SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. દયા - કરુણા છે તું ગજબનો છે : તું ગજબનો માણસ છે. તે કેટલીયે મીઠાઇ ખાધી, પણ તારામાં મીઠાશ ન આવી. તે કેટલુંય ઘી પીધું, પણ તારામાં સ્નિગ્ધતા ન આવી. તે કેટલુંય દૂધ પીધું, પણ તારામાં ઉજજવળતા ન આવી. તે કેટલુંય સંગીત સાંભળ્યું, પણ તારામાં ‘સંગીત’ પેદા ન થયું. તે કેટલીયે સુગંધ માણી, પણ તારામાં ‘સુગંધ’ ન આવી. હે માનવ ! એવું તો નથી કે તું અંદરથી મીઠાશ, સ્નિગ્ધતા, ઉજ્જવળતા, સંગીત, સૌંદર્ય કે સુંગધથી શૂન્ય છે, એટલે જ બહારથી તે મેળવવા ઝંખી રહ્યો હોય ? સાફ.. સાફ સાફ.... છે એક જ ઝગડો અને ઘર સાફ. છે એક જ ગાળ અને મિત્રતા સાફ . છે એક જ ભૂલ (વહીવટ આદિ સંબંધી) અને રાષ્ટ્ર સાફ. છે એક જ કલંક અને યશ સારું. ભાઇચારો : Cછે ઇસ્લામ ઃ જે કુરાનને માને તે સૌની સાથે ભાઇચારો ત્રણ આંસુ : ૧. પાપો પર પશ્ચાત્તાપના આંસુ. ૨. સુકૃતો પર હર્ષના આંસુ. ૩. દુઃખીના દુઃખ પર દર્દના આંસુ. ચડિયાતું બિંદુ : ગંગાબિંદુથી વર્ષાબિંદુ ચડિયાતું છે. વર્ષાબિંદુથી ઝાકળબિંદુ ચડિયાતું છે. ઝાકળબિંદુથી હર્ષાશ્રુબિંદુ ચડિયાતું છે. પણ આ બધાથી ભ. મહાવીરની કરૂણાથી છલકાતી આંખોમાંનું અશ્રુબિંદુ ચડિયાતું છે. સિમ્પથી : રોગ મટાડવા માટે એલોપથી, હોમિયોપથી, નેચરોપથી, વગેરે ઘણી ‘પથીછે. પણ તમામ દર્દી માટેની ‘પથી’ કઇ ? સિમ્પથી (સહાનુભૂતિ - હમદર્દી) દયાના આઠ પ્રકાર : ૧. દ્રવ્ય દયા ૨. ભાવે દયા ૩. સ્વ દયા ૪. પર દયા આકાશગંગા • ૧૫૦ + કેળવો. છે ખ્રિસ્તી : માનવ માત્ર સાથે ભાઇચારો કેળવો. છે વૈદિક (હિન્દુ): માનવથીયે આગળ વધીને ગાયને પણ પૂજો . નદી, તુલસી, પીપળા આદિ વૃક્ષને પણ પૂજો . છે જૈન: નિગોદથી માંડી અનુત્તર સુધી તમામ જીવો સાથે પ્રેમ - બહુમાનભાવ કેળવો. | આકાશગંગા • ૧૫૬ +
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy