SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મને પણ કલ્પના નહોતી. પુરુષો સ્ત્રીઓના રૂપથી આકર્ષિત થતા હોય છે ને સ્ત્રી પુરુષોના રૂપિયાથી આકર્ષિત થતી હોય છે, એ વાત મને અત્યારે સાવ જ સાચી લાગી. અધ લાખ દ્રવ્ય આપીને મેં દાસી પાસેથી મળવાનો દિવસ માંગી લીધો. ભોળો પુરુષ માની બેસે છે : ઓહ ! મારી પત્ની કેટલી ઉચ્ચ કક્ષાની સતી છે ! બાકી ફૂલો ન કરમાય એવું તે કદી બનતું હશે ? ઉગવું ને આથમવું સૂરજનો સ્વભાવ છે. જન્મવું ને મરવું માણસનો સ્વભાવ છે. ખીલવું ને કરમાવું ફૂલોનો સ્વભાવ છે. સ્વભાવ શી રીતે બદલાવી શકાય ? હા, એક વાત છે. કાગળના બનાવટી ફૂલો કદી કરમાય નહિ. અસલી ફૂલો તો કરમાવાના જ ? અમે આ માત્ર વાતો નથી કરતા. એ સતીના દંભનો પડદો હટાવવા પણ તૈયાર છીએ. આપ અમને આશા આપો. અમે ત્યાં જઇ એને ભ્રષ્ટ બનાવી આવીએ. અમે તમને પહેલાં જ કહ્યું : કોઇની સાચી વાત સાચી માનવી અમારા સ્વભાવમાં નથી. અમારી વાતો સાંભળીને રાજાને પણ તમાશો જોવાનું મન થયું. અર્ધી લાખ દ્રવ્ય આપીને સૌ પ્રથમ અમારા ચારમાંથી મને (અશોકને) શીલવતીને ત્યાં મોકલવામાં આવ્યો. હું તરત જ નંદન નગરમાં પહોંચ્યો. આ તો મને ભાવતું કામ મળી ગયું હતું. એક બાજુ રાજા તરફથી ઇનામ ! બીજી બાજુથી શીલવતી જેવી સુંદરીનો સહયોગ ! અમારા જેવા ભ્રષ્ટ માણસને વિવેક કે મર્યાદા જેવું કાંઇ હતું જ નહિ. સ્વ-સ્ત્રી કે પરસ્ત્રી જેવી કોઇ ભેદરેખા હતી જ નહિ. શેતાનને ભેદરેખા કે લક્ષ્મણ-રેખા શું ? હું મારા રૂપ, બુદ્ધિ અને સૌભાગ્ય પર ગર્વિત હતો. હું એમ જ માનતો : ગમે તેવી સ્ત્રીને હું વશમાં લાવી શકું. સ્ત્રીઓને વશ કરવી એ મારા ડાબા હાથનો ખેલ ! હું બનીઠનીને, અત્તર-બત્તર છાંટીને શીલવતીના ઘર પાસે ગયો. દાસી દ્વારા શીલવતીને કહેવડાવ્યું ઃ તને એક સૌભાગ્યશાલી પુરુષ મળવા ઇચ્છે છે. થોડીવાર પછી દાસીએ આવીને કહ્યું : “અમારાં સ્વામિનીએ કહેવડાવ્યું છે કે પૈસા વિના આવું કામ ન થાય. વ્યક્તિનું વશીકરણ પૈસાથી થાય છે. અર્ધો લાખ દ્રવ્ય આપો તો હમણાં જ કામ થઇ જશે.” હું મલકાઈ ઊઠ્યો. આટલું જલ્દી મારું કામ થઇ જશે ? એની આત્મ કથાઓ • ૨૫૬ નક્કી કરેલા દિવસે મલકાતો-મલકાતો હું શીલવતીના ઘેર ગયો. એ પણ જાણે મને મળવા અધીરી થઇ હોય તેવું તેના ચહેરા પરથી લાગ્યું. હસું હસું થઇ રહેલો તેનો ચહેરો અંદરની ચાહનાને પ્રગટ કરતો હોય તેમ લાગ્યું. મને મીઠો સત્કાર મળ્યો. મારું હૃદય ઝંકૃત થઇ રહ્યું. રોમરોમમાં શીલવતીને મળવાનો આનંદ છવાઇ ગયો. મૃદુ અવાજે શીલવતીએ કહ્યું : “અંદર પલંગ ઢાળેલો છે ત્યાં આપ બિરાજો.' એના રૂપે, એના રૂપાની ઘંટડી જેવા મીઠા અવાજે મારા પર જાદુ કર્યો હતો. હું અંદરના કંઇક અંધકારવાળા ઓરડામાં ગયો. જ્યાં પલંગ પર બેઠો તે જ વખતે ધડૂમ... હું સીધો નીચે ખાડામાં પડ્યો. પલંગની નીચે ઊંડો ખાડો હતો. પલંગ પર ફક્ત ચાદર હતી. હું આજે બરાબર ફસાયો હતો. હું મનોમન બબડી ઉઠ્યો : આ તો સાલું ગજબ થયું ! અર્ધી લાખ દ્રવ્ય ગયું. પ્રતિજ્ઞા પૂરી ન થઇ. શીલવતી ન મળી અને મૂર્ખ થયો એ નફામાં. આ શીલવતી તો જબરી નીકળી. બહારથી કેવું મીઠું-મીઠું બોલતી હતી. બરાબરનો મને ખાડામાં ઊતાર્યો. હવે નથી લાગતું કે આ ખાડામાંથી મને કોઇ ઊગારે. હે ભગવાન ! હવે માત્ર તારો આધાર જિંદગીમાં પ્રથમ વખત મેં ભગવાનને યાદ કર્યા. સાચે જ સુખમાં નહિ, દુઃખમાં જ ભગવાન યાદ આવે છે. એટલે જ ભક્તોએ ભગવાન પાસે દુઃખ માગ્યું છે. કુંતીએ કહ્યું છે : “વિપઃ સન્તુ નઃ શાશ્વત્' “અમને હંમેશાં દુઃખ જ દુઃખ મળો.' સુખ મથે શિલા પડો, પ્રભુ હૃદય સે જાય; બલિહારી હૈ દુઃખ કી, પળ પળ નામ જપાય.” આજે મને સમજાયું : ભક્તોના જીવનમાં દુઃખ શા માટે આવે પરકાય - પ્રવેશ • ૨૫૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy