SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કપાયેલું નાક સૂંઘી શકશે ? તૂટેલો દાંત ચાવી શકશે ? કપાયેલો પગ ચાલી શકશે ? તો આપણે વિશ્વથી જુદા પડીને આરાધના કરી શકીશું ? બીજા બધાની ઉપેક્ષા કરીને કલ્યાણના માર્ગે આગળ વધી શકીશું ? નહિ, આ કદી પણ શક્ય નથી. કલ્યાણનો માર્ગ જગતના સર્વ જીવોને સાંકળીને ચાલવામાં જ છે. શરીરમાંથી એક પણ અંગ છૂટું પડે તો શરીર ખામીવાળું કહેવાય તેમ આપણા ચિત્તમાંથી પણ જો એક પણ જીવ મૈત્રીભાવથી બાકાત રહ્યો તો આરાધના ખામીવાળી જ ગણાશે. એવી આરાધના મોક્ષ નહિ આપી શકે. શરીરના અંગોમાં હજુ એક બીજી વિશેષતા જુઓ. તેઓ પરસ્પર એક-બીજાના કાર્યમાં કેવો સહકાર આપે છે ? પગમાં કાંટો વાગે કે તરત જ હાથ મદદે આવે છે. દાંતમાં કણીઓ ભરાય તો જીભ મદદે આવે છે. ડાબા હાથમાં વાગે તો જમણો હાથ સહાય કરે છે. આંખમાં કચરો ઘૂસી જાય તો હાથ મદદ કરે છે. કદી કોઇ અભિમાન નથી કરતું કે હું મોટો છું, તું નાનો છે. હું આ કામ નહિ કરું. દાંતે ચાવેલું અન્ન જીભ ચાખે છે. જીભે ચાખેલું હોજરી પચાવે છે. હોજરીએ પચાવેલું લીવર લોહી બનાવે છે. આમ બધા જ અવયવો નાના-મોટાનો વિચાર કર્યા વિના સંગઠિત થઇને કામ કરે છે. ન આકાશગંગા • ૧૪૪ - પગ કદી કહેતા નથી કે મારે જમીન પર ચાલવાનું ? ધૂળ અને કાદવથી ખરડાવાનું ? કાંટાઓ સહવાના ? અને તમારે સૌએ લીલા લ્હેર કરવાની ? જાઓ... આટલા વર્ષો સુધી આ કામ મેં કર્યું. હવે નહિ કરું. નહિ... પગ કદી હડતાલ પર ઊતરતા નથી. બધા જ અંગો કોઇના નેતા બન્યા વિના એકબીજાને આશ્રિત થઇને રહે છે. વિશ્વમાં પણ આપણે એકના દુ:ખમાં મદદ કરવા દોડી જવાનું છે. બીજા દુ:ખમાં હોય ત્યારે લીલા લ્હેર કરનારો કદી ધર્મી બની શકે નહિ. શરીરના અંગો પોતાનું કર્તવ્ય છોડતા નથી. સાચે જ કર્તવ્યભ્રષ્ટ માનવી સભ્ય નાગરિક પણ બની શકતો નથી. ધર્મી બનવાની તો વાત જ ક્યાં ? સાચો ધર્મી બીજાનો નેતા બનવા ઇચ્છતો નથી, બીજા પર પોતાનો અધિકાર ચલાવવા ઇચ્છતો નથી. કોઇના હક કે અધિકાર પર તરાપ મારતો નથી. સૌને સુખપૂર્વક જીવવા દે છે અને શરીરમાં હજુ એક વિશેષતા જોઇ ? બાળકોને લાગેલા ઘા જલ્દી રૂઝાઈ જાય છે, ઘરડાને જલ્દી રૂઝાતા નથી. આવું શા માટે ? બાળકોના અંગોમાં સહાનુભૂતિ વધારે હોય છે, જયારે ઘરડાઓના અંગો અક્કડ અને રૂક્ષ હોય છે. ખરેખર પરસ્પરની હાર્દિક સહાનુભૂતિથી જ માનવીના મનના ઘા રૂઝાતા હોય છે. શરીરના અંગો પાસેથી આપણે સંગઠન શીખી લઇએ તો કેટલું સારું ? હમ એક ડાલ કે પંખી : સમુદ્રમાં ચાલતા ભયંકર ખળભળાટથી કંટાળી ગયેલા બે બિંદુઓ છૂટા પડીને કિનારે ચાલ્યા ગયા. એકે કહ્યું : દોસ્ત ! જોયું ? કેટલો આનંદ છે સ્વતંત્રતાનો? સાગરમાં રહીને તો મરી | આકાશગંગા • ૧૪૫
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy