SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આટલાથી દોસ્તી ન કરો : & બાળક અને બૂઢો. ce લોભી અને મૂર્ખ. છે દુ:ખી અને નપુંસક. છે મૈત્રીનો ભાવ બધાની સાથે હોવા છતાંય બધાયની સાથે મૈત્રીનો વ્યવહાર ન થઇ શકે. છે દૂધ સાકર સાથે દોસ્તી કરે તો વાંધો નહિ, પણ લીંબુ સાથે કરે તો? નાદાન કી દોસ્તી, જીવન કા ખતરા ! મૈત્રી ટકાવવી હોય તો... છે મિત્ર સાથે વિવાદ ના કરશો. છે મિત્ર સાથે ધનનો સંબંધ ના રાખશો. cછે મિત્ર પાસે કોઇ ચીજની માંગણી ના કરશો. છે મિત્રની સ્ત્રી સાથે સંસર્ગ ના કરશો. છે મિત્રથી આગળ ના બેસશો. # મિત્રની ભૂલની સ્પષ્ટ ચર્ચા ના કરશો અને પોતાની ભૂલ તરત સ્વીકારી લેશો. મિત્ર શી રીતે બનાવશો ? છે તે મળે ત્યારે સ્મિત આપો. Cછે તેનું નામ યાદ રાખો. Cછે તેની વાત દિલપૂર્વક સાંભળો. છે તેના ગુણની પ્રશંસા કરો. - ડેલ કાર્નેગી કોની કઇ રીતે મૈત્રી ? છે પશુ-પંખીઓની મૈત્રી : આકસ્મિક નિમિત્તથી. cછે મૂર્ખાઓની મૈત્રી : ભય કે લોભથી. આકાશગંગા • ૧૫૦ છે સામાન્ય લોકોની મૈત્રી : ઉપકાર થવાથી. છે સજજનોની મૈત્રી : માત્ર દર્શનથી. ધૂપ અને ધૂમાડો : પ્રેમીની તો વાત જ ન્યારી છે. બીજાના મુખમાંથી નીકળેલી જે વાત ‘નિંદા'માં ગણાય, તે જ વાત જો પ્રેમીના મુખમાંથી નીકળે તો ‘મજાક' ગણાય છે. જુઓ ને ! લાકડામાંથી નીકળતો ધૂમાડો ‘ધૂમાડો' કહેવાય છે. જ્યારે અગરમાંથી નીકળતો ધૂમાડો ‘ધૂપ’ કહેવાય છે. અમે વ્હાલા કેમ લાગતા નથી ? ઘણા માણસોની એવી ફરિયાદ હોય છે કે અમે કોઇને વ્હાલા નથી લાગતા... અમને કોઇ પ્રેમ નથી કરતું. જરા ઊંડાણથી નિરીક્ષણ કરવામાં આવે તો જણાશે કે તેમાં ખામી બીજાની નહિ, પણ મારી જ છે. મારા હૃદયમાં જ બીજા પ્રત્યે ધિક્કાર ભરેલો છે. અંદર ધિક્કાર હોય તો કોઇના તરફથી સત્કારની આશા શી રીતે રાખી શકાય? આ ચોક્કસ વાત છે કે પૂર્વભવમાં કે પૂર્વ જીવનમાં આપણે બીજાનો ધિક્કાર જ કર્યો છે. માટે જ આપણને બીજા તરફથી ધિક્કાર મળી રહ્યો છે. કર્મ શાસ્ત્રની પરિભાષામાં આવો માણસ ‘દુર્ભગ’ કહેવાય છે. આ જીતના હૈ તો.... કલી કો જીતના હૈ તો મધુર મનુહાર સે જીતો, હિરન-મન જીતના હૈ તો મધુર ઝંકાર સે જીતો; કિસીકો જીતના ક્યા હૈ? ખડ્રગ સે તોપ સે બમ સે ? કિસીકો જીતના હૈ તો હૃદય કે પ્યાર સે જીતો. | આકાશગંગા • ૧૫૧
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy