SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ભલે બધાએ સાથ છોડી દીધો. પણ હું છોડવા હોતો માંગતો. ભલે મારા ગુરુ પ્રતિક્રમણ, પડિલેહણ હોતા કરતા. પણ મારે મન એ જ આરાધ્ય હતા. ભલે એ મદ્યપાન કરતા અને પ્રમાદમાં પડ્યા રહેતા, પણ મારે મન એ જ સર્વસ્વ હતા ! પરબ્રહ્મની મૂર્તિ હતા ! શિષ્ય નદી છે. ગુરુ સાગર છે. નદી કદી વિચારતી નથી કે જ્યાં હું સમર્પિત થઇ જાઉં છું તે સાગર તો ખારો છે. ખારા સાગરને હું શા માટે સમર્પિત થાઉં ? હું તો મીઠી છું. હું શા માટે મારી મધુરતા ગુમાવું ? નદી તો આવું કશું જ વિચાર કર્યા વિના સમર્પિત થતી રહે છે. બદલામાં સાગર, શું આપે છે? નાનકડી નદીને વિશાળતા આપે છે, પોતાનું વિરાટ સ્વરૂપ આપે છે. ગુરુને સમર્પિત થનારો પણ ગુરુની ગુરુતા – વિશાળતા મેળવે જ છે. ગુરુ કેવા છે તે વાત મહત્ત્વપૂર્ણ નથી, પણ શિષ્યનું સમર્પણ કેવું છે ? એ જ મહત્ત્વપૂર્ણ છે. હું જો સમર્પિત રહીશ તો મને લાભ જ છે. આવો મારો દૃઢ વિશ્વાસ હતો. ઊંડે-ઊંડે મને પાકો ભરોસો હતો કે મારા ગુરુદેવ એક દિવસ મદ્યપાન વગેરે પ્રમાદ અવશ્ય છોડી દેશે. જે દિવસે આમ બનશે તે દિવસે મારી સેવા સફળ બનશે, તે દિવસે હું ગુરુના અનંત ઋણમાંથી કંઇક અંશે મુક્ત થઇ શકીશ. મારી ધારણા સાચી પડી. મહિનાઓ વીતતા ગયા. હું મારી ફરજ બજાવતો ગયો. આચાર્યશ્રી ભયંકર પ્રમાદમાં પડ્યા રહ્યા. ચોમાસું બેઠું, પણ એમને કોઈ લેવા-દેવા નહોતો. જોતજોતામાં ચોમાસું પૂરૂં પણ થયું. ચોમાસી ચૌદસનો દિવસ હતો. ચોમાસી પ્રતિક્રમણ કરતાં અમુઠિઓ ખમાવવા પૂજ્યશ્રીને ચરણે મે હાથ મૂક્યો. મારા સ્પર્શથી પૂજ્યશ્રી એકદમ ગુસ્સે ભરાયા : ‘અલ્યા ! કેમ તું મને વારંવાર હેરાન કરે છે ? શાંતિથી સૂવા તો દે ! તારામાં કાંઇ અક્કલ-બક્કલ છે કે નહિ? મને હેરાન કરવા જ તે દીક્ષા લીધી લાગે છે ! જ્યારે ને ત્યારે ગોદા મારતો જ રહે છે !' ‘ગુરુદેવ ! અપરાધ માફ કરજો. આજે ચોમાસી ચૌદસનો દિવસ છે. અભુઠિઓ ખમાવતાં ચરણ-સ્પર્શ કર્યો. આમાં આપને તકલીફ થઇ હોય તો આજે ચોમાસી ચૌદસના દિવસે હાર્દિક મિચ્છામિ દુક્કડં !' નમ્રતાપૂર્વક મેં કહ્યું. આત્મ કથાઓ • ૨૦૮ હેં.. ? શું વાત કરે છે ? આજે ચોમાસી ચૌદસ છે? શું ચોમાસું પૂરું થઈ ગયું ? અરે... ભગવાન ! મને તો કાંઇ ખબર જ નથી. મેં ક્યારેય પ્રતિક્રમણ જ નથી કર્યું ! મારું શું થશે ? ખરેખર હું ભાન ભૂલ્યો.' આમ બોલતા તીવ્ર પશ્ચાત્તાપની ધારા સાથે પૂજ્યશ્રી ચોમાસી પ્રતિક્રમણ કરવા બેસી ગયા. પ્રમાદને એક ઝાટકે ખંખેરી નાખ્યો. મંડુક રાજાને જણાવીને બીજે જ દિવસે મારી સાથે ત્યાંથી વિહાર કરી દીધો, અપ્રમત્તપણે સાધુ-ક્રિયાના બધા જ અનુષ્ઠાનો આરાધવા લાગ્યા. સમાચાર મળતાં છૂટા પડેલા ૪૯૯ શિષ્યો પણ પૂજયશ્રી પાસે આવી પહોચ્યા. બધા ગુરુભાઇઓએ મને ખૂબ-ખૂબ ધન્યવાદ આપ્યા : પંથક ! લાખ-લાખ ધન્યવાદ છે તને ! ગુરુને સાચો પંથ બતાવીને તે આજે તારું પંથક નામ સાર્થક કર્યું છે. તારા જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. પછી અમે બધા કર્મ ખપાવવા સિદ્ધાચલ મહાતીર્થે ગયા. ત્યાં એક મહિનાનું અનશન કર્યું. ભાવની વિશુદ્ધિથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સર્વ કર્મોનો ક્ષય કરી અમે મુક્તિમાં પ્રતિષ્ઠિત થઇ ગયા. પરકાય - પ્રવેશ • ૨૦૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy