજ્ઞાનથી તને જંગલમાં રખડતી જોઇ... તને પણ સદ્ધર્મની પ્રાપ્તિ થાય એટલે હું તને વાસનામાંથી ઉપાસનામાં વાળવા અહીં આવ્યો છું. બહુ થયું... બહુ થયું. હવે તું વાસનામાંથી અટકી જા. ઉપાસનાનો આશ્રય લે. તારો ઉદ્ધાર પરકાય - પ્રવેશ • ૩૩૧
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy