SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (89) અમે ચંડાળચોકડી શિક મારું નામ તો રાખવામાં આવ્યું હતું : અશોક, પણ બીજાને શોકમાં પાડવાનો જ મારો ધંધો ! બીજાની સારી વાત હું કદી સાચી માનું જ નહિ અને ખરાબ વાત સાચી માન્યા વગર રહું નહિ. મારો આ જન્મજાત સ્વભાવ ! બીજાની પટ્ટી ઉતારવી, ઠઠ્ઠા-મશ્કરી કરવી, બીજાના પગ ખેંચવા, એ મારો પ્રિય શોખ ! એ માટે હું ગમે તેટલી નીચે હદે પણ ઉતરી જતો ! મારા ત્રણ મિત્રો હતા : કામાંકૂર, લલિતાંગ અને રતિકેલિ! એ બધા પણ મારા જેવા જ હતા ! જેવા ને તેવા મળી જ રહે ! બાવળીઆને કાગડા ને આંબાને કોયલ મળી જ રહે ! ઊંધું-ચતું, આડું-અવળું કરીને અમે રાજાના મંત્રી બની ગયા. રાજકારણમાં કેવા કાવાદાવા કરવા, મહારાજાને કેમ ખુશ રાખવા, કોઇકના કેમ ટાંટિયા ખેંચવા, એ બધી બાબતોમાં અમે પહેલાંથી જ નિષ્ણાત હતા. ...અને તમે જાણો જ છો કે આવા - અમારા જેવા ગુંડાઓ - જ સફળ રાજકારણી બની જતા હોય છે. ઝડપથી આગળ આવી જતા હોય છે. સજ્જનો તો રાજકારણના ગંદવાડથી સેંકડો ગાઉ દૂર જ રહે છે. આથી અમારા જેવા ગુંડાઓને મોકળું મેદાન મળી જતું હોય છે. એક તો વાંદરો ને વળી દારૂ પીવાનો મોકો મળી જાય, એક તો ઝેર, અને વળી એને વધારવામાં આવે, એક તો વઢકણી વહુ અને વળી એ મા બને. એક તો ગુંડાની જમાત અને રાજકારણનો ટેકો મળે, પછી શું બાકી રહે ? રાજકારણનો સાથ મળવાથી અમારી ગુંડાગીરી-દાદાગીરી આસમાને ચડી હતી. લોકો અમારાથી ખૂબ જ નારાજ હતા, પણ એમનું ચાલે શું? અમે રાજાને બરાબર સાધી લીધેલા હતા. મોટાઓને/રાજાઓને ખુશામત ખૂબ જ ગમતી હોય છે - એ વાત અમે સારી પેઠે સમજતા હતા. ખુશામતની એકેય તકે અમે છોડતા ન્હોતા. એક વખત રાજાની સાથે યુદ્ધના પ્રસંગે બહાર જવાનું થયું. ત્યાં આત્મ કથાઓ • ૨૫૪ પણ દરબાર ભરાતો અને અવનવી વાતો થતી. અમારી સાથે અજિતસેન નામનો એક મંત્રી પણ હતો. તેના પિતા રત્નાકર શેઠને અજિતનાથ ભગવાનની શાસનદેવી અજિત બાલાની કૃપાથી એ મળેલો હતો. એથી એનું નામ અજિતસેન પડ્યું હતું. ખૂબ જ બુદ્ધિમાન હતો. બુદ્ધિની સાથે શુદ્ધિ પણ એને વરેલી હતી. અમારાથી શુદ્ધિ સો ગાઉ દૂર હતી. એના ગળામાં ફૂલની માળા હતી. આશ્ચર્યની વાત એ હતી કે કેટલાય દિવસો વીતી જવા છતાં એ કરમાઇ હોતી. ફૂલ તો સાંજ પડે ને કરમાઇ જાય. કરમાઇ જવું એ પણ ફૂલોનો સ્વભાવ છે, જેમ મરી જવું એ માણસોનો સ્વભાવ છે. નહિ કરમાયેલી ફૂલની માળા જોઇ રાજાએ કારણ પૂછ્યું ત્યારે કોઇ માણસે કહ્યું : રાજનું ! આ મંત્રીની પત્ની સતી છે. એના સતીત્વના પ્રભાવે માળા કરમાતી નથી. આ સાંભળી અમે ચારેય છળી ઉઠ્યા : સ્ત્રી અને સતી ? કદી હોય જ નહિ. સ્ત્રી અને સતી ? બંને એકી સાથે ? આગ અને પાણી જેવો બંનેમાં વિરોધ છે. રાજન્ ! “સતી’ શબ્દ શાસ્ત્ર પૂરતો ઠીક છે. વાસ્તવિકમાં સતી-બતી જેવી કોઇ સ્ત્રી હોતી જ નથી. નીતિ શાસ્ત્રકારોએ જ કહ્યું છે : “સર્વે ક્ષત્તિઃ ત્રીપુ નો શાન્તિઃ | काके शौचं केन दृष्टं श्रुतं वा ?" સાપ અને ક્ષમાશીલ ? સ્ત્રી અને વાસના-રહિત ? કાગડો અને પવિત્ર ? હોઇ ન શકે. ખુદ દ્રોપદીએ જ નારદને કહ્યું છે : હે નારદ ! સ્ત્રીઓને કોઇ એકાંત સ્થાન, કોઇ સમય, કોઈ પ્રાર્થના કરનાર પુરુષ નથી મળતો એટલે જ તેઓ “સતી’ બનતી હોય છે. દ્રોપદીની આ વાતમાં કંઇક તો તથ્ય હશે જ ને? મંત્રીની સ્ત્રી સતી હોય એ અમે માની શકતા નથી. નામ શીલવતી હોઇ શકે, બાકી સ્ત્રી શીલવતી હોઇ શકે નહિ. શીલવતી નામ છેતરામણું બની શકે છે. સ્ત્રીઓ બહુ ચાલાક હોય છે. પોતાના પતિઓને એ અનેક રીતે ભોળવી શકે છે. બનાવટી ફૂલોની માળામાં અત્તર છાંટીને સુગંધી બનાવી પતિને સોંપી શકે અને કહી શકે : ‘નાથ ! આ માળા કરમાય તો માનજો કે મારું સતીપણું ગયું.' બિચારો પરકાય - પ્રવેશ • ૨૫૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy