SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - (૯) હું ઇંધકાચાર્ય “પ્રભો ! હું મારા સંસારી બહેન-બનેવીને પ્રતિબોધ આપવા જાઉં ?” ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીને મેં પૂછ્યું. “તને અને તારા સર્વ શિષ્યોને મારણાન્તિક ઉપસર્ગ થવાનો છે.” ભગવાને ભયસ્થાન જણાવ્યું. કૃપાળુ ! ઉપસર્ગથી તો અમે જરાય જ ડરતા નથી. દીક્ષાના દિવસથી જ આપે અમારામાંથી મૃત્યુનો ભય ખેંચી લીધો છે. સાધકને વળી મૃત્યુનો ભય કેવો ? એ તો મોતને મૂઠીમાં લઇને ફરે. મોતથી ડરનારો લડવૈયો ન બની શકે ને સાધક પણ ન બની શકે. આપની આવી વાણી આજે પણ અમારા કાનમાં ગુંજી રહી છે. એટલે જીવલેણ ઉપસર્ગથી તો અમે જરાય ડરતા નથી. પણ કૃપા કરીને અમને એ જણાવો : અમે તે સમયે આરાધક થઇશું કે વિરાધક ? મૃત્યુનો જરાય ડર નથી, પણ વિરાધનાનો ખૂબ જ ડર છે.” તમારા સિવાય તમારા બધા જ શિષ્યો આરાધક બનશે.” ભગવાને ટૂંકો જવાબ આપ્યો. - હું ભલે વિરાધક બનું, પણ મારા ૫૦૦ શિષ્યો તો આરાધક બનશે ને ? કોડ રૂપિયા મળતા હોય તો એકાદ રૂપિયો ગુમાવવામાં ખોટું શું છે ? હું એક ભલે વિરાધક થાઉં. મારા શિષ્યો આરાધક બને એટલે પત્યું ! બીજાનું ભલું થાય તે જ મોટી વાત ! સજ્જન પુરુષો પોતાનું ગૌણ કરી બીજાનું જ ભલું જોતા હોય છે. મેં મારી જાતને જ સજ્જનનું ટાઇટલ આપી દીધું ને મારી રીતે અર્થ કાઢી લીધો. ભગવાનની વાણીમાંથી કેવો અર્થ કાઢવો તે આપણા મન પર નિર્ભર છે. ... અને હું વળતા જ દિવસે શિષ્યો સાથે ચાલી નીકળ્યો, મારા સંસારી બહેન પુરંદરયશાના કુંભકારકટ નામના નગરમાં. મારા મનમાં ઘણી હોંશ હતી પ્રતિબોધ આપવાની... પણ બધું ધાર્યું ઓછું થાય છે ? કુંભકારકટ નગરમાં જતા પહેલાં હું મારા પરિવાર સાથે બહારના ઉદ્યાનમાં રોકાયો.. અમારા આગમનથી નગરમાં સર્વત્ર આનંદ-આનંદ છવાઇ ગયો હતો... પણ એક વ્યક્તિને આનંદ હોતો. એનું નામ હતું પાલક. રાજાનો એ મંત્રી હતો. ગૃહસ્થપણામાં મેં એને રાજસભામાં હરાવ્યો હતો. એ કર નાસ્તિક હતો, હું કટ્ટર આસ્તિક હતો. એણે જ્યારે આત્મા, પુણ્યપાપ વગેરેનું આડેધડ ખંડન કરવા માંડેલું ત્યારે મારાથી રહેવાયું નહિ. સાચો આસ્તિક શી રીતે ચૂપ બેસી શકે ? મેં તેના નાસ્તિકવાદનો જડબાતોડ જવાબ આપ્યો. આથી તેની બોબડી તો બંધ થઇ ગઇ... પણ મનોમન તે સમસમી રહ્યો... એના મનમાં વૈરની ગાંઠ બંધાઇ ગઇ. સભામાં થયેલું અપમાન (ખરેખર એ અપમાન હોતું... પણ એણે અપમાન માની લીધેલું. એટલે જ આવા લોકો સાથે વાદ કરવાની જ્ઞાનીઓએ ના પાડી છે. આજે પણ એ ભૂલ્યો નહોતો. આથી જ કોઇ ષડયંત્ર રચી મને ફસાવી દઇ એ ભયંકર શિક્ષા આપવા માંગતો હતો. આમ કરે તો જ એના વેરની આગ શમે તેમ હતી. જો કે આ વાતની મને ત્યારે જરાય ખબર હોતી. પાલકના મનમાં આટલો ડંખ હજુ રહેલો છે ને તે આવો બદલો લેશે તેની કોઇ જ ખબર મને હોતી. આ બધી વાતની તો બહુ પાછળથી ખબર પડેલી. ષડયંત્રના પ્રથમ ભાગરૂપે પોતાના માણસો સાથે રાત્રે આવીને તેણે અમે જ્યાં ઊતર્યા હતા તે ઉદ્યાનમાં ઠેર-ઠેર શસ્ત્રો દટાવ્યા. પછી રાજા પાસે જઇ કાન ભંભેરણી શરૂ કરી દીધી : ‘રાજનું ! તમારા સાળા સ્કંધક આચાર્ય બનીને ૫૦૦ શિષ્યોની સાથે અહીં આવ્યા છે, તે સમાચાર મળ્યા ?” “કેમ ન મળે ? એમના આગમનથી મને ખૂબ જ આનંદ થયો છે. હું એમનું જોરદાર સ્વાગત કરીશ અને વિશાળ પરિવાર સાથે કાલે દેશના સાંભળીશ. આવો સત્સંગ મળે ક્યાંથી ? રાજન ! આપ ભોળા છો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે : બધી વાતમાં પરકાય - પ્રવેશ • ૨૧૧ આત્મ કથાઓ • ૨૧૦
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy