SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ગુણનું લક્ષણ : છે સ્વશ્લાઘા છે પરનિંદા નિંદાનો કીડો : નિંદાના કીડાનો જન્મ કાનમાં થાય છે. તેનો ઉછેર જીભ પર થાય છે. કે ત્રણ આંગળી તારી તરફ : બીજાના દોષ તરફ આંગળી ચીંધનાર ઓ અભાગી ! બાકીની ત્રણ આંગળીઓ તારી તરફ ઝૂકેલી છે - તે તું કેમ ભૂલી જાય છે ? (૩૭. ધૈર્ય - ઉતાવળ નિંદા કરવી જ હોય તો ? નિંદા કરવી જ હોય તો પોતાની કરો. સામો માણસ ગાળો આપે તો પણ તેને ભાંડશો નહિ, નિંદશો નહિ. વિજય તમારો જ છે. આવત ગાલી એક હૈ, ઉલટત હોત અનેક; કહે કબીર નહિ ઉલટીએ, વહી એક કી એક. ઇર્ષાળુથી અકળાશો નહિ : કોઇ તમારી ઇર્ષ્યા કરે છે ? અકળાશો નહિ. આ તમારી ચડતીની નિશાની છે. તમારી ઇર્ષા કરનારો તમને પોતાનાથી મોટો ગણે છે. ઇર્ષાળુથી અકળાશો નહિ. તેનો નાશ કરવા મથશો નહિ. તમે શું તેનો નાશ કરવાના છો ? ઇર્ષ્યા પોતે જ તેનો નાશ કરી નાખશે. પ્રસન્ન બનો : કોઇની ઇર્ષ્યા શા માટે ? બીજાના સુખને અને ગુણને જોઇ અકળામણ શા માટે ? જેમ ખીલેલા ફૂલને જોઇને તમે પ્રસન્ન બનો છો, તેમ બીજાના સુખો અને ગુણો જોઇ પ્રસન્ન બનો. લખીએ છીએ : બીજાના દુર્ગુણો આપણે તાંબાની પ્લેટ પર લખીએ છીએ અને સગુણો પાણીની સપાટી પર લખીએ છીએ. - શેક્સપીઅર બે કામ : આપણા બે જ મુખ્ય કામ છે : ૧. જીવતા પ્રસિદ્ધ માણસની નિંદા કરવી. ૨. મરી ગયા પછી તેની પ્રશંસા કરવી. | આકાશગંગા • ૧૮૨ | ધીરજ ન રાખો : Cછે ધર્મ કરવામાં . છે કરજ ઉતારવામાં . છે કન્યા આપવામાં. Cછે શત્રુતાના ઘાતમાં. છે અગ્નિ શમાવવામાં . છે રોગ દબાવવામાં. * ઉતાવળ : આગ, ઝેર કે કાંટાનો ઇલાજ થઇ શકે, પણ ઉતાવળથી કરાયેલા કાર્ય બદલ પસ્તાવાનો કોઇ ઇલાજ નથી. ન આકાશગંગા • ૧૮૩ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy