SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ બની હતી. આથી જ હું, રાજા હોવા છતાં મહાવતને વળગી અને હવે મહાવત હોવા છતાં અજાણ્યા માણસને વળગી. એ અજાણ્યા માણસના મુખ પર બુકાની બાંધેલી હતી. આથી લાગતું હતું કે ચોર હશે. મારી ધારણા ખરી પડી. ખરેખર એ ચોર જ હતો. થોડીવાર વિચારીને એણે કહ્યું : જો કદાચ મને પકડવા કોઇ રાજાના સૈનિકો ઘેરી વળે તો તારે મને બચાવી લેવો. તું જો મને પતિ તરીકે જણાવીશ તો જ હું બચી શકીશ. જો હું બચીશ તો તને પત્ની તરીકે રાખીશ. મારી પાસે વૈભવનો કોઇ પાર નથી. આ મુફલીશ મહાવત જોડે જિંદગી ગાળવામાં તને શું મળવાનું છે ? જીવનભર રખડવું પડશે. હું ચોરની વાત કરવા તૈયાર થઇ ગઇ. વાસનાગ્રસ્ત ચિત્ત અત્યંત વ્યાકુળ અને ચંચળ હોય છે. એ દૂરનું તો શું ? નજીકનું પણ જોઇ શકતું નથી. હું વાસનામાં બહાવરી બની હતી, અંધ બની હતી, સાચું-ખોટું વિચારવાની શક્તિ ખોઇ બેઠી હતી. થોડા જ સમયમાં અમને ત્રણેયને રાજાના સૈનિકોએ ઘેરી લીધા. આ બેમાં ચોર કોણ છે ?' એવું જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં પૂર્વયોજના મુજબ બેધડક કહી દીધું : આ (ચોર) મારો પતિ છે. મહાવત તો મારા આવા વર્તનથી સ્તબ્ધ જ થઇ ગયો. એ એટલો આવેશમાં આવી ગયો કે એક અક્ષર પણ બોલી શક્યો નહિ. કદાચ બોલે તો પણ તેનું કોઇ સાંભળે તેમ ન્હોતું. એના અંગેઅંગમાંથી ક્રોધ ટપકી રહ્યો હતો, મારી બેવફાઇ તેના હૃદયના સો-સો ટૂકડા કરી રહી હતી, પણ મને તેના પર કોઇ જ દયા ન આવી. મારે તો નવા-નવા પુરુષો જોઇતા હતા. ભોગવાઇ ગયેલા શેરડીના કુચા જેવા પુરુષોનું મારે કોઇ કામ હોતું ! જે મહાવતની કળાના કારણે મને જીવન-દાન મળ્યું હતું, તેનું જ જીવન છીનવી લેવા સુધીની અધમ કક્ષા સુધી હું પહોચી ગઇ હતી ! રે, ફૂર નારી-હૃદય ! મારી ક્ષુલ્લક બુદ્ધિ તો જુઓ ! મેં એ પણ ન વિચાર્યું : આ ચોરની જાત પર ભરોસો કેમ મૂકાય ? કોણ જાણે એ કેવો હશે ? ચોર અને આત્મ કથાઓ • ૩૨૮ સારો માણસ? હોય જ કેમ? ‘આ સારો છે એની ખાતરી શી? ...પણ મારી બેફામ બનેલી વાસનાએ મને આવું કાંઇ જ વિચારવા ન દીધું ! મારા દેખતાં જ એના હાથમાં અને પગમાં બેડીઓ પડી ! સૈનિકોની લાકડીઓ પણ પડી ! હવે એ થોડાક જ કલાકોનો મહેમાન હતો. એને ગધેડા પર બેસાડી શૂળીએ ચડાવી દેવાની સંપૂર્ણ યોજના ઘડાઇ ચૂકી હતી. એનું જે થાય તે થાય. મારે શું ? આવી ક્ષુલ્લક વિચારધારાએ મારો ભરડો લીધો હતો. હું અને મારા નવો ચોર પતિ - અમે બંને અમારા રસ્તે ચાલી નીકળ્યા. મહાવતનું હવે શું થશે ? એની મને કોઇ પરવા હોતી. મને નવો પતિ મળી ગયો હતો ને ? - અમે અલક-મલકની વાતો કરતા-કરતા જંગલમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં નદી આવી. મારા નૂતન પ્રિયતમે મને કહ્યું : “પ્રિયે ! આ નદીને શી રીતે ઓળંગીશું ? જો કે હું તરવાનું તો જાણું છું પણ તને તારી નહિ શકું. મને એક વિચાર આવે છે તારા આભૂષણો અને વસ્ત્રો લઇને હું એકલો સામે કિનારે ચાલ્યો જાઉં... પછી બધો સામાન વ્યવસ્થિત જગ્યાએ મૂકી ફરી તારી પાસે આવીશ અને તને લઇ જઇશ. પછી વજન નહિ હોય એટલે કોઈ જ વાંધો નહિ આવે.' ચોરની આવી મીઠી-મીઠી વાતોમાં હું ભોળવાઇ ગઇ. મેં એ બધું જ માની લીધું. મારી પાસેથી મારા બધા જ ઘરેણાં અને બધા જ વસ્ત્રો લઇ એ નદીમાં કૂદી પડ્યો અને હું તેની વાટ જોતી નિર્વસ્ત્ર દશામાં નદી-કિનારે બેસી રહી. ઘડી... બે ઘડી... ચાર ઘડી... સમય વીતતો ચાલ્યો... મને થતું : હમણાં આવશે... હમણાં જ આવશે... આવ્યો... આ આવ્યો...હમણાં જ આવ્યો. પણ એ ન આવ્યો તે ન જ આવ્યો... મારા ઘરેણાં અને વસ્ત્રો પણ લઇ ગયો. આખરે જાત તો ચોરની હતી ને ? જે સ્ત્રી પોતાના પતિની ન થઇ, એને શૂળીએ ચડતાં જોઇ જરાય દ્રવિત ન બની, એ મારા જેવા ચોરની શું થવાની ? આ તો ગમે ત્યારે પરકાય - પ્રવેશ • ૩૨૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy